રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ વિરામની જાહેરાત કરી, 2 દિવસ સુધી યુદ્ધ નહીં થાય, જાણો કારણ

|

Jan 05, 2023 | 11:27 PM

આનો અર્થ એ થયો કે બંને દેશો વચ્ચે રશિયા તરફથી કોઈ આક્રમકતા નહીં થાય. આ યુદ્ધવિરામ 6 અને 7 તારીખે ચાલુ રહેશે. આ માહિતી રશિયન મીડિયા આઉટલેટ દ્વારા જાહેર કરવામાં આવી છે.

રશિયાએ યુક્રેન સાથે યુદ્ધ વિરામની જાહેરાત કરી, 2 દિવસ સુધી યુદ્ધ નહીં થાય, જાણો કારણ
Russia announces ceasefire in war with Ukraine
Image Credit source: File photo

Follow us on

રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સાથે બે દિવસ માટે યુદ્ધવિરામનો આદેશ જાહેર કર્યો છે. જણાવી દઈએ કે આ આદેશ પરંપરાગત ક્રિસમસને લઈને કરવામાં આવ્યો છે, જે 7મી જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે. આનો અર્થ એ થયો કે બંને દેશો વચ્ચે રશિયા તરફથી કોઈ આક્રમકણ નહીં થાય. આ યુદ્ધવિરામ 6 અને 7 જાન્યુઆરીએ ચાલુ રહેશે. આ માહિતી રશિયન મીડિયા આઉટલેટ દ્વારા જાહેર કરવામાં આવી છે. આઉટલેટે ક્રેમલિન ચીફને ટાંકીને કહ્યું હતું કે, ‘હિઝ હોલીનેસ પેટ્રિઆર્ક કિરીલની અપીલને ધ્યાનમાં રાખીને, હું રશિયન ફેડરેશનના સંરક્ષણ પ્રધાનને યુક્રેનમાં નિયંત્રણ રેખા પર યુદ્ધવિરામ લાગુ કરવા સૂચના આપું છું.’

રશિયાના રાષ્ટ્રપ્રમુખ પુતિન અનુસાર, રુલી ઓર્થોડોક્સ બિશપએ ક્રિસમસ ટ્રૂસનું આહ્વાન કર્યુ જેથી રુઢિવાદી લોકો ક્રિસમસની પૂર્વ સંધ્યા પર અને ઈસા મસીહના જન્મ દિવસની સેવાઓમાં લાગ લઈ શકે. જણાવી દઈએ કે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીએ હમણા સુધી પુનિતના આદેશ બાદ સાર્વજનિક રુપે આ સીઝફાયર પર કોઈ ટિપ્પણી કરી નથી. જો કે યૂક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમીર ઝેલેન્સકીના એક સલાહકારે રુસી રુઢિવાદી ચર્ચા દ્વારા કરવામાં આવેલા યુદ્ધવિરામના આહ્વાનને નાટક બતાવ્યુ હતુ.

યૂક્રેનની સમાચાર એજન્સીએ મખાઈલો પોડોલિકનો પક્ષ પ્રકાશિત કર્યો છે. પોડોલિકે લખ્યુ છે કે, આરઓસી વૈશ્વિક રુઢિવાદી માટે એક પ્રાધિકરણ નથી અને તે યુદ્ધ પ્રચારક તરીકે કામ કરે છે. તેમણે આગળ જણાવ્યુ હતુ કે, આરઓસીએ યૂક્રેનિયનના નરસંહારનું આહ્વાન કર્યુ છે અને સામૂહિક હત્યા માટે ઉકસાવીને રુસને વધારે બળ પૂરુ પાડયુ હતુ. આ નિવેદનમાં એ પણ કહેવામાં આવ્યુ કે, આ પ્રકારે ક્રિસમસ ટ્રૂસ માટે આરઓસીનું નિવેદન એક ખરાબ જાળ અને પ્રચાર એક ખરાબ કામ છે.

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

છેલ્લા ઘણા દિવસોથી વધી રહ્યો છે સંઘર્ષ

જણાવી દઈએ કે છેલ્લા 10 મહિનાઓથી રશિયા અને યૂક્રેન વચ્ચે તણાવનો મહોલ છે. છેલ્લા ઘણા દિવસોથી રશિયા અને યૂક્રેન વચ્ચેનો સંઘર્ષ વધ્યો છે. એક તરફ રશિયા વારંવાર તાબડતોડ મિસાઈલ અને ડ્રોન હુમલાઓ કરીને યૂક્રેનના મકાનોને નુકશાન પહોંચાડી રહ્યુ છે, ત્યાં બીજી તરફ યૂક્રેન પણ આ હુમલાઓના જવાબ આપી રહ્યુ છે.નવા વર્ષની પૂર્વે બંને દેશોએ એક બીજા પર મિસાઈલ હુમલો કર્યો હતો. આ હુમલામાં યૂક્રેને દાવો કર્યો હતો કે રશિયાના 400થી વધારે સૈનિકો મર્યા જ્યારે રશિયાની આર્મીએ આ દાવાને નકારીને જણાવ્યુ કે આ હુમલામાં માત્ર 63 રશિયન સૈનિકો મર્યા છે.

 

Published On - 11:08 pm, Thu, 5 January 23

Next Article