Russia-Ukraine War: યુક્રેનના મારીયુપોલથી હજારો લોકો જીવ બચાવીને ભાગ્યા, પોલીસ અધિકારીએ મદદ માટે બાઈડેન અને મેક્રોનને કરી અપીલ
શનિવારે રશિયન સેના દ્વારા ઘેરાયેલા યુક્રેનના શહેરોમાંથી સ્થળાંતર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લોકોના સલામત સ્થળાંતર માટે બનાવેલા 10માંથી 8 માનવતાવાદી કોરિડોર દ્વારા કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું.
શનિવારે રશિયન સેના (Russian Army) દ્વારા ઘેરાયેલા યુક્રેનના (Ukraine) શહેરોમાંથી સ્થળાંતર કરાવવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. લોકોના સલામત સ્થળાંતર માટે બનાવેલા 10માંથી 8 માનવતાવાદી કોરિડોર દ્વારા કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું. યુક્રેનના નાયબ વડા પ્રધાન ઇરીના વેરેશચુકે (Iryna Vereshchuk) જણાવ્યું હતું કે, કુલ 6,623 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતું, જેમાંથી 4,128 મારીયુપોલના હતા. આ તમામ લોકોને યુક્રેનના ઉત્તર-પશ્ચિમ શહેર ઝાપોરિઝિયા લઈ જવામાં આવ્યા છે. રશિયન સેના મેરીયુપોલની અંદર ઝડપથી આગળ વધી રહી છે અને તેણે શહેરને નષ્ટ કરી દીધું છે.
શનિવારે, યુક્રેનિયન બંદર શહેર મારીયુપોલમાં ભીષણ લડાઈ જોવા મળી હતી. જેના કારણે એક મોટો સ્ટીલ પ્લાન્ટ બંધ કરવો પડ્યો હતો. સ્થિતિ એવી બની છે કે, શહેરના સત્તાવાળાઓએ પશ્ચિમી દેશોને મદદ માટે અપીલ કરી છે. મેરીયુપોલનું રશિયાના હાથમાં આવવું એ એક મોટો ઘટનાક્રમ છે. કારણ કે તે આ રીતે યુક્રેનમાં આગળ વધવાનો પ્રયાસ કરી રહ્યો છે. જો કે, યુક્રેનના અન્ય શહેરોમાં તેને સફળતા નથી મળી રહી છે. છેલ્લા ત્રણ અઠવાડિયાથી તેની સેનાને આ શહેરોની બહાર રાખવામાં આવી છે. રુસ-યુક્રેન યુદ્ધને બીજા વિશ્વયુદ્ધ પછીના સૌથી મોટા ગ્રાઉન્ડ હુમલા તરીકે જોવામાં આવે છે.
મારીયુપોલ પોલીસ અધિકારીએ બાઈડેન-મેક્રોનની માંગી મદદ
તે જ સમયે, મારીયુપોલમાં રશિયન હુમલાથી થયેલી તબાહીનું વર્ણન કરતા એક પોલીસ અધિકારીએ અમેરિકા અને ફ્રાંસને મદદની અપીલ કરી છે. તેમણે યુક્રેનને તેની આધુનિક હવાઈ સંરક્ષણ પ્રણાલી પ્રદાન કરવા વિનંતી કરી છે. બરબાદ શહેરના પોલીસ અધિકારી મિશેલ વર્સુનિન, યુએસ પ્રમુખ જો બાઈડન અને ફ્રાન્સના પ્રમુખ એમેન્યુઅલ મેક્રોનને કહેતા એક વિડિયો પોસ્ટ બહાર પાડી હતી કે તેઓએ મદદની ખાતરી આપી હતી, પરંતુ તેમને શું મળ્યું તે મદદ નથી.
વીડિયોમાં અધિકારીએ શું કહ્યું?
વિડિયોમાં, બાઈડેન અને મેક્રોન બંનેએ વિશ્વના નેતાઓને તેમના નાગરિકોના જીવન બચાવવા માટે અપીલ કરી છે. શુક્રવારે ફિલ્માવવામાં આવેલા એક વિડિયોમાં અધિકારીએ રશિયન ભાષામાં કહ્યું હતું કે, “બાળકો અને વૃદ્ધો પણ મરી રહ્યા છે.” આખું શહેર બરબાદ થઈ ગયું છે.’ મિશેલ વર્શેનિને કહ્યું, ‘તમે વચન આપ્યું હતું કે તમે મદદ કરશો. તો અમને મદદ કરો. બાઈડેન, મેક્રોન, તમે એક મહાન નેતા છો. આ યુદ્ધનો અંત લાવવા માટે ઉભા થાઓ.
આ પણ વાંચો: બ્રિટાનિયા મહિલા કર્મચારીઓની સંખ્યા વધારશે, વર્ષ 2024 સુધીમાં કંપનીમાં મહિલાઓનું યોગદાન 50 ટકા હશે
આ પણ વાંચો: અહીં ઇંધણ પાછળનો ખર્ચ ઘટાડવા Four Working Days Formula અપનાવવામાં આવશે, જાણો વિગતવાર