AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: યુક્રેનની રાજધાની કિવ પર રશિયા ગમે ત્યારે કરી શકે છે કબજો, થોડા કલાકોમાં તખ્તાપલટની ચાલી રહી છે તૈયારીઓ

નિષ્ણાતોના મતે, જો આવું થાય છે, તો તે વિશ્વની સૌથી ટૂંકી તખ્તાપલટ હશે. રશિયા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી (Volodymyr Zelenskyy) ને બનાવી શકે છે યુદ્ધ કેદી

Russia-Ukraine War: યુક્રેનની રાજધાની કિવ પર રશિયા ગમે ત્યારે કરી શકે છે કબજો, થોડા કલાકોમાં તખ્તાપલટની ચાલી રહી છે તૈયારીઓ
રશિયાએ યુક્રેનના 11 શહેરો પર હુમલો કર્યો છે, જેમાં ઓડેસાને સૌથી વધુ નુકસાન થયું છે. (ફોટો- AP/PTI)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 25, 2022 | 7:10 AM
Share

યુક્રેન (Ukraine) પર રશિયાના (Russia) હુમલા વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે ( Russia Ukraine crisis). એવું કહેવામાં આવી રહ્યું છે કે રશિયન સેના બહુ જલ્દી યુક્રેનની રાજધાની કિવ પર કબજો કરી શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો રશિયન સેના કિવ પર કબજો કરી લે છે, તો રશિયન સેના આજે રાત્રે યુક્રેનમાં બળવો કરશે. નિષ્ણાતોના મતે, જો આવું થાય છે, તો તે વિશ્વની સૌથી ટૂંકી તખ્તાપલટ હશે. તે જ સમયે, એવા સમાચાર પણ છે કે રશિયા યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકી (Volodymyr Zelenskyy) ને યુદ્ધ કેદી બનાવી શકે છે.

આપને જણાવી દઈએ કે રશિયા છેલ્લા 16 કલાકથી સતત યુક્રેન પર હુમલો કરી રહ્યું છે. રશિયન આર્મી, એરફોર્સ યુક્રેનના તમામ મહત્વના સ્થળો પર સંપૂર્ણ બળ સાથે બોમ્બમારો કરી રહી છે. રશિયન હેલિકોપ્ટર યુક્રેનના આકાશમાં સતત ફરતા રહે છે. ટેન્ક અને તોપો જમીન પર પોતાની શક્તિ બતાવી રહી છે. હાલ સમગ્ર યુક્રેનમાં ગભરાટનો માહોલ છે. રશિયાએ યુક્રેનને ત્રણ બાજુથી ઘેરી લીધું છે. હાલ સમગ્ર યુક્રેનમાં ગભરાટનો માહોલ છે. રશિયાએ યુક્રેનને ત્રણ બાજુથી ઘેરી લીધું છે. તે આજે સવારે શરૂ થયું, જ્યારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુટિને (Russian President Vladimir Putin) પૂર્વ ડોનબાસમાં લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી. બીજી જ ક્ષણે યુક્રેન પર મિસાઈલોથી હુમલો કરવામાં આવ્યો.

ટેન્કો અને રશિયન સૈન્ય યુક્રેનમાં ત્રણ બાજુથી પ્રવેશ્યા. પછી રશિયન સૈન્યએ યુક્રેનના પૂર્વ, ઉત્તર અને દક્ષિણ વિસ્તારોને ફાઇટર જેટ, એટેક હેલિકોપ્ટર અને બોમ્બથી ઘેરી લીધા, ખાસ કરીને બેલારુસથી ઉત્તરીય પ્રદેશમાંથી યુક્રેનમાં પ્રવેશ કર્યો. દક્ષિણ ભાગમાં, રશિયન સેનાએ ક્રિમીઆમાંથી પ્રવેશ લીધો. આ સિવાય રશિયન સેના યુક્રેનની પૂર્વ દિશામાં યુક્રેનમાં પ્રવેશી હતી.

રશિયાએ NATO અને યુરોપિયન યુનિયનને આપી ધમકી

યુક્રેન બાદ હવે રશિયાએ નાટો અને યુરોપિયન યુનિયનને ધમકી આપી છે. રશિયાએ કહ્યું કે જો તે હુમલો કરશે તો તેને ભારે કિંમત ચૂકવવી પડશે. વળી, યુક્રેન પર રશિયાના હુમલા વિશે નાટોના મહાસચિવ જેન્સ સ્ટોલ્ટનબર્ગે (NATO Secretary General Jens Stoltenberg) કહ્યું છે કે જો રશિયા યુક્રેન પર આ જ રીતે હુમલો કરવાનું ચાલુ રાખશે, તો અમે તેના હુમલાનો જવાબ આપવા માટે 100 થી વધુ ફાઇટર પ્લેનને હાઇ એલર્ટ પર રાખ્યા છે. જેન્સ સ્ટોલ્ટનબર્ગે કહ્યું કે અમારી પાસે અમારા એરસ્પેસની સુરક્ષા માટે 100થી વધુ ફાઈટર એરક્રાફ્ટ છે અને ભૂમધ્ય સમુદ્ર સુધીના સમુદ્રમાં 120થી વધુ યુદ્ધ જહાજો હાઈ એલર્ટ પર છે.

આ પણ વાંચો: Russia Ukraine War: PM મોદીએ રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે કરી વાત, ભારતીય નાગરિકો પર વ્યક્ત કરી ચિંતા, કહ્યું- વાતચીતથી લાવો સમસ્યાનો ઉકેલ

આ પણ વાંચો: Russia-Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે ભારતે હંગેરી સ્થિત એમ્બેસીમાંથી ટીમ મોકલી

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">