Breaking News : આતંકવાદના જનક પાકિસ્તાનને ડર છે, બોટલમાંથી બહાર આવી ચૂકેલા જીનનો, આથી જ શાંતિ મંત્રણા સમયે ઈસ્લામાબાદમાં જાહેર કરી 2 દિવસની રજા

ઈરાન અને અમેરિકા-ઈઝરાયેલ વચ્ચે યુદ્ધ વિરામની જવાબદારી લેનાર પાકિસ્તાને હવે મંત્રણાના ટેબલ ઉપર નેતાઓને બેસાડીને સીઝ ફાયર કરાવવામાં બહુ મોટો ડર સતાવી રહ્યો છે. પાકિસ્તાને અત્યાર સુધી અમેરિકાની કઠપુતળી બનીને જેમ નચાવ્યા એમ નાચીને ગુજરાન ચલાવ્યું છે. પરંતુ તેની સાથે સાથે પાકિસ્તાને એક એવો ધંધો કર્યો છે જે હવે તેને જ ભારે પડી શકે તેમ છે આથી જ ઈરાન-અમેરિકાના નેતાઓ મંત્રણાના ટેબલ પર બેસે તે પહેલા સમગ્ર ઈસ્લામાબાદને કિલ્લામાં ફેરવી નાખ્યુ છે અને 2 દિવસની જાહેર રજા જાહેર કરી દેવાઈ છે.

Breaking News : આતંકવાદના જનક પાકિસ્તાનને ડર છે, બોટલમાંથી બહાર આવી ચૂકેલા જીનનો, આથી જ શાંતિ મંત્રણા સમયે ઈસ્લામાબાદમાં જાહેર કરી 2 દિવસની રજા
Image Credit source: પીટીઆઈ
| Edited By: | Updated on: Apr 10, 2026 | 2:14 PM

ગત 28મી ફેૂબ્રુઆરીના રોજ, ઈઝરાયેલ અને અમેરિકાએ સંયુક્તપણે ઈરાન પર હવાઈ હુમલો કરીને યુદ્ધની શરુઆત કરી હતી. આ યુદ્ધના 40મા દિવસ એટલે કે 8 એપ્રિલે અમેરિકાએ એક સભ્યતાનો નાશ કરવાને બદલે એકાએક સીઝ ફાયર જાહેર કર્યું. આ યુદ્ધમાં જીત કરતા હાર વધુ જોવાતા અમેરિકા કોઈપણ ભોગે પોતાનો હાથ ઉચો રહે અને યુદ્ધ સમાપ્ત થાય તેવા પેંતરા છેલ્લા કેટલાક દિવસથી ચાલતુ હતું. પરંતુ અમેરિકાની ચાલમાં યુરોપના કોઈ દેશ, નાટો કે અન્ય કોઈ ફસાયું નહીં. આથી અમેરિકાને તેની કઠપુતલી પાકિસ્તાન યાદ આવ્યું. પાકિસ્તાનને શરતી કે બિનશરતી જેટલુ અમેરિકાએ કહ્યું હતું એટલુ જ ઈરાનના રાજ નેતાઓેને કહીને પાકિસ્તાને આ યુદ્ધમાં સફેદ ઝંડી ફરકાવી.

