AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia-Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે ભારતે હંગેરી સ્થિત એમ્બેસીમાંથી ટીમ મોકલી

ભારતીય નાગરિકોને લાવવા ગુરુવારે રવાના થયેલ એર ઈન્ડિયાના વિમાનને રશિયાની સૈન્ય કાર્યવાહી બાદ યુક્રેનની એરસ્પેસ બંધ કરી દેવામાં આવતા તેને પરત દિલ્હી બોલાવવામાં આવ્યું હતું.

Russia-Ukraine War: યુક્રેનમાં ફસાયેલા ભારતીયોની મદદ માટે ભારતે હંગેરી સ્થિત એમ્બેસીમાંથી ટીમ મોકલી
Russia-Ukraine War (Symbolic Photo)
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 10:04 PM
Share

રશિયા (Russia) ના હુમલા બાદ યુક્રેને (Ukraine) પોતાની એરસ્પેસ બંધ કરી દીધી છે. હંગેરીમાં ભારતીય દૂતાવાસે (Embassy of India in Hungary) ગુરુવારે કહ્યું કે તેણે સંકટગ્રસ્ત દેશમાં ફસાયેલા ભારતીય નાગરિકો (Indian Citizens) ની મદદ માટે એક ટીમ મોકલી છે. હંગેરીમાં ભારતીય દૂતાવાસે ટ્વિટ કર્યું છે કે હંગેરીમાં ભારતીય દૂતાવાસના કર્મચારીઓ અને અધિકારીઓને યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને બહાર કાઢવામાં મદદ કરવા માટે જોહાની બોર્ડર પોસ્ટ પર મોકલવામાં આવ્યા છે. આ લોકો યુક્રેનમાંથી ભારતના નાગરિકોને પરત લાવવાની વ્યવસ્થા કરશે. હંગેરિયન સરકાર પણ દૂતાવાસને સંપૂર્ણ મદદ કરી રહી છે. એમ પણ કહ્યું કે ભારત સરકાર પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહી છે અને સ્થળાંતર યોજનાઓ પર કામ કરવામાં આવી રહ્યું છે.

બીજી તરફ, રશિયાની સૈન્ય કાર્યવાહી બાદ યુક્રેનની એરસ્પેસ બંધ કરી દેવામાં આવતાં ત્યાંથી ભારતીય નાગરિકોને લાવવા ગુરુવારે રવાના થયેલા એર ઈન્ડિયાના વિમાનને પરત દિલ્હી બોલાવવામાં આવ્યું હતું. યુક્રેનિયન સત્તાવાળાઓએ ગુરુવારે સવારે દિલ્હીથી પ્લેન ઉપડ્યા પછી એક NOTM (નોટિસ ટુ એરમેન) જારી કર્યું, જેમાં જણાવ્યું હતું કે નાગરિક ઉડ્ડયન માટે સંભવિત જોખમને કારણે યુક્રેનની અંદર સિવિલ એરક્રાફ્ટ ફ્લાઇટ્સ સ્થગિત કરવામાં આવી છે.

વિમાન ઈરાનના એરસ્પેસથી દિલ્હી પરત ફર્યું હતું

અધિકારીઓએ જણાવ્યું કે ત્યારબાદ એર ઈન્ડિયા અને કેન્દ્ર સરકારે પ્લેનને દિલ્હી પરત લાવવાનો નિર્ણય કર્યો. તેણે જણાવ્યું કે ત્યારબાદ વિમાન ઈરાનના એરસ્પેસથી દિલ્હી પરત ફર્યું. એરલાઇનના પ્રવક્તાએ જણાવ્યું હતું કે એર ઇન્ડિયા ફ્લાઇટ નંબર 1947 પાછી આવી રહી છે કારણ કે કિવએ નોટમ જારી કર્યું છે. વિમાને સવારે 7.30 વાગ્યે ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટથી કિવ માટે ઉડાન ભરી હતી. ગુરુવારે લગભગ 1 વાગે વિમાન ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર પરત ફર્યું હતું.

દરમિયાન, યુક્રેન ઇન્ટરનેશનલ એરલાઇન્સનું એક વિમાન કિવથી સવારે લગભગ પોણા આઠ વાગ્યે દિલ્હી એરપોર્ટ પહોંચ્યું હતું. STIC ગ્રૂપના ડિરેક્ટર અંજુ વરિયાએ જણાવ્યું હતું કે પ્લેનમાં 182 ભારતીય નાગરિકો સવાર હતા અને તેમાંથી મોટા ભાગના વિદ્યાર્થીઓ છે. અઠવાડિયાના વધતા તણાવ પછી, રશિયાએ ગુરુવારે યુક્રેન વિરુદ્ધ લશ્કરી કાર્યવાહીની જાહેરાત કરી.

આ પણ વાંચો: Russia Ukraine War: યુક્રેન મુદ્દે પીએમ મોદી થોડીવારમાં યોજી શકે છે ઉચ્ચ સ્તરીય બેઠક, અજીત ડોભાલ પણ રહેશે હાજર

આ પણ વાંચો: Russia Ukraine Crisis: યુક્રેનના રાજદૂતે પીએમ મોદી પાસે માંગી મદદ, કહ્યું- ભારત છે પાવરફૂલ ગ્લોબલ પ્લેયર, પુતિનને રોકવામાં કરો મદદ

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">