કોંગોમાં વિદ્રોહીઓએ સંયુક્ત રાષ્ટ્રનુ હેલિકોપ્ટર તોડી પાડ્યુ, પાકિસ્તાન, રશિયા, સર્બિયાના 8 શાંતિ રક્ષકના મોત
Congo Chopper Crash: આફ્રિકન દેશ કોંગોમાં બળવાખોરોએ યુએનનું એક હેલિકોપ્ટર તોડી પાડ્યું છે, વિદ્રોહીઓ જે વિસ્તારમાં આતંક મચાવ્યો હતો તે વિસ્તારમાં યુનોના શાંતિરક્ષક જવાનો સ્થિતિનુ મૂલ્યાંકન કરી રહ્યાં હતા. હેલિકોપ્ટરમાં તોડી પડાતા, તેમા સવાર પાકિસ્તાન, રશિયા અને સર્બિયાના આઠ શાંતિ રક્ષક જવાનોના મોત થયા છે.
કોંગોના (Democratic Republic of the Congo) સૈન્યએ જણાવ્યું હતું કે દેશના પૂર્વીય ક્ષેત્રમાં બળવાખોરોએ મંગળવારે આઠ જેટલા શાંતિ રક્ષક સૈન્ય અને સંયુક્ત રાષ્ટ્રના (United Nations) નિરીક્ષકોને લઈ જતું સંયુક્ત રાષ્ટ્રનું હેલિકોપ્ટર (Helicopter Crash in Congo) તોડી પાડ્યું હતું. સંયુક્ત રાષ્ટ્રએ કહ્યું કે આ ઘટનામાં કોઈ બચ્યું નથી. કોંગોના સૈન્યના નિવેદન અનુસાર, હેલિકોપ્ટર સાથે કોંગોમાં યુએન શાંતિ મિશન માટે જઈ રહ્યું હતું ત્યારે તેના પર હુમલો કરવામાં આવ્યો હતો.
હેલિકોપ્ટરમાં સવાર યુએન શાંતિરક્ષક સૈન્ય જવાનો, કોંગોમાં બળવાખોર જૂથ દ્વારા હુમલો કરાયેલા સમુદાયોની સ્થિતિનું મૂલ્યાંકન કરી રહ્યા હતા. એક નિવેદન અનુસાર, બળવાખોર જૂથ M23એ સોમવારે તચાજુ, રુનીઓની, નાદિજા અને તચેગરેરો સહિત અનેક ગામો પર હુમલો કર્યો હતો. યુએનના પ્રવક્તા સ્ટીફન દુજારિકે બાદમાં જણાવ્યું હતું કે શોધ અને બચાવ કામગીરીમાં કાટમાળ મળી આવ્યો હતો અને કોઈ બચ્યું નથી.
આઠ લોકોના મૃતદેહ ગોમા લવાયા
તેમણે કહ્યું કે પૂર્વ કોંગોના સૌથી મોટા શહેર ગોમામાં આઠ લોકોના મૃતદેહ લાવવામાં આવ્યા હતા. દુજારિકે કહ્યું, “અમે પાકિસ્તાનના છ ક્રૂ સભ્યો અને રશિયા અને સર્બિયાના એક એક થઈને કુલ બે સૈન્ય કર્મચારીઓ અને તેમના દેશોની સરકારો પ્રત્યે અમારી સંવેદના વ્યક્ત કરીએ છીએ.” અકસ્માતના સંજોગો તપાસ હેઠળ છે.
વિસ્થાપિત લોકોની શિબિર પર હુમલો કરવામાં આવ્યો હતો
ગયા મહિનાની શરૂઆતમાં, કોંગોમાંથી એવા અહેવાલો આવ્યા હતા કે પૂર્વીય રાજ્ય ઇટુરીમાં ચાલી રહેલી હિંસાથી વિસ્થાપિત થયેલા લોકોના કેમ્પ પર રાત્રિના સમયે હુમલામાં ઓછામાં ઓછા 60 લોકો માર્યા ગયા હતા. સ્થાનિક અધિકારીઓએ બુધવારે આ માહિતી આપી હતી. શિબિરના વડા, નાડાલો બુડ્ઝે જણાવ્યું હતું કે કોડેકો (CODECO) તરીકે ઓળખાતા જૂથના લડવૈયાઓ જુગુમાં વિસ્થાપિત વ્યક્તિઓના શિબિરમાં પહોંચ્યા અને ડઝનેક લોકોને હથિયાર વડે મારી નાખ્યા. તેણે જણાવ્યુ હતુ કે કહ્યું, ‘છાવણીના 60 લોકોની છરી અને અન્ય તીક્ષ્ણ હથિયારો વડે કરપીણ હત્યા કરવામાં આવી હતી.’ સ્થાનિક વહીવટી અધિકારીઓએ પણ આ વાતની પુષ્ટિ કરી હતી.
આ પણ વાંચોઃ
Mehsana: મનપસંદ બાઈક મેળવવા 90 હજારના સિક્કા લઈને શો રૂમ પહોચ્યો યુવક, સ્ટાફને સિક્કા ગણતા સવારથી બપોર પડી !
આ પણ વાંચોઃ