Sydney Dialogue : ખોટા લોકોના હાથમાં ના જાય, બરબાદ થઈ જશે યુવાનો, ક્રિપ્ટોકરન્સી પર ચિંતા વ્યક્ત કરતા PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યુ કે, ટેકનોલોજી અને ડેટા નવા હથિયાર બની રહ્યા છે. 'સમુદ્રથી લઈને સાયબર સુધી, નવા જોખમો ઉભા થયા છે.
છેલ્લા કેટલાક દિવસોથી ક્રિપ્ટોકરન્સી (Cryptocurrency) વિશે ચર્ચાઓ તેજ બની છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Prime Minister Narendra Modi) પણ આજે સિડની ડાયલોગમાં (Sydney Dialogue) બોલતા આ અંગે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું કે તે ખોટા હાથમાં ન પડવું જોઈએ. આ સાથે જ તેમણે ડિજિટલ યુગનું મહત્વ જણાવતા કહ્યું કે, આજના સમયમાં ટેકનોલોજી અને ડેટા સૌથી મોટા હથિયાર છે. તમને જણાવી દઈએ કે, ગયા અઠવાડિયે પીએમ મોદીની (PM Modi) અધ્યક્ષતામાં ક્રિપ્ટોકરન્સી પર એક બેઠક થઈ હતી, જેમાં ક્રિપ્ટો માર્કેટના નિયમન, તેના જોખમો અને વિશ્વભરમાં ક્રિપ્ટોકરન્સીને લગતા નિર્ણયો અને વલણો પર ચર્ચા કરવામાં આવી હતી.
PM મોદીએ ક્રિપ્ટોકરન્સી પર શું કહ્યું વડા પ્રધાને કહ્યું, ‘તમામ લોકતાંત્રિક દેશોએ આના પર સાથે મળીને કામ કરવું પડશે. સાથે સાથે આપણે એ પણ પ્રયાસ કરવો પડશે કે તે ખોટા હાથમાં ન જાય. આ આપણા યુવાનોને બરબાદ કરી શકે છે. તેમણે કહ્યું, ‘સમુદ્રથી લઈને સાયબર સુધી, નવા જોખમો ઉભા થયા છે. વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ટેકનોલોજી મોટી ભૂમિકા ભજવી રહી છે.
ટેક્નોલોજી વૈશ્વિક સ્પર્ધાનું મુખ્ય સાધન બની ગયું છે, તે ભવિષ્યની આંતરરાષ્ટ્રીય વ્યવસ્થાને આકાર આપવાની ચાવી છે. ટેકનોલોજી અને ડેટા નવા હથિયાર બની રહ્યા છે. લોકશાહીની સૌથી મોટી તાકાત નિખાલસતા છે. આપણે પશ્ચિમના હિતોને તેનો દુરુપયોગ ન થવા દેવો જોઈએ
Take crypto-currency or bitcoin for example.
It is important that all democratic nations work together on this and ensure it does not end up in wrong hands, which can spoil our youth: PM @narendramodi
— PMO India (@PMOIndia) November 18, 2021
ક્રિપ્ટોકરન્સી પર આરબીઆઈ (RBI) નું શું વલણ છે ક્રિપ્ટોકરન્સી સામે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ વાંધો ઉઠાવ્યો છે. આરબીઆઈ (RBI)નુ કહેવું છે કે ક્રિપ્ટોકરન્સી મેક્રો ઇકોનોમિક અને નાણાકીય સ્થિરતા માટે ગંભીર ખતરો છે. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે, એક કાર્યક્રમમાં, ક્રિપ્ટોકરન્સીને મંજૂરી ન આપવા અંગેના તેમના મંતવ્યો દોહરાવ્યા હતા, અને કહ્યું કે આ પ્રકારનુ ચલણ, કેન્દ્રીય બેંકોના નિયમનના દાયરામાં આવતું નથી. આવી સ્થિતિમાં, તે કોઈપણ નાણાકીય સિસ્ટમ માટે એક મોટું જોખમ છે.
આ પણ વાંચોઃ
Lunar Eclipse 2021: સૌથી લાંબુ આંશિક ચંદ્રગ્રહણ, જુઓ ભારતમાં ક્યા અને ક્યારે દેખાશે ચંદ્રગ્રહણનો સુંદર નજારો ?
આ પણ વાંચોઃ