અમેરીકા સાથે પરમાણુ ડીલને લઇને તણાવ વચ્ચે ઇરાને લોન્ચ કર્યુ રોકેટ, અંતરિક્ષમાં મોકલ્યા ત્રણ ડિવાઇસ
ઈરાને સતત એ વાતનો ઈન્કાર કર્યો છે કે તે પરમાણુ હથિયારો બનાવવા માંગે છે. તેઓ વારંવાર કહી રહ્યા છે કે તેઓ શાંતિપૂર્ણ હેતુઓ માટે પરમાણુ ટેકનોલોજીમાં નિપુણતા મેળવવા માંગે છે.

પરમાણુ વાટાઘાટોને લઈને ચાલી રહેલી વાતચીત વચ્ચે ઈરાને ત્રણ ઉપકરણોને અવકાશમાં લઈ જનાર સેટેલાઈટ કેરિયર સાથે એક રોકેટ લોન્ચ કર્યું છે. ઈરાનના (Iran) સ્ટેટ ટેલિવિઝન દ્વારા આ માહિતી આપવામાં આવી છે. જો કે, તે સ્પષ્ટ નથી કે કોઈ રોકેટ પૃથ્વીની ફરતે ભ્રમણકક્ષામાં પ્રવેશ્યો છે કે કેમ ? સ્ટેટ ટીવીના ગુરુવારના અહેવાલમાં એ જણાવ્યું નથી કે રોકેટ ક્યારે લોન્ચ (Rocket Launch) કરવામાં આવ્યું હતું અથવા કેરિયર્સ તેમની સાથે કયા કયા ઉપકરણો લાવ્યુ હતુ.
ઉલ્લેખનીય છે કે ઈરાનના પરમાણુ કરારને લઈને વિયેનામાં ચાલી રહેલી વાતચીત વચ્ચે રોકેટ લોન્ચના સમાચાર આવ્યા હતા. યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરીકાએ ઈરાન દ્વારા અગાઉ કરવામાં આવેલા પ્રક્ષેપણ માટે તેને ઠપકો આપ્યો છે. ઈરાની મીડિયાએ નાગરિક અવકાશ કાર્યક્રમ માટે વધુ ઉપગ્રહ પ્રક્ષેપણની યાદી રજૂ કરી છે, જે નિષ્ફળ પ્રક્ષેપણોની શ્રેણીથી ઘેરાયેલા છે. ઈરાનના અર્ધલશ્કરી રિવોલ્યુશનરી ગાર્ડ પોતાનો સમાંતર કાર્યક્રમ ચલાવે છે, જેણે ગયા વર્ષે સફળતાપૂર્વક ઉપગ્રહને ભ્રમણકક્ષામાં મૂક્યો હતો.
અગાઉ એવી અપેક્ષા હતી કે ઈરાનથી ટૂંક સમયમાં સ્પેસ મિશન શરૂ થઈ શકે છે. મિડલબરી સેન્ટર ફોર ઈન્ટરનેશનલ સ્ટડીઝના નિષ્ણાત જેફરી લુઈસ, જે તેહરાનના કાર્યક્રમોની દેખરેખ રાખે છે, તેમણે કહ્યું કે ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસી સાથે જોડાયેલા લોકો પ્રયાસ કરી રહ્યા છે અને કદાચ તેમના મનમાં કંઈક નવું ચાલી રહ્યું છે. જેફરી લુઈસે કહ્યું કે જર્મનીના નવા વિદેશ મંત્રીએ ચેતવણી આપી છે કે આપણા માટે સમય પૂરો થઈ રહ્યો છે, પરંતુ ઈરાનના કટ્ટર રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીના અવકાશ પર નવેસરથી ધ્યાન કેન્દ્રિત કરવા માટે આ બધું બંધબેસે છે.
તમને જણાવી દઈએ કે ઈરાન સતત એ વાતને નકારી રહ્યું છે કે તે પરમાણુ હથિયાર બનાવવા માંગે છે. તેઓ વારંવાર કહી રહ્યા છે કે તેઓ શાંતિપૂર્ણ હેતુઓ માટે પરમાણુ ટેકનોલોજીમાં નિપુણતા મેળવવા માંગે છે. પરમાણુ શસ્ત્રો વિકસાવવાના ઈરાનના પ્રયાસોથી પશ્ચિમી દેશો ચિંતિત છે. યુએસ પ્રમુખ જો બાયડેન 2015ના પરમાણુ કરાર પર ફરીથી વાટાઘાટો કરવા માંગે છે. બાયડેન ઈરાનના પરમાણુ કાર્યક્રમની (Iran Nuclear Program) ગતિ ધીમી કરવા માંગે છે.
આ પણ વાંચો –
Corona case in china : ચીનને કોરોના મુક્ત માટે કડક પ્રતિબંધ, નિયમોનો ભંગ કરવા બદલ ફટકારવામાં આવી છે આ સજા
આ પણ વાંચો –
Omicron variant : ફ્રાન્સમાં કોરોના વિસ્ફોટ, દર સેકન્ડે 2 લોકો થાય છે સંક્રમિત, 2 લાખથી વધુ નોંધાયા નવા કેસ
આ પણ વાંચો –