Quad Summit: ઓસ્ટ્રેલિયામાં થશે આગામી ક્વાડ શિખર સંમેલન, સભ્ય દેશોએ આપી સંમતિ

|

May 24, 2022 | 5:17 PM

પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને યુએસ પ્રમુખ જો બાઈડન સાથે પણ મુલાકાત કરી હતી. આ નેતાઓએ આજે ​​ક્વાડ સમિટ બાદ સંયુક્ત નિવેદન પણ બહાર પાડ્યું હતું.

Quad Summit: ઓસ્ટ્રેલિયામાં થશે આગામી ક્વાડ શિખર સંમેલન, સભ્ય દેશોએ આપી સંમતિ
Quad Summit 2023 will be held in Australia
Image Credit source: ANI

Follow us on

ક્વાડ (Quad) સભ્ય દેશોએ ઓસ્ટ્રેલિયામાં 2023 સમિટના (Quad Summit) આયોજન અંગે નિવેદન આપ્યું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે વ્યક્તિગત સમિટ આવતા વર્ષે ઓસ્ટ્રેલિયામાં યોજાશે. મંગળવારે ક્વાડ નેતાના સંયુક્ત નિવેદનમાં આ માહિતી આપવામાં આવી છે. જ્યારે આજે ક્વાડ સમિટનું આયોજન જાપાન દ્વારા ટોક્યોમાં કરવામાં આવ્યું હતું. જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત અનેક નેતાઓ સામેલ હતા. આ સમિટ ઈન્ડો-પેસિફિક ક્ષેત્રના વિકાસ અને પરસ્પર હિતના સમકાલીન વૈશ્વિક મુદ્દાઓ વિશે વિચારોનું આદાનપ્રદાન કરવાની તક હતી. આ કોન્ફરન્સમાં રશિયા-યુક્રેન મુદ્દે મુખ્ય ચર્ચા કરવામાં આવી હતી. તમને જણાવી દઈએ કે ક્વાડ સમિટે દરિયાઈ ક્ષેત્ર, અવકાશ, જળવાયુ પરિવર્તન, સ્વાસ્થ્ય અને સાયબર સુરક્ષામાં સતત મદદ કરવા માટે એક નવી પહેલ શરૂ કરી.

પીએમ મોદીએ ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બેનીઝ અને યુએસ પ્રમુખ જો બાઈડન સાથે પણ મુલાકાત કરી હતી. આ નેતાઓએ આજે ​​ક્વાડ સમિટ બાદ સંયુક્ત નિવેદન પણ બહાર પાડ્યું હતું. આ સાથે આસિયાનના પાંચ મુદ્દાની સમજૂતીને લાગુ કરવાનું કહેવામાં આવ્યું છે. એન્થોની અલ્બેનિસે પીએમ મોદીના વખાણ કર્યા. તેમણે કહ્યું કે ભારત સાથે અમારા સારા સંબંધો છે. પીએમ મોદીને મળવું ખૂબ જ સન્માનની વાત છે. પીએમ મોદી જાપાનના પૂર્વ વડાપ્રધાન શિન્જો આબેને પણ મળ્યા હતા. તેમણે ટ્વીટ કર્યું કે આજે મને જાપાન-ભારત એસોસિએશનના પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યો છે. જેના પગલે, હું ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યો, જેઓ ક્વાડની સફળતાની ઉજવણી કરવા અને જૂના સંબંધોને મજબૂત કરવા જાપાનની મુલાકાતે છે.

સભ્ય દેશોએ પડકારોનો સામનો કરવાનું વચન આપ્યું છે

ક્વાડ સમિટ દરમિયાન, સભ્ય દેશોએ પૂર્વ અને દક્ષિણ ચાઈના સીઝ સહિત નિયમો-આધારિત મેરીટાઈમ ઓર્ડરની ખાતરી કરવા માટે પડકારોનો સામનો કરવાનું વચન આપ્યું હતું અને યથાસ્થિતિને બદલવાનો પ્રયાસ કરતી કોઈપણ બળજબરી, ઉશ્કેરણીજનક અથવા એકપક્ષીય કાર્યવાહીનો સખત વિરોધ કર્યો હતો.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

સમિટ બાદ પીએમ મોદી અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને દ્વિપક્ષીય વાતચીત કરી હતી. આ દરમિયાન બાઈડને કોરોના સમયગાળા દરમિયાન ભારતના કામની પણ પ્રશંસા કરી હતી. આ સાથે જ પીએમ મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકાની ભાગીદારી સાચા અર્થમાં વિશ્વાસની ભાગીદારી છે. અમારા સહિયારા હિતોએ બંને દેશો વચ્ચેના વિશ્વાસના આ બંધનને મજબૂત બનાવ્યું છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું, મને ખાતરી છે કે અમારી વચ્ચેના ‘ભારત-યુએસએ ઈન્વેસ્ટમેન્ટ ઈન્સેન્ટિવ એગ્રીમેન્ટ’થી રોકાણના ક્ષેત્રમાં વૃદ્ધિ જોવા મળશે. બાઈડને કહ્યું- બંને દેશ સાથે મળીને ઘણું કરી શકે છે અને કરશે. હું યુએસ-ભારત ભાગીદારીને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્ધ છું. ક્વાડ સમિટ બાદ ખુશી વ્યક્ત કરતા પીએમ મોદીએ કહ્યું કે હું મિત્રો વચ્ચે રહીને ખુશ છું.

Next Article