યુદ્ધ જેવા ગંભીર મુદ્દાને લોકો લઇ રહ્યા છે મજાકમાં, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યુ છે #worldwar3

|

Feb 24, 2022 | 2:29 PM

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ચેતવણી આપી છે કે જો કોઈ હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ કરશે તો તેના પરિણામ ગંભીર આવશે. #worldwar3, #RussiaUkraineConflict અને #WWIII બંને દેશો વચ્ચે ટ્વિટર પર ટ્રેન્ડમાં છે.

યુદ્ધ જેવા ગંભીર મુદ્દાને લોકો લઇ રહ્યા છે મજાકમાં, સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થઇ રહ્યુ છે #worldwar3
Amid Military operation war in Ukraine twitter flooded with funny memes and jokes

Follow us on

રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે. જણાવી દઈએ કે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન દ્વારા યુદ્ધની ઘોષણા બાદ યુક્રેનમાં ઘણી જગ્યાએ વિસ્ફોટના અવાજ સંભળાયા છે. રશિયન રાષ્ટ્રપતિએ ચેતવણી પણ આપી છે કે જો કોઈ આમાં દખલ કરવાનો પ્રયાસ કરશે તો પરિણામ ખરાબ આવશે. યુક્રેન પર રશિયન હુમલા પછી ટ્વિટર પર #worldwar3, #RussiaUkraineConflict અને #WWIII ટ્રેન્ડમાં છે.
જો કે ત્રીજા વિશ્વયુદ્ધની વચ્ચે સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે. લોકો આ મુદ્દાને લઈને ફની મીમ્સ શેર કરી રહ્યા છે. આ હેશટેગ્સ સાથે, ટ્વિટર પર જોક્સ અને મીમ્સનો પૂર આવ્યો છે.

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનનું કહેવું છે કે આ યુદ્ધને ટાળી શકાય તેમ નથી તેથી યુક્રેન પર સૈન્ય કાર્યવાહી કરવામાં આવી રહી છે. યુક્રેનિયન બંદર શહેર માર્યુપોલ નજીક વિસ્ફોટનો અવાજ સંભળાયો હતો. વિસ્ફોટના અવાજથી લોકો એકદમ ગભરાઈ ગયા છે. ટ્વિટર પર આને લગતા ફોટા અને વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં તમે જોઈ શકો છો કે શહેરની ઉપરથી ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે. આ યુદ્ધ ફાટી નીકળવાના કારણે જ્યાં ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો તોળાઈ રહ્યો છે ત્યાં સોશિયલ મીડિયા યુઝર્સ મજા માણી રહ્યા છે. લોકો #worldwar3, #RussiaUkraineConflict અને #WWIII હેશટેગ્સ સાથે સતત રમુજી મીમ્સ શેર કરી રહ્યાં છે. જોકે, ઘણા યુઝર્સ યુક્રેન માટે પ્રાર્થના પણ કરી રહ્યા છે.

શરીરમાં આયર્નની કમી હોય તો કેવા લક્ષણો જોવા મળે ?
સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?

રશિયન પ્રમુખે કહ્યું કે સૈન્ય કાર્યવાહીનો ઉદ્દેશ્ય યુક્રેનના ડિમિલિટરાઇઝેશનને સુનિશ્ચિત કરવાનો હતો. પુતિને કહ્યું – તમામ યુક્રેનિયન સૈનિકો જેઓ તેમના હથિયારો નીચે મૂકે છે તેઓ સુરક્ષિત રીતે યુદ્ધ ઝોનમાંથી બહાર નીકળી શકશે. જો કે હજુ સુધી આ મામલે અમેરિકા તરફથી કોઈ નિવેદન આવ્યું નથી.

આ પણ વાંચો –

Russia Ukraine Conflict: યુક્રેનમાં ફસાયા 20 હજારથી વધુ ભારતીય વિદ્યાર્થીઓ, સરકાર પરત લાવવાનો કરી રહી છે પ્રયાસ

આ પણ વાંચો –

Russia Ukraine War Live Updates: રશિયાને જડબાતોબ જવાબ આપવા અમેરિકા તૈયાર, યુક્રેનની મદદ માટે અમેરિકાના 2 બોમ્બરે ભરી ઉડાન

આ પણ વાંચો –

Russia-Ukraine Conflict : યૂક્રેન વિવાદ પર UNSCની ઇમરજન્સી બેઠક, કહ્યું કે, રશિયા પોતાના સૈનિકોને રોકે

Next Article