ન્યુઝીલેન્ડમાં સંસદની બહાર પ્રદર્શનકારીઓ એકઠા થયા, પોલીસે દેખાવકારોની કરી ધરપકડ
ન્યુઝીલેન્ડમાં મંગળવારે પ્રદર્શન શરૂ થયું, જ્યારે કોવિડની માર્ગદર્શિકાને લઈને કેનેડા સહિત અન્ય દેશોમાં વિરોધ પ્રદર્શનથી પ્રેરિત કાર અને ટ્રક પર સવાર 1,000 લોકો સંસદની બહાર રસ્તા પર એકઠા થયા.
કોવિડ-19ના સંક્રમણને રોકવા માટે જાહેર કરાયેલા આદેશ સામે ન્યુઝીલેન્ડમાં (New Zealand) વિરોધ પ્રદર્શનના ત્રીજા દિવસે પોલીસે વેલિંગ્ટનમાં (Wellington) સંસદ ભવન બહાર રસ્તા પર પડાવ નાખી રહેલા ડઝનબંધ દેખાવકારોની ધરપકડ કરી છે. સંસદના સ્પીકર ટ્રેવર મેલાર્ડ દ્વારા રસ્તાઓ બંધ કરવાનો દુર્લભ આદેશ જાહેર કર્યા પછી ધરપકડ કરવામાં આવી છે. પોલીસે વિરોધીઓ પર કાર્યવાહી કરવા માટે દેશના અન્ય ભાગોમાં તૈનાત લગભગ સો વધારાના અધિકારીઓને બોલાવ્યા. સાંજ સુધીમાં પોલીસે 120 થી વધુ દેખાવકારોની ધરપકડ કરી હતી. પોલીસકર્મીઓએ ડિફેન્સ જેકેટ પહેર્યા હતા, પરંતુ તેમના હાથમાં તોફાન વિરોધી કવચ કે બંદૂક ન હતી. કેટલાક વિરોધીઓ ત્રીજી રાત પણ ત્યાં રોકાવાની તૈયારી કરી રહ્યા હતા. પોલીસે કહ્યું કે તેઓએ તમામ દેખાવકારોને ચેતવણી આપી હતી કે તેઓ ત્યાં ગેરકાયદેસર રીતે હાજર છે.
સુપરિન્ટેન્ડેન્ટ કોરી પાર્નેલ (વેલિંગ્ટન ડિસ્ટ્રિક્ટ કમાન્ડર)એ જણાવ્યું હતું કે, “પોલીસે વારંવાર વિરોધીઓને મેદાન છોડવા વિનંતી કરી છે અને લોકોને આ વિસ્તારમાંથી બહાર કાઢવાનું શરૂ કર્યું છે.” તેમણે કહ્યું કે “પોલીસ વિરોધ કરવાના લોકોના અધિકારનું સન્માન કરે છે, પરંતુ વિરોધ એ રીતે કરવાની જરૂર છે કે તેનાથી લોકો પર ખરાબ છાપ ન પડે.”
ન્યુઝીલેન્ડમાં મંગળવારે પ્રદર્શન શરૂ થયું, જ્યારે કોવિડની માર્ગદર્શિકાને લઈને કેનેડા સહિત અન્ય દેશોમાં વિરોધ પ્રદર્શનથી પ્રેરિત કાર અને ટ્રક પર સવાર 1,000 લોકો સંસદની બહાર રસ્તા પર એકઠા થયા. વિરોધીઓ ન્યુઝીલેન્ડમાં શિક્ષકો, ડોકટરો, નર્સો, પોલીસ અને લશ્કરી કર્મચારીઓ સહિત કેટલાક કર્મચારીઓ માટે COVID-19 રસીકરણ ફરજિયાત બનાવવા સામે વિરોધ કરી રહ્યા છે. ઘણા વિરોધીઓએ દુકાનો અને વર્ગખંડોમાં આઠ વર્ષથી વધુ ઉંમરના વિદ્યાર્થીઓ માટે માસ્ક ફરજિયાત બનાવવા સામે વાંધો ઉઠાવ્યો હતો.
આ પણ વાંચો –
કેનેડામાં થયેલા વિરોધ પ્રદર્શનથી ગભરાયું ફ્રાંસ, પેરિસમાં કોવિડ પ્રતિબંધો વિરુદ્ધ પ્રદર્શન અને રસ્તો બ્લોક કરવા પર થશે જેલ
આ પણ વાંચો –
Tejas Aircraft: ફિલિપાઈન્સ સાથે BrahMos કરાર બાદ, ભારત Malaysiaને વેચી શકે છે સ્વદેશી તેજસ
આ પણ વાંચો –