Russia Ukraine War: અમેરિકાની ગુપ્ત માહિતીના આધારે યુદ્ધમા રશિયાના સૈન્ય જનરલને મારી રહ્યું છે યુક્રેન

|

May 06, 2022 | 7:30 AM

Russia Ukraine War: રશિયાએ રેલવે સ્ટેશન્સ અને અન્ય સપ્લાય-લાઈનને નિશાન બનાવીને યુક્રેન પર બોમ્બમારો કર્યો. રશિયન એરક્રાફ્ટ અને આર્ટિલરીનો હેતુ યુક્રેનમાં પશ્ચિમી શસ્ત્રોના પ્રવાહને રોકવાનો હતો.

Russia Ukraine War:  અમેરિકાની ગુપ્ત માહિતીના આધારે યુદ્ધમા રશિયાના સૈન્ય જનરલને મારી રહ્યું છે યુક્રેન
Russian battleship Moskva

Follow us on

યુક્રેન-રશિયા યુદ્ધ (Russia Ukraine War) આજે 71 દિવસ થયા બાદ પણ પૂર્ણ થવાનું નામ નથી લઇ રહ્યુ. રશિયાના સૈનિકો દ્વારા યુક્રેનના શહેરો પર હજુ પણ હુમલા કરવામાં આવી રહ્યા છે. યુદ્ધના પગલે ઘણા દેશો રશિયાની વિરુધ્ધમાં છે. તો અમેરિકા (America), બ્રિટન (Britain) સહિત વિશ્વના ઘણા દેશો યુક્રેનની મદદ કરી રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક વરિષ્ઠ અમેરિકી અધિકારીએ તો દાવો કર્યો છે કે યુએસ યુક્રેનમાં રશિયન એકમોની હલચલ વિશે ગુપ્ત માહિતી આપી રહ્યું છે. યુએસની મદદથી યુક્રેન દ્વારા ઘણા રશિયન જનરલોને નિશાન બનાવવામાં આવ્યા છે. યુક્રેન દાવો કરે છે કે તેણે યુદ્ધમાં 12 રશિયન ફ્રન્ટલાઈન જનરલોને માર્યા છે.

સૈન્ય વિશ્લેષકો પણ યુક્રેનના આ દાવાથી ચોંકી ગયા છે, કારણ કે કોઈપણ દેશ આટલા વિશ્વાસ સાથે આ દાવો કરી શકે નહીં. પરંતુ સત્ય એ છે કે બિડેન યુદ્ધ દરમિયાન યુક્રેન સાથે વાસ્તવિક સમયની ગુપ્ત માહિતી શેર કરી રહ્યું છે. એક અમેરિકી અધિકારીએ નામ જાહેર ન કરવાની શરતે જણાવ્યું કે અમેરિકાએ હાલમાં જ યુક્રેનને ડોનબાસ ક્ષેત્રમાં રશિયન યુદ્ધ યોજના અંગે માહિતી આપી હતી. જો કે, અધિકારીઓએ એ નથી જણાવ્યું કે યુએસની મદદથી કેટલા રશિયન જનરલો મૃત્યુ પામ્યા.

બેલારુસે સ્વીકાર્યુ કે યુક્રેન યુદ્ધ લાંબુ ખેંચાયુ

બેલારુસના રાષ્ટ્રપતિ એલેક્ઝાંડર લુકાશેન્કોએ કહ્યું કે તેમને નહોતુ લાગતું કે યુક્રેન સામે રશિયાનું યુદ્ધ આટલું લાંબુ ચાલશે. તેમણે દાવો કર્યો કે, તે યુદ્ધને રોકવા માટે બધું જ કરી રહ્યા છે. લુકાશેન્કો શરૂઆતથી જ યુક્રેન પર રશિયાની સૈન્ય કાર્યવાહીનો બચાવ કરતા આવ્યા છે. તેમણે યુક્રેન પર “રશિયાને ઉશ્કેરવા”નો આરોપ મૂક્યો. સાથે જ ભારપૂર્વક પરમાણુ શસ્ત્રોનો ઉપયોગ અસ્વીકાર્ય હોવાનું જણાવ્યુ.

આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024

મસ્કવા યુદ્ધ પછી T-90M ટેન્ક નાશ પામી

યુક્રેન સાથેના યુદ્ધમાં રશિયાએ કાળા સાગરમાં તેનુ મસ્કવા યુદ્ધ જહાજ ગુમાવ્યા બાદ બીજો મોટો આંચકો લાગ્યો છે. યુક્રેનના સમાચાર પત્ર કિવ ઈન્ડિપેન્ડન્ટે 4 મેના રોજ એક ફોટો શેર કર્યો હતો, જેમાં રશિયન T-90M ટેન્કનો ભંગાર દર્શાવવામાં આવ્યો હતો. તેમાં એવું કહેવામાં આવ્યું હતું કે યુક્રેનના સૈનિકોએ દેશના પૂર્વોત્તર ખારકીવ ક્ષેત્રમાં આ ટેન્ક પર સીધો હુમલો કર્યો હતો. રશિયન સેના પાસે હાલમાં આવી માત્ર 100 ટેન્ક છે. આમાં ઓટોમેટિક ડિફેન્સ સિસ્ટમ ઉપરાંત ઘણી આધુનિક સિસ્ટમ લગાવવામાં આવી છે. જ્યારે મિસાઇલ ત્રાટકે છે, ત્યારે આ ટેન્ક સ્મોક ગ્રેનેડ છોડે છે અને દુશ્મનનો ખરાબ રીતે નાશ કરે છે.

યુક્રેનના સૈન્યએ ગુરુવારે જણાવ્યું હતું કે તેણે દક્ષિણમાં કેટલાક વિસ્તારો ફરીથી કબજે કર્યા છે અને પૂર્વમાં હુમલો કરી રહેલા રશિયન સૈન્યને બહાર ધકેલી દીધુ છે. દસ અઠવાડિયાથી રશિયા અને યુક્રેન વચ્ચે ગામડે ગામડે યુદ્ધ ચાલી રહ્યું છે. મોસ્કો પૂર્વીય ઔદ્યોગિક શહેર ડોનબાસને કબજે કરવા માટે સંઘર્ષ કરી રહ્યું છે.

રશિયાએ રેલવે સ્ટેશન્સ અને અન્ય સપ્લાય-લાઈનને નિશાન બનાવીને યુક્રેન પર બોમ્બમારો કર્યો. રશિયન એરક્રાફ્ટ અને આર્ટિલરીનો હેતુ યુક્રેનમાં પશ્ચિમી શસ્ત્રોના પ્રવાહને રોકવાનો હતો.

Published On - 7:28 am, Fri, 6 May 22

Next Article