ચીનમાં વિરોધ પ્રદર્શનોને દબાવવાના પ્રયત્નો વચ્ચે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, કઠોર કાર્યવાહીના આદેશ

|

Nov 30, 2022 | 7:55 PM

સપ્તાહના અંતમાં શરૂ થયેલા સખત કોવિડ પ્રતિબંધો સામેના વિરોધોથી ચિંતિત, શી જિનપિંગની સરકારે દેશભરના મોટા શહેરોમાં પોલીસને કાફલો ઉતારી દીધો છે. પૂર્વીય શહેર શુઝોઉમાં ટેન્ક તૈનાત કરવામાં આવી હોવાના અહેવાલ છે.

ચીનમાં વિરોધ પ્રદર્શનોને દબાવવાના પ્રયત્નો વચ્ચે પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણ, કઠોર કાર્યવાહીના આદેશ
Riots in China
Image Credit source: Google

Follow us on

ચીન સરકારની કડકાઈ છતાં કોવિડ પ્રતિબંધો સામે લોકોનો ગુસ્સો અટકવાનું નામ નથી લઈ રહ્યો. ગુઆંગઝૂમાં મંગળવારની રાત્રે લોકોનો ગુસ્સો ભડકી ઉઠ્યો, જ્યારે ભૂતકાળમાં થયેલા પ્રદર્શનોની તપાસ કરી રહેલી તોફાન વિરોધી પોલીસે દેખાવોમાં સામેલ ન હોય તેવા લોકોની પણ પૂછપરછ શરૂ કરી. તેઓ પ્રદર્શનકારી પોલીસ સાથે ઘર્ષણમાં ઉતર્યા હતા. જેને પગલે બુધવારે પ્રશાસને શહેરના અનેક વિસ્તારોમાં પ્રતિબંધ હળવો કરવો પડ્યો હતો.

પ્રદર્શનને લઈ સરકાર કડક

સપ્તાહના અંતમાં શરૂ થયેલા સખત કોવિડ પ્રતિબંધો સામેના વિરોધોથી ચિંતિત, શી જિનપિંગની સરકારે દેશભરના મોટા શહેરોમાં પોલીસને કાફલો ઉતારી દીધો છે. પૂર્વીય શહેર શુઝોઉમાં ટેન્ક તૈનાત કરવામાં આવી હોવાના અહેવાલ છે. લોકોના મોબાઈલ અને અન્ય ઉપકરણોની તપાસ કરવામાં આવી રહી છે અને પ્રદર્શનો સંબંધિત વીડિયો ડિલીટ કરવામાં આવી રહ્યા છે.

ઈન્ટરનેટ મીડિયા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સેન્ટ્રલ પોલિટિકલ એન્ડ લીગલ અફેર્સ કમિશને ‘દુશ્મન દળો’ સામે કડક કાર્યવાહી કરવાનો આદેશ આપ્યો છે. મોટી સંખ્યામાં પોલીસ વાહનો શહેરોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે, જ્યારે પોલીસકર્મીઓ અને અર્ધલશ્કરી દળો લોકોના ઓળખ કાર્ડની તપાસ કરી રહ્યા છે. ડઝનબંધ લોકોની અટકાયત કરવામાં આવી છે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

જિનપિંગ સરકાર સામે સખત વિરોધ

તાજેતરના પ્રદર્શનોને રાષ્ટ્રપતિ શી જિનપિંગના કાર્યકાળનું સૌથી મોટું વિરોધ આંદોલન કહેવામાં આવી રહ્યું છે. તેને 1989ના તિયાનમેન ચળવળ પછીનો સૌથી મોટો સવિનય અસહકાર પણ કહેવામાં આવી રહ્યો છે. ગુઆંગઝુ શહેરના કેટલાક જિલ્લાઓમાં લોકડાઉનના અંતની ઘોષણા કરતા, અધિકારીઓએ તે જિલ્લાઓનો ઉલ્લેખ કર્યો ન હતો જ્યાં મંગળવારે પ્રદર્શનો થયા હતા.

જે જિલ્લાઓમાં અસ્થાયી લોકડાઉન હટાવવામાં આવ્યું છે તેમાં હૈઝોઉ, બાયયુન, ફાન્યુ, તિયાનહે, કોંગુઆ, હુઆડુ અને લિવાનનો સમાવેશ થાય છે. કંગુઆ પ્રશાસને કહ્યું કે જિલ્લામાં શાળાઓ, રેસ્ટોરાં અને વ્યવસાયોને ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

અથડામણનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

ટ્વિટર પર પોસ્ટ કરાયેલો ગુઆંગઝૂ સંબંધિત એક વીડિયોમાં, ડઝનેક પ્રદર્શનકર્તા પોલીસ જેવી જ પીપીઇ કીટ પહેરી બેરિયર તરફ આગળ વધી રહ્યા છે. ત્યારે કંઈક વસ્તુ ઉડીને પસાર થાય છે. આ પછી પોલીસ કેટલાક લોકોને હાથકડીમાં લઈ જતી જોવા મળી રહી છે. અન્ય એક વીડિયોમાં લોકો પોલીસ પર કંઈક ફેંકતા જોવા મળે છે. ત્રીજા વીડિયોમાં પોલીસ ટીયર ગેસનો ઉપયોગ કરતી જોવા મળી રહી છે, ત્યારબાદ લોકો તેમના ઘરોમાં ઘૂસી જાય છે.

22 શહેરોમાં 43 પ્રદર્શન

શનિવારથી સોમવાર સુધી ચીનમાં કુલ 27 પ્રદર્શનો થયા હતા. જોકે, ઓસ્ટ્રેલિયાની ASPI થિંક ટેન્કના અંદાજ મુજબ ચીનના 22 શહેરોમાં 43 પ્રદર્શન થયા છે. દરમિયાન, બુધવારે, કોરોના સંક્રમિતોની સંખ્યા નજીવા ઘટાડા સાથે 37,828 રહી હતી.

Next Article