રશિયાએ ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટનું નિયંત્રણ યુક્રેનને પાછું આપ્યું, 1 મહિનાથી વધુ સમય સુધી રાખ્યું પોતાના કબજામાં

રશિયાની (Russia) સેનાએ શુક્રવારે યુક્રેનને ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ સાઇટનું નિયંત્રણ પાછું યુક્રેનને (Ukraine) સોંપ્યું અને રેડિયેશન-દૂષિત સાઇટને છોડી દીધી હતી. યુક્રેનના અધિકારીઓએ આ માહિતી આપી હતી.

રશિયાએ ચેર્નોબિલ પરમાણુ પ્લાન્ટનું નિયંત્રણ યુક્રેનને પાછું આપ્યું, 1 મહિનાથી વધુ સમય સુધી રાખ્યું પોતાના કબજામાં
પ્રતિકાત્મક તસવીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Apr 01, 2022 | 12:00 PM

રશિયાની (Russia) સેનાએ શુક્રવારે યુક્રેનને ચેર્નોબિલ પરમાણુ પાવર પ્લાન્ટ (Chernobyl Nuclear Power Plant) સાઇટનું નિયંત્રણ પાછું યુક્રેનને (Ukraine) સોંપ્યું અને રેડિયેશન-દૂષિત સાઇટને છોડી દીધી હતી. યુક્રેનના અધિકારીઓએ આ માહિતી આપી હતી. રશિયાએ એક મહિના કરતા પણ વધુ સમય પહેલા ચેર્નોબિલ કબજે કરી લીધું હતું. આ સાથે જ કિવની બહાર અને અન્ય મોરચે યુદ્ધ ચાલુ છે. યુક્રેનની સરકારી ઊર્જા કંપની એનર્ગોઆટમે કહ્યું કે, સૈનિકો બંધ પ્લાન્ટમાંથી રેડિયેશનનો ભોગ બની રહ્યા હતા, જે બાદ તેઓ ચેર્નોબિલ છોડીને ચાલ્યા ગયા. જો કે, સ્વતંત્ર રીતે આની પુષ્ટિ કરી શકાતી નથી.

રશિયાના સૈનિકોએ એવા સમયે ચેર્નોબિલમાંથી પીછે હટ કરી લીધી જ્યારે એવા સંકેતો મળી રહ્યા છે કે ક્રેમલિન યુક્રેનમાં પીછેહઠની વાટાઘાટોની આડમાં તેના દળોને દેશની પૂર્વ બાજુએ ફરીથી તૈનાત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમિર ઝેલેન્સકીએ કહ્યું કે, રશિયાએ ઉત્તરમાંથી સૈનિકો પાછા ખેંચી લીધા છે. દેશના મધ્ય ભાગો માત્ર એક દેખાડો છે અને તે દક્ષિણપૂર્વમાં મોટા હુમલાની તૈયારી કરી રહ્યું છે. ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીએ કહ્યું કે, તેને યુક્રેન તરફથી માહિતી મળી છે કે રશિયન સેનાએ લેખિતમાં યુક્રેનને ચેર્નોબિલનું નિયંત્રણ સોંપી દીધું છે.

યુક્રેનની સરકારી એજન્સીએ શુક્રવારે કહ્યું કે, રશિયાની સેનાની છેલ્લી ટુકડીએ પરમાણુ પ્લાન્ટ વિસ્તાર છોડી દીધો છે. એનજોર્મએટમે સૈનિકોની સ્થિતિ વિશે કોઈ વિગતવાર માહિતી આપી ન હતી અને માત્ર એટલું જ કહ્યું હતું કે, તેઓ વિકિરણથી અસરગ્રસ્ત થયા છે. તે પણ કહેવામાં આવ્યું ન હતું કે, કેટલા સૈનિકો રેડિયેશનથી પ્રભાવિત થયા હતા. ક્રેમલિને પણ આ વિષય પર ટિપ્પણી કરી ન હતી અને IAEAએ કહ્યું હતું કે તે પુષ્ટિ કરી શકતું નથી કે રશિયન સૈનિકો રેડિયેશનથી પ્રભાવિત થયા હતા. રશિયન સેનાએ હુમલાના પ્રારંભિક તબક્કામાં 24 ફેબ્રુઆરીએ ચેર્નોબિલ પર કબજો કર્યો હતો.

Insomnia Reason : કયા વિટામિનની ઉણપને કારણે ઊંઘ નથી આવતી ? જાણી લો
ગાયને આ વસ્તુ ખવડાવવા થી થાય છે ધનની પ્રાપ્તિ, જાણો
શિયાળામાં રાત્રે કેળા ખાવા જોઈએ કે નહીં ? આ લોકોએ તેનાથી દૂર રહેવું જોઈએ
મોર કેટલા દિવસમાં જન્મે છે? જાણીને ચોંકી જશો
આ એક્ટ્રેસ માટે સલમાન ખાનની સલાહ સાબિત થઈ ફાયદાકારક, જાણો કારણ
BSNLનો 3 મહિનાનો સૌથી સસ્તો પ્લાન ! રોજ મળશે 3GB ડેટા, કિંમત માત્ર આટલી

મહત્વનું છે કે, કિવની બહાર અને અન્ય મોરચે રશિયા અને યુક્રેન વચ્ચે ભીષણ યુદ્ધ ચાલુ છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક મહિનાથી વધુ સમય વીતી ગયો છે. બંને પક્ષો વચ્ચે શાંતિ માટે વાતચીત પણ થઈ છે, પરંતુ હજુ સુધી તેનું કોઈ સકારાત્મક પરિણામ આવ્યું નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લાંબા સમય સુધી ચાલેલા યુદ્ધને કારણે રશિયન સેનાનું મનોબળ તૂટવા લાગ્યું છે. સૈનિકો હંમેશા પાછા ફરવા માંગે છે.

આ પણ વાંચો: Career in Event Management: આ ક્ષેત્રમાં તક અને કમાણીની કોઈ મર્યાદા નથી, જાણો કોર્સ અને કારકિર્દીની સંપૂર્ણ વિગતો

આ પણ વાંચો: ધોરણ 9 અને 11 માટે રિવાઈઝ્ડ પ્રમોશન પોલિસી વિદ્યાર્થીઓની શૈક્ષણિક પ્રગતિને અવરોધી શકે છે: નિષ્ણાત

g clip-path="url(#clip0_868_265)">