Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ યુદ્ધ વચ્ચે કહ્યું કે, રશિયન સેના ઓડેસા પર બોમ્બમારો કરવાની તૈયારીમાં છે
ક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ રવિવારે કહ્યું કે, રશિયન દળો યુક્રેનના બ્લેક સીના કિનારે આવેલા ઓડેસા શહેર પર બોમ્બમારો કરવાની તૈયારી કરી રહ્યા છે.
Russia Ukraine War: યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ (Ukrainian President Volodymyr Zelenskiy) રવિવારે કહ્યું કે, રશિયન દળો યુક્રેનના બ્લેક સીના કિનારે આવેલા ઓડેસા શહેર પર બોમ્બમારો કરવાની તૈયારી કરી રહ્યા છે. તમને જણાવી દઈએ કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા 10 દિવસથી યુદ્ધ ચાલી રહ્યું છે અને આજે આ યુદ્ધનો 11મો દિવસ છે. રશિયા તરફથી યુક્રેનના વિવિધ શહેરોમાં સતત હુમલા થઈ રહ્યા છે. રાજધાની કિવ, ખાર્કિવ સહિત અન્ય શહેરોમાં રશિયન હુમલા ચાલુ છે. રશિયા યુક્રેનના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી રહ્યું છે.
રશિયા અને યુક્રેન વચ્ચેના આ યુદ્ધમાં ન તો પુતિન પીછેહઠ કરી રહ્યા છે અને ન તો યુક્રેનના રાષ્ટ્રપતિ હાર માની લેવા તૈયાર છે. આવી સ્થિતિમાં બંને દેશો વચ્ચે આ સંઘર્ષ કેટલો સમય ચાલશે તે જાણી શકાયું નથી. બંને દેશો વચ્ચે ફાટી નીકળેલા યુદ્ધને કારણે લાખો લોકોને પડોશી દેશોમાં શરણ લેવાની ફરજ પડી છે. યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 1.5 મિલિયન લોકો દેશ છોડી ચૂક્યા છે.
યુક્રેનના ત્રીજા ન્યુક્લિયર પ્લાન્ટ પર રશિયાની નજર
રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ અમેરિકી સાંસદો સાથે વાત કરતા કહ્યું કે, રશિયાએ યુક્રેનના બે પરમાણુ પ્લાન્ટ પર કબજો કરી લીધો છે. હવે રશિયન સેના ત્રીજા પરમાણુ પ્લાન્ટને કબજે કરવા માટે આગળ વધી રહી છે. જ્યારે યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સકીએ કહ્યું કે, હાલમાં યુઝ્નોક્રેઇન્સ્ક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ, જે માયકોલેવ પ્રદેશથી લગભગ 120 કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે જે જોખમમાં છે. આ પ્લાન્ટ ગમે ત્યારે રશિયાના હાથમાં જવાનો ભય છે. રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધને 11 દિવસ થઈ ગયા છે.
રશિયાના રાષ્ટ્રપતિ પુતિન પહેલા દિવસથી ખોટું બોલી રહ્યા છે: જર્મન રાજદૂત
યુક્રેન કટોકટી પર ભારતમાં જર્મન રાજદૂત વોલ્ટર જે લિન્ડનર (German Envoy to India)એ રવિવારે કહ્યું કે, ભારતની રાજદ્વારી સેવાઓ ઉત્તમ છે. તેઓ જાણે છે કે શું કરવું. તેમણે કહ્યું કે, આ સંકટ માત્ર યુક્રેન અથવા યુરોપિયન યુનિયન વિશે નથી પરંતુ તે વૈશ્વિક વિશ્વ વ્યવસ્થા વિશે છે. આની સામે આપણે સૌએ સાથે મળીને ઊભા રહેવાનું છે. આટલું જ નહીં તેમણે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પર પણ નિશાન સાધ્યું. તેમણે કહ્યું કે, રશિયન રાષ્ટ્રપતિ પુતિન પહેલા દિવસથી જૂઠું બોલી રહ્યા છે.
યુક્રેનનો દાવો- 11 હજારથી વધુ રશિયન સૈનિકો માર્યા ગયા
યુક્રેને દાવો કર્યો હતો કે તેણે યુદ્ધમાં અત્યાર સુધીમાં 11 હજારથી વધુ રશિયન સૈનિકોને માર્યા છે. આ સાથે મોટી સંખ્યામાં રશિયન હથિયારોનો પણ નાશ કરવામાં આવ્યો છે. નાશ પામેલા હથિયારોમાં 48 હેલિકોપ્ટર, 285 ટેન્ક, 44 સૈન્ય વિમાન, 60 ઈંધણ ટેન્ક, 2 બોટ અને અન્ય હથિયારોનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: India-Bangladesh Border: BSF જવાન પર તસ્કરોએ કર્યો હુમલો, જવાબી કાર્યવાહીમાં એક દાણચોર ઠાર મરાયો