Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine War: આરપારના મૂડમાં વ્લાદિમીર પુતિન, કહ્યું- દેશદ્રોહીને છોડવામાં નહીં આવે

રશિયન પ્રાઈવેટ આર્મી વૈગનર ગ્રુપે બળવો કર્યો છે. તેના લડવૈયાઓ યુક્રેનમાં રશિયન સેના સાથે ખભે ખભા મિલાવીને લડી રહ્યા હતા. હવે ઉલટું તેઓ રશિયન સેનાને જ નિશાન બનાવવા લાગ્યા છે. વૈગનરના ચીફ પુતિનના મિત્ર ગણાય છે.

Russia Ukraine War: આરપારના મૂડમાં વ્લાદિમીર પુતિન, કહ્યું- દેશદ્રોહીને છોડવામાં નહીં આવે
Vladimir Putin
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 5:24 PM

Russia Ukraine War: રશિયાની ખાનગી સેના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની (Vladimir Putin) વિરુદ્ધ થઈ ગઈ છે. પુતિને કહ્યું કે વૈગનરે રશિયાના લોકોની પીઠમાં છરો માર્યો હતો. રશિયન સેનાને પડકાર આપ્યો છે. જનતા સાથે છેતરપિંડી કરવામાં આવી છે. તેમણે કહ્યું કે રોસ્ટોવમાં સ્થિતિ ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે. પુતિને કહ્યું કે રશિયન સેના હીરોની જેમ વર્તી રહી છે. તે આરપારના મૂડમાં છે. તેમણે કહ્યું કે વૈગનર વિરુદ્ધ કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા છે. પુતિનના શબ્દોથી સ્પષ્ટ છે કે તેઓ યુક્રેન પર કોઈ બાંધછોડ નહીં કરે. દરમિયાન, બળવાખોરોને આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું છે.

વૈગનરના ચીફ પુતિનના મિત્ર ગણાય છે

રશિયન પ્રાઈવેટ આર્મી વૈગનર ગ્રુપે બળવો કર્યો છે. તેના લડવૈયાઓ યુક્રેનમાં રશિયન સેના સાથે ખભે ખભા મિલાવીને લડી રહ્યા હતા. હવે ઉલટું તેઓ રશિયન સેનાને જ નિશાન બનાવવા લાગ્યા છે. વૈગનરના ચીફ પુતિનના મિત્ર ગણાય છે. જૂથના વડા, યેવગેની પ્રિગોઝિનને પુતિન વિરુદ્ધ બળવો રોકવા માટે અપીલ કરવામાં આવી રહી છે. તેના લડવૈયાઓએ રોસ્ટોવ-ઓન-ડોનમાં સ્થિત રશિયન સેનાના મુખ્યાલય પર કબજો કરી લીધો છે.

વૈગનર ચીફે કહ્યું કે તે બળવો નથી પરંતુ ‘માર્ચ ફોર જસ્ટિસ’

વૈગનર ચીફે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને કહ્યું કે તેઓ ચીફ આર્મી સ્ટાફના આગમનની રાહ જોઈ રહ્યા છે. તેઓ આવે ત્યાં સુધી તે તેના ફાઇટર સાથે ત્યાં જ રહેશે. જો ચીફ ઓફ આર્મી સ્ટાફ નહીં આવે, તો તે રોસ્ટોવ શહેરને તેના નિયંત્રણમાં રાખશે અને પછી તેના લડવૈયાઓ સાથે મોસ્કો તરફ આગળ વધશે. ફેડરલ સિક્યુરિટી સર્વિસે આ દરમિયાન વૈગનર ચીફ સામે ફોજદારી કેસ ખોલ્યા છે. FSB તેને સશસ્ત્ર બળવો માની રહી છે, જ્યારે વૈગનર ચીફે કહ્યું કે તે બળવો નથી, પરંતુ ‘માર્ચ ફોર જસ્ટિસ’ છે.

સલમાન ખાનની 34 લાખની ઘડિયાળનું 'રામ' સાથે કનેક્શન, જુઓ ફોટો
શિખર ધવન સાથે ફરી જોવા મળી સોફી શાઈન, શેર કર્યો લગ્નનો ફોટો
Astrology of moles : શરીર પર તમારે આ જગ્યાએ તલ છે ? તો થશે મોટો લાભ
Chaitra Navratri 2025: શું નવરાત્રિ દરમિયાન લગ્ન, મુંડન કે ગૃહ પ્રવેશ જેવા શુભ કાર્યો કરી શકાય?
ઘરમાં લવિંગની સાથે પ્રગટાવો આ વસ્તુ, તમારી તિજોરી પૈસાથી ભરાઈ જશે!
Summer Season: ઉનાળામાં કેટલું પાણી પીવું જોઈએ?

આ પણ વાંચો : PM Modi ના અમેરિકન પ્રવાસે ભરી દિધી સરકારની ઝોળી, આ રીતે મળશે દેશને મજબુત ઇકોનોમી

મોસ્કોમાં આતંકવાદ વિરોધી પ્રવૃત્તિઓનો સામનો કરવાનો આદેશ

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, મોસ્કોના મેયર સર્ગેઈ સોબ્યાનિને રાજધાનીમાં આતંકવાદ વિરોધી ગતિવિધિઓ સાથે કામ કરવા માટે આદેશ જાહેર કર્યા છે. આ દરમિયાન ઘણા વિસ્તારોમાં સડકો પર સેના તૈનાત હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. વાહનોની પણ તપાસ કરવામાં આવી રહી છે. વૈગનર ચીફ પ્રિગોઝિનના દાવાઓ વચ્ચે રશિયાની રાજધાનીમાં સુરક્ષા પગલાં વધારવામાં આવ્યા છે. તેઓ ખાસ કરીને રશિયન સૈન્યના વરિષ્ઠ સૈન્ય અધિકારી સામે વિરોધ કરી રહ્યા છે, જેમણે કથિત રીતે તેમને વૈગનર લડવૈયાઓને જરૂરી શસ્ત્રો આપ્યા ન હતા.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">