AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi : LPG અને તેલને લઈને ટૂંક સમયમાં આવી શકે છે ગુડ ન્યૂઝ, ભારત-UAE વચ્ચે થવાની છે મોટી ડીલ?

વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવાર 15મી મેથી 5 દેશોના 6 દિવસીય મહત્ત્વપૂર્ણ પ્રવાસ પર છે. તેમના આ પ્રવાસ દરમિયાન દ્વિપક્ષીય સંબંધોને નવી ઊંચાઈ પર લઈ જવા માટે વ્યૂહાત્મક ચર્ચા કરવામાં આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતી કાલે એટલે કે 15મી મેનું પ્રવાસનું પ્રથમ સ્થાન સંયુક્ત આરબ અમીરાત (UAE) હશે.

PM Modi : LPG અને તેલને લઈને ટૂંક સમયમાં આવી શકે છે ગુડ ન્યૂઝ, ભારત-UAE વચ્ચે થવાની છે મોટી ડીલ?
LPG Deal Between India UAE
| Updated on: May 14, 2026 | 12:38 PM
Share

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે, 15 મેના રોજ સંયુક્ત આરબ અમીરાતની મુલાકાત લેશે. મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ વચ્ચે, આ મુલાકાત ભારતની ઉર્જા સુરક્ષા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. સત્તાવાર સૂત્રોના જણાવ્યા અનુસાર, PM મોદી અને UAE ના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહયાન વચ્ચે શુક્રવારે LPG અને વ્યૂહાત્મક તેલ ભંડાર અંગેના બે મુખ્ય કરારોને અંતિમ સ્વરૂપ આપવામાં આવે તેવી અપેક્ષા છે.

ભારત માટે આ ડીલ કેમ મહત્વપૂર્ણ?

PM મોદી અને રાષ્ટ્રપતિ ઝાયેદ ઈરાન અને અમેરિકા યુદ્ધ અંગે પણ ચર્ચા કરે તેવી અપેક્ષા કરવામાં આવી રહી છે. ભારત આ ક્ષેત્રમાં શાંતિની હિમાયત કરે છે કારણ કે યુદ્ધથી તેલના ભાવ આસમાને પહોંચી શકે છે. જેની સીધી અસર ભારતીય અર્થતંત્ર પર પડી શકે છે. ભારત અને UAE વચ્ચે થનારો આ કરાર ભારતના ઇમરજન્સી તેલ ભંડારને વધુ મજબૂત બનાવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આ મુલાકાત એટલા માટે પણ ખાસ માનવામાં આવી રહી છે કે તાજેતરમાં જ UAE તેલ નિકાસકાર દેશોના સંગઠન OPECમાંથી બહાર થવાની જાહેરાત કરી છે. આવી સ્થિતિમાં ભારત પાસે સીધી અને વધુ સારી ડીલ કરવાની તક છે.

વેપાર અને રોકાણ પર પણ રહેશે ફોકસ

UAE ભારતનો ત્રીજો સૌથી મોટો વેપારી ભાગીદાર છે. વિદેશ મંત્રાલયના સચિવ સિબી જ્યોર્જે જણાવ્યું હતું કે PM મોદી પાસે દ્વિપક્ષીય સંબંધો માટે એક નક્કર એજન્ડા છે. જેમાં સંરક્ષણ, ક્લીન એનર્જી અને અવકાશ સહયોગ જેવા વિષયોનો સમાવેશ થાય છે. ઇટાલી અને નેધરલેન્ડ્સ સાથે ભારતનો વેપાર પણ અબજો ડોલરનો છે અને તેને નવી ઊંચાઈએ લઈ જવાની યોજનાઓ ચાલી રહી છે.

યુરોપના 4 દેશોના પ્રવાસે જશે PM મોદી

UAEમાં માત્ર ચાર કલાક વિતાવ્યા પછી PM મોદી તેમના પાંચ દિવસના યુરોપિયન પ્રવાસ પર નીકળશે. આ સમયગાળા દરમિયાન તેઓ નેધરલેન્ડ, સ્વીડન, નોર્વે અને ઇટાલીની મુલાકાત લેશે:

  1. નેધરલેન્ડ (15થી 17 મે): પીએમ મોદી અને નેધરલેન્ડના રાજા કિંગ વિલેમ-એલેક્ઝાન્ડર અને પીએમ રૉબ જેટનને મળશે. નેધરલેન્ડ યુરોપમાં ભારતનું ચોથું સૌથી મોટું રોકાણકાર છે.
  2. સ્વીડન (17 – 18 મે): 2018 પછી પીએમની નોર્વેની આ બીજી મુલાકાત છે. સંરક્ષણ, એઆઈ અને સ્ટાર્ટઅપ્સ પર ચર્ચા થવાની શક્યતા છે.
  3. નોર્વે (18 – 19 મે): 43 વર્ષમાં ભારતીય વડા પ્રધાનની નોર્વેની આ પહેલી મુલાકાત હશે. તેઓ ભારત-નોર્ડિક સમિટમાં ભાગ લેશે.
  4. ઇટાલી (19 – 20 મે): પ્રવાસના છેલ્લા તબક્કામાં, પીએમ મોદી તેમના ઇટાલિયન સમકક્ષ જ્યોર્જિયા મેલોની સાથે દ્વિપક્ષીય વાટાઘાટો કરવાની શક્યતા છે.

આ પણ વાંચો, Breaking News : PM મોદીની અપીલ બાદ કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી ખુદ બસમાં મુસાફરી કરશે

Follow Us
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સુરેન્દ્રનગરમાં લીલો ચારો ન મળતા માલધારીઓની કફોડી સ્થિતિ- Video
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
સ્માર્ટ સિટીના મસમોટા દાવા વચ્ચે દોઢ ઈંચ વરસાદમાં જ જળમગ્ન બન્યુ સુરત
9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB
9 નિર્દોષ લોકોના મોત બાદ ગેરકાયદે ધમધમતી ફટાકડા ફેક્ટરી પર ફર્યુ JCB
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મોડાસાની પ્રાર્થના ગ્લોબલ સ્કૂલના વિદ્યાર્થીને શિક્ષકે માર્યા 25 લાફા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
મેઘરાજાની તોફાની બેટિંગ! 24 કલાકમાં 95 તાલુકા ધમરોળાયા
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
અંબાલાલ પટેલે આગામી દિવસોમાં ભારે વરસાદને લઈને કરી મોટી આગાહી!
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
જુઓ પંકજ ત્રિપાઠીનું 'રૂપકથા' હોલિડે હોમ, સાદગીમાં જ છે ખાસિયત! Video
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
કાશ આવી ટીચર આપણને મળી હોત! ગાઝિયાબાદની ‘કૂલ ટીચર’નો વીડિયો થયો વાયરલ
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
મોટી સફળતા કે સન્માન મળી શકે છે, તમારી યોગ્યતાની પ્રશંસા થશે
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
ભાવનગરના મહુવા શહેરમાં પાણી ભરાવાની સમસ્યા યથાવત
g clip-path="url(#clip0_868_265)">