Russia-Ukraine War: રશિયાની અર્થવ્યવસ્થાને વધુ એક ફટકો, વિઝા અને માસ્ટરકાર્ડે તમામ વ્યવહારો બંધ કરવાનો નિર્ણય લીધો
બેંકિંગ જાયન્ટ્સ માસ્ટરકાર્ડ અને વિઝાએ રશિયામાં તમામ વ્યવહારો બંધ કરી દીધા છે. કંપનીએ આ નિર્ણય યુક્રેનમાં રશિયન કાર્યવાહી સામે લીધો છે.
રશિયા અને યુક્રેન વચ્ચે સતત 11માં દિવસે યુદ્ધ ચાલુ છે. રશિયાને રોકવા માટે અમેરિકા સહિત અનેક મોટા દેશોએ આર્થિક પ્રતિબંધો લગાવીને તેની અર્થવ્યવસ્થાની કમર તોડવાનો પ્રયાસ શરૂ કર્યો છે. અમેરિકન પેમેન્ટ ફર્મ વીઝા ઇન્ક ( Visa Inc.) અને મોસ્ટર કાર્ડ (Mastercard Inc.)એ યુક્રેન હુમલાને લઈને રશિયામાં તમામ વ્યવહારો બંધ કરી દીધા છે. રશિયન બેંકો દ્વારા જાહેર કરાયેલ તેમના કાર્ડ હવે દેશની બહાર કામ કરશે નહીં.
વિઝાએ એક નિવેદન જાહેર કરીને જણાવ્યું છે કે વિઝા રશિયામાં તેના ગ્રાહકો અને તેમના ભાગીદારો સાથે આગામી દિવસોમાં તમામ વિઝા વ્યવહારો બંધ કરવા માટે કામ કરશે. જ્યારે વ્યવહાર પૂર્ણ થશે બંધ થઈ જશે. રશિયામાં જાહેર કરાયેલા વિઝા કાર્ડથી શરૂ કરાયેલા તમામ વ્યવહારો હવે દેશની બહાર કામ કરશે નહીં. કંપનીએ કહ્યું કે યુક્રેન સંકટને કારણે તેનો નિર્ણય લેવામાં આવ્યો છે.
તમને જણાવી દઈએ કે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના યુક્રેન પર આક્રમણ બાદ તેની અર્થવ્યવસ્થાને આંતરરાષ્ટ્રીય સમુદાયથી અલગ કરવાના ભાગરૂપે આ પગલું લેવામાં આવ્યું છે. Visa Inc.ના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર અલ કેલીએ પોતાના નિવેદનમાં કહ્યું, “આ યુદ્ધ શાંતિ અને સ્થિરતા માટે ખતરો છે.” યુક્રેન પર રશિયન હુમલાના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. યુક્રેન પર રશિયન હુમલાને કારણે અમને આ કાર્યવાહી કરવાની ફરજ પડી છે. યુક્રેન પર હુમલાને કારણે વિશ્વભરની અન્ય કેટલીક કંપનીઓએ પણ રશિયા અને તેના લોકો પર નાણાકીય દબાણ વધારવા માટે પગલાં લીધાં છે.”
આ કિસ્સામાં માસ્ટરકાર્ડે કહ્યું છે કે રશિયન બેંકો દ્વારા જાહેરી કરાયેલ કાર્ડ હવે તેના નેટવર્ક દ્વારા કામ કરશે નહીં અને દેશની બહાર જાહેર કરાયેલ કોઈપણ કાર્ડ રશિયન સ્ટોર્સ અથવા એટીએમ પર કામ કરશે નહીં. માસ્ટરકાર્ડે તેના નિવેદનમાં વધુમાં કહ્યું કે અમે આ નિર્ણયને હળવાશથી લેતા નથી. રશિયન સેન્ટ્રલ બેંકે એક નિવેદનમાં જણાવ્યું હતું કે રશિયન બેંકો દ્વારા જાહેર કરવામાં આવેલ વિઝા અને માસ્ટરકાર્ડ ઉત્પાદનોની મુદત પૂરી ન થાય ત્યાં સુધી તેનું સંચાલન ચાલુ રહેશે.
આ પણ વાંચો : WhatsApp New Feature: હવે ઈન્ટરનેટ વિના પણ કરી શકશો મેસેજ, જાણો આ ફિચર વિશે
આ પણ વાંચો :Knowledge: જાણો, આઈસ સ્કેટિંગ ખેલાડીઓ કેમ પહેરે છે ચશ્માં, બરફ સાથે તેનો શું છે સંબંધ?