ઈઝરાયલના પીએમને ભારત આવવા વડાપ્રધાન મોદીએ આપ્યુ આમંત્રણ આપ્યું, કહ્યું ટેકનોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રમાં સહયોગ વધારાશે

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ, ઈઝરાયેલના વડાપ્રધાન સાથેની પ્રથમ ઔપચારિક બેઠકમાં અનેક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટે કહ્યું કે બંને દેશો વચ્ચેના ગાઢ સંબંધ સ્વાર્થી નથી પણ દિલના છે.

ઈઝરાયલના પીએમને ભારત આવવા વડાપ્રધાન મોદીએ આપ્યુ આમંત્રણ આપ્યું, કહ્યું ટેકનોલોજી અને ઈનોવેશનના ક્ષેત્રમાં સહયોગ વધારાશે
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 03, 2021 | 7:50 AM

CAP-26 ક્લાઈમેટ સમિટ દરમિયાન મંગળવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણા દેશોના નેતાઓને પણ મળ્યા હતા. પીએમ મોદીએ ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ સાથે તેમની પ્રથમ ઔપચારિક મુલાકાત કરી હતી. બંને દેશો વચ્ચે ઉચ્ચ ટેક્નોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં સહયોગને વધુ વધારવા પર સહમતિ સધાઈ હતી. બંને નેતાઓએ તેમની વચ્ચેના વ્યૂહાત્મક સંબંધોની સમીક્ષા કરી. પીએમ મોદીએ બેનેટને ભારત આવવાનું આમંત્રણ પણ આપ્યું હતું.

બંને નેતાઓની મુલાકાત બાદ વિદેશ મંત્રાલયે ટ્વીટ કર્યું, “અમારા વ્યૂહાત્મક ભાગીદાર સાથે સંબંધોને આગળ વધારતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગ્લાસગોમાં તેમના ઈઝરાયલી સમકક્ષને મળ્યા. તેમની આવી પ્રથમ બેઠકમાં બંને નેતાઓએ અમારા દ્વિપક્ષીય સંબંધોની સમીક્ષા કરી હતી. મંત્રાલયે વધુમાં જણાવ્યું હતું કે બંને નેતાઓએ વિવિધ ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સંબંધોની પ્રગતિ પર સંતોષ વ્યક્ત કર્યો હતો અને ખાસ કરીને ઉચ્ચ ટેકનોલોજી અને નવીનતાના ક્ષેત્રમાં પરસ્પર સંબંધોને વધુ વધારવા માટે સંમત થયા હતા.

PM મોદી અને બેનેટે સોમવારે અનૌપચારિક રીતે ટૂંકી મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ પીએમ મોદીએ ટ્વીટ કરીને કહ્યું કે, પીએમ નફતાલી બેનેટને ફરી એકવાર મળીને આનંદ થયો. અમે સંશોધન, ઈનોવેશન અને ભાવિ ટેક્નોલોજીના ક્ષેત્રોમાં ભારત-ઈઝરાયેલ મિત્રતાને મજબૂત બનાવવા વિશે વાત કરી. આ ક્ષેત્રો આપણા યુવાનોને સશક્ત બનાવવા માટે મહત્વપૂર્ણ છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

આવતા વર્ષે ભારત અને ઇઝરાયલ વચ્ચેના રાજદ્વારી સંબંધોના 30 વર્ષ પૂરા થશે તે યાદ કરતાં પીએમ મોદીએ બેનેટને ભારત આવવાનું આમંત્રણ આપ્યું હતું. ભારત અને ઈઝરાયલ વચ્ચેના ગાઢ સંબંધો અંગે બેનેટે કહ્યું કે બંને દેશો વચ્ચેના સંબંધો કોઈ સ્વાર્થથી નહીં પણ હૃદયથી છે. તેમણે વડાપ્રધાન મોદીને દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈએ લઈ જવા માટે સાથે મળીને કામ કરવા વિનંતી કરી. બેનેટે પીએમ મોદી અને ભારતીયોને દિવાળીની શુભેચ્છાઓ પણ આપી હતી. બેનેટ આ વર્ષે જૂનમાં ઈઝરાયેલના વડાપ્રધાન બન્યા હતા. ઈઝરાયેલના મીડિયા અનુસાર નફતાલી બેનેટ આવતા વર્ષે ભારત આવી શકે છે.

આ પણ વાંચોઃ

PharmEasy IPO : દેશની એકમાત્ર યુનિકોન Online Pharmacy કંપની IPO લાવશે, ટૂંક સમયમાં સેબીમાં DRHP ફાઇલ કરાશે

આ પણ વાંચોઃ

Petrol-Diesel Price Today : સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ – ડીઝલના નવા રેટ જાહેર કર્યા, જાણો તમારા શહેરમાં 1 લીટર ઇંધણની શું છે કિંમત?

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">