AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Russia Ukraine Crisis: યુક્રેનના રાજદૂતે પીએમ મોદી પાસે માંગી મદદ, કહ્યું- ભારત છે પાવરફૂલ ગ્લોબલ પ્લેયર, પુતિનને રોકવામાં કરો મદદ

ભારતમાં યુક્રેનના રાજદૂત ડો.ઇગોર પોલિખાએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત સરકારના હસ્તક્ષેપની માંગ કરી છે. યુક્રેનના રાજદૂતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરવા વિનંતી કરી છે.

Russia Ukraine Crisis: યુક્રેનના રાજદૂતે પીએમ મોદી પાસે માંગી મદદ, કહ્યું- ભારત છે પાવરફૂલ ગ્લોબલ પ્લેયર, પુતિનને રોકવામાં કરો મદદ
Vladimir Putin and PM Narendra modi
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 24, 2022 | 5:21 PM

યુક્રેન (Ukraine) પર ચાલી રહેલા રશિયન (Russia) હુમલા વચ્ચે ભારતમાં યુક્રેનના રાજદૂતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)ને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથે વાત કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે ભારત આ સમયે એક શક્તિશાળી વૈશ્વિક ખેલાડી બની ગયું છે અને તેણે આ મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ સાથે વાત કરવી જોઈએ. તેમણે કહ્યું કે ભારત અને રશિયા વચ્ચે સારા સંબંધો છે, આવી સ્થિતિમાં અમને ખાતરી છે કે રશિયન રાષ્ટ્રપતિ ભારતના વડાપ્રધાનની વાત ચોક્કસ સાંભળશે.

ભારતમાં યુક્રેનના રાજદૂત ડો.ઈગોર પોલિખાએ રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા સંઘર્ષ વચ્ચે ભારત સરકારના હસ્તક્ષેપની માંગ કરી છે. યુક્રેનના રાજદૂતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરવા વિનંતી કરી છે. તેમણે કહ્યું છે કે આ સમયે યુક્રેનમાં જે પ્રકારની સ્થિતિ સર્જાઈ છે તેને જોતા અમે આ મામલે ભારતના હસ્તક્ષેપની માંગ કરીએ છીએ. ભારત હવે એક શક્તિશાળી વૈશ્વિક ખેલાડી છે.

શ્રાવણ મહિનામાં આ સ્થળોએ દીવા પ્રગટાવો, ભાગ્યના ખુલશે દ્વાર
વરસાદમાં ભીના શૂઝ પહેરવાથી પગમાં ફંગલ ઇન્ફેક્શન થઈ શકે છે, જાણો તેનાથી કેવી રીતે બચવું
સવાર-સવારમાં ગાય દરવાજે આવીને ઉભી રહે તો કઈ વાતનો સંકેત મળે છે?
લગ્નના 7 વર્ષ બાદ અલગ થયું આ સ્ટાર કપલ,જુઓ પરિવાર
10 વર્ષ ડેટ કરી લગ્ન કર્યા, હવે 7 વર્ષ બાદ અલગ થવાનો લીધો નિર્ણય જુઓ સાયના નહેવાલનો પરિવાર
આજનું રાશિફળ તારીખ : 14-07-2025

આવી સ્થિતિમાં અન્ય મોટા દેશોની જેમ ભારતે પણ આ મામલે પોતાની ભૂમિકા બતાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલમાં વિશ્વના સૌથી શક્તિશાળી નેતાઓમાંના એક છે. તમામ દેશોના નેતાઓ તેમનું સંપૂર્ણ સન્માન કરે છે. રશિયા સાથે ભારતના ઘણા સારા સંબંધો છે.

યુક્રેનના રાજદૂત ડો.ઈગોર પોલીખાએ કહ્યું કે, મને ખબર નથી કે વિશ્વના કેટલા દેશો આ મુદ્દે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન સાથે વાત કરી રહ્યા છે, પરંતુ હું ઈચ્છું છું કે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી રશિયન રાષ્ટ્રપતિને હવે રોકવા કહે.

યુક્રેનના 11 શહેરોને નિશાન બનાવવામાં આવ્યા હતા

તમને જણાવી દઈએ કે રશિયન સૈનિકોએ ગુરુવારે યુક્રેન પર હુમલો કર્યો અને એક સાથે 11 શહેરોને નિશાન બનાવ્યા. હુમલા અને પ્રતિબંધોની આંતરરાષ્ટ્રીય નિંદાને અવગણીને રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિને અન્ય દેશોને ચેતવણી આપી હતી કે રશિયન કાર્યવાહીમાં દખલ કરવાના કોઈપણ પ્રયાસના પરિણામો તેઓ પહેલાં ક્યારેય જોયા નથી.

વહેલી સવારે કિવ, ખાર્કિવ, ઓડેસા અને યુક્રેનના અન્ય શહેરોમાં જોરદાર વિસ્ફોટો સાંભળવામાં આવ્યા હતા. તે જ સમયે વિશ્વના ઘણા દેશોના નેતાઓએ રશિયન આક્રમણની નિંદા કરી, જેનાથી જીવન અને સંપત્તિનું મોટું નુકસાન થઈ શકે છે અને આ (હુમલો) યુક્રેનની ચૂંટાયેલી સરકારને ઉથલાવી શકે છે.

આ પણ વાંચો: Share Market Crash : રશિયાના યુક્રેન ઉપર હુમલાના અહેવાલના પગલે બજારો તૂટ્યા, Sensex માં 2000 અંકનો કડાકો

આ પણ વાંચો: Russia-Ukraine War : ક્યાંક ટેંક તો ક્યાંક એર ડિફેન્સ સિસ્ટમ થઈ નષ્ટ, જાણો અત્યાર સુધી રશિયા-યુક્રેનને ક્યા કેટલું થયુ નુકસાન ?

g clip-path="url(#clip0_868_265)">