Russia Ukraine Crisis: જો બાઈડેને યુક્રેનમાં રશિયન સેના સામે લડવાનો ઇનકાર કર્યો, કહ્યું રશિયાને સૌથી મોટુ આર્થિક નુક્શાન પોહચાડીશું, 4 બેંકો પર પ્રતિબંધ મૂકાશે
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે અમે રશિયાના સાયબર હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છીએ. તે જ સમયે, બિડેને કહ્યું કે પુતિન સાથે વાત કરવાનો તેમનો કોઈ ઈરાદો નથી.
Russia Ukraine Crisis: અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને (America President Joe Biden)ગુરુવારે કહ્યું કે રશિયા (Russia) દ્વારા યુક્રેન (Ukraine) પર થયેલા હુમલાની ગંભીર કિંમત ચુકવવી પડશે. રશિયાના દરેક દાવા ખોટા છે. બિડેને કહ્યું કે અમે ચાર મોટી રશિયન બેંકો પર પ્રતિબંધ લાદવા જઈ રહ્યા છીએ. એ પણ કહ્યું કે રશિયા હવે અમેરિકાથી વધુ પૈસા કમાઈ શકશે નહીં. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન(Vladimir Putin) આક્રમક છે, પુતિને આ યુદ્ધ પસંદ કર્યું અને હવે તે અને તેનો દેશ પરિણામ ભોગવશે, અમે જી-7 દેશો સાથે મળીને રશિયાને જવાબ આપીશું.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેને કહ્યું કે રશિયન રાષ્ટ્રપતિ પુતિન સાથે વાત કરવાની મારી કોઈ યોજના નથી. તેઓ ભૂતપૂર્વ સોવિયેત યુનિયનને પુનઃસ્થાપિત કરવા માંગે છે, મને લાગે છે કે તેમની મહત્વાકાંક્ષા આ ક્ષણે આપણે જ્યાં છીએ તેના વિરુદ્ધ છે. બિડેને કહ્યું કે યુક્રેન પર રશિયન હુમલાના પગલે નાટો દળોને મજબૂત કરવા માટે યુએસ વધારાના દળો જર્મનીમાં મોકલી રહ્યું છે.
President of Russia Vladimir Putin is the aggressor. Putin chose this war, and now he and his country will bear the consequences. Sanctions on 4 more Russian banks, including VTB: US President Joe Biden pic.twitter.com/QeoXgK57tx
— ANI (@ANI) February 24, 2022
જો બિડેને કહ્યું કે અમારી સેના યુક્રેનમાં યુદ્ધ નહીં કરે. નાટોના તમામ દેશોને અમારું સમર્થન રહેશે. આ આપણા બધા માટે ખતરનાક સમય છે. નિકાસ નિયંત્રણો રશિયાની અડધાથી વધુ હાઇ-ટેક આયાતને બંધ કરશે. અમે રશિયાના સાયબર હુમલાનો જવાબ આપવા માટે તૈયાર છીએ. બિડેને કહ્યું કે મને ખબર નથી કે પુતિન શું ધમકી આપી રહ્યા છે, (શું રશિયન રાષ્ટ્રપતિ પુતિન પરમાણુ હુમલાની ધમકી આપી રહ્યા છે) મને ખબર છે કે તેણે શું કર્યું છે.તે જ સમયે, જ્યારે અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેનને પૂછવામાં આવ્યું કે શું યુક્રેન રશિયા સંકટ પર ભારત અમેરિકાની સાથે છે, તો બિડેને કહ્યું કે અમે આજે ભારત સાથે ચર્ચા કરી રહ્યા છીએ, અમે તેને સંપૂર્ણ રીતે ઉકેલ્યો નથી.
અગાઉ ગુરુવારે, બિડેને યુક્રેન પર રશિયાના ઉશ્કેરણી વિનાના અને ગેરવાજબી હુમલાના સંયુક્ત પ્રતિસાદ અંગે ચર્ચા કરવા માટે G-7 દેશોના નેતાઓ સાથે ડિજિટલ બેઠક યોજી હતી. રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ગુરુવારે તેમના ટેલિવિઝન સંબોધનમાં કહ્યું હતું કે યુક્રેનમાં સૈન્ય કાર્યવાહી શરૂ કરવાનું તેમનું પગલું પડોશી દેશ દ્વારા આપવામાં આવેલા ધમકીઓના જવાબમાં લેવામાં આવ્યું હતું. પુતિને અન્ય દેશોને પણ ચેતવણી આપી હતી કે જો તેઓ રશિયન સૈન્ય કાર્યવાહીમાં દખલ કરવાનો પ્રયાસ કરશે તો તેઓને તેના પરિણામોનો સામનો કરવો પડશે.