ઈરાન-અમેરિકા અને ઈઝરાયેલના યુદ્ધમાં શરતી કે બિનશરતી વિરામને કાયદેસરનું સ્વરૂપ આપવા માટે ઈરાન અને અમેરિકાને મંત્રણાના ટેબલ પર લાવવા જરૂરી હતા. પાકિસ્તાને ઘણુ કર્યું કે મંત્રણા અન્ય દેશમાં થાય પરંતુ અમેરિકા ઈચ્છતુ હતું કે ઈરાન સાથે યુદ્ધને લઈને વાટોધાટો અને શાંતિ મંત્રણા પાકિસ્તાનમાં જ થાય તેથી જ અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ ચાલુ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનની ગુપચુપ મુલાકાતે પણ આવ્યા હતા અને પાકિસ્તાનના ફિલ્ડ માર્શલ અસીમ મુનીરને જરૂરી તમામ વ્યવસ્થા કરવાનું કહ્યું હતું. હવે અહીંથી પાકિસ્તાનની સરકારના હાજા ગગડી ગયા. પાકિસ્તાને વિશ્વના અનેક દેશને હેરાન પરેશાન કરવા માટે, આતંક નામના સાપોલીયા ઉછેળ્યા છે. આ એવા સાંપોલીયા છે જેઓ આત્મઘાતી હુમલા કરવામાં નિષ્ણાંત છે. ગમે તેવી સ્થિતિમાં આત્મઘાતી હુમલા કરવાની જે તાલીમ પાકિસ્તાને પૂરી પાડી હતી તે જ હવે તેમને સતાવી રહી છે.

પાકિસ્તાનના ઈસ્લામાબાદમાં, અમેરિકા અને ઈરાનના મોટા નેતાઓ શાંતિ મંત્રણા માટે આવી રહ્યાં છે. આ સમયે રખે કોઈ પાકિસ્તાનમાં તાલીમ પામેલા આતંકવાદી કે આત્મઘાતી વિશ્વના નેતાઓને નિશાન બનાવે તો પાકિસ્તાનની રહી સહી આબરુના ધજાગરા સમગ્ર દુનિયામાં ઉડે. આથી જ આતંક નામનો જીન જે બોટલમાંથી એકાએક બહાર આવી ગયો છે તે કોઈ કારસ્તાન ના સર્જે તે માટે ફિલ્ડમાર્શલ અસીમ મુનીર અને તેના હાકેમો પાકિસ્તાનની રાજધાની ઈસ્લામાબાદને અભેધ કિલ્લામાં ફેરવી નાખી છે. સમગ્ર ઈસ્લામાબાદમાં 2 દિવસની રજા જાહેર કરી દેવામાં આવી છે. ઈરાન-અમેરિકાના નેતાઓ જ્યા ઉતર્યા છે અને જે વિસ્તારમાં શાંતિ મંત્રણા કરવાના છે તે સમગ્ર વિસ્તારમાં કરફ્યુ નાખ્યો હોય અને જે સ્થિતિ હોય એવી સ્થિતિ જાળવવા માટે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવાઈ છે.

વિશ્વના અનેક દેશમાં આતંકવાદ ફેલાવવનાર સંસ્થાઓની માતૃસંસ્થા પાકિસ્તાનમાં આવેલ છે. પાકિસ્તાને જાણે કે મુસ્લિમ રાષ્ટ્રોનો ઠેકો લીધો હોય તે રીતે વર્તી રહ્યું છે. જેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે, વિશ્વના કોઈ પણ સ્થળે ફેલાયેલા આતંકના મૂળની તપાસ કરવામાં આવે તો પાકિસ્તાનમાં નીકળશે. આ કથનને ભૂલે ચૂકે કોઈ આતંકી સંસ્થા મંત્રણા ટાણે સાચુ ના ઠેરવે તે માટેની કવાયત મુનીર એન્ડ કંપનીએ હાથ ધરી છે. આવા સંજોગોમાં હવે જોવાનું એ રહે છે કે, અમેરિકા અને ઈરાનના રાજનેતા અને સૈન્ય પદાધિકારીઓ વચ્ચે કોઈ પણ વિક્ષેપ વીના શાંતિ મંત્રણા સંપન્ન થાય અને ઈરાન-અમેરિકા, ઈઝરાયેલ વચ્ચે કાયમી યુદ્ધ વિરામ થાય.

Breaking News : યુદ્ધ વિરામની વાતો કરતા પાકિસ્તાનના શાહબાઝ શરીફની પોલ ખોલતુ અમેરિકા-ઈઝરાયેલ, જાણો ઈનસાઈડ સ્ટોરી

Follow Us