રાષ્ટ્રપતિ નાહયાને કહ્યું “જે જમીન પર આંગળી ચીંધશો તે આપી દઈશ”…PM મોદીએ UAEમાં હિંદુ મંદિર નિર્માણ પાછળની સચ્ચાઈ જણાવી

પીએમ મોદીએ તેમની 2015ની UAE મુલાકાતને પણ યાદ કરી. તેમણે કહ્યું કે તે સમયે મને કેન્દ્ર સરકારમાં જોડાયાને બહુ સમય થયો નહોતો. કૂટનીતિની દુનિયા મારા માટે પણ નવી હતી. ત્યારે તત્કાલીન ક્રાઉન પ્રિન્સ અને આજના રાષ્ટ્રપતિ તેમના પાંચ ભાઈઓ સાથે એરપોર્ટ પર મારું સ્વાગત કરવા આવ્યા હતા.

રાષ્ટ્રપતિ નાહયાને કહ્યું જે જમીન પર આંગળી ચીંધશો તે આપી દઈશ...PM મોદીએ UAEમાં હિંદુ મંદિર નિર્માણ પાછળની સચ્ચાઈ જણાવી
PM Modi
Follow Us:
| Updated on: Feb 13, 2024 | 10:31 PM

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અબુધાબીમાં અહલાન મોદી કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. પીએમ મોદીએ તેમના સંબોધનમાં ભારત યુએઈના સંબંધોના વખાણ કર્યા હતા. વધુમાં તેમણે કહ્યું કે આજની યાદો જીવનભર મારી સાથે રહેવાની છે. હું તમારા માટે ભારતની માટીની સુગંધ લાવ્યો છું. આ ઈવેન્ટનું આયોજન અબુ ધાબીના ઝાયેદ સ્પોર્ટ્સ સિટી સ્ટેડિયમમાં કરવામાં આવ્યું હતું.

પીએમ મોદીએ 2015ની મુલાકાતને યાદ કરી

પીએમ મોદીએ તેમની 2015ની UAE મુલાકાતને પણ યાદ કરી. તેમણે કહ્યું કે તે સમયે મને કેન્દ્ર સરકારમાં જોડાયાને બહુ સમય થયો નહોતો. કૂટનીતિની દુનિયા મારા માટે પણ નવી હતી. ત્યારે તત્કાલીન ક્રાઉન પ્રિન્સ અને આજના રાષ્ટ્રપતિ તેમના પાંચ ભાઈઓ સાથે એરપોર્ટ પર મારું સ્વાગત કરવા આવ્યા હતા.

તેમની આંખોમાંની તે ઉષ્મા, તે ચમક હું ક્યારેય ભૂલી શકતો નથી. એ પહેલી મુલાકાતમાં મને એવું લાગ્યું કે, જાણે હું મારી નજીકની કોઈ વ્યક્તિ પાસે આવ્યો છું. તેઓ પણ એક પરિવારની જેમ મારું સ્વાગત કરતા હતા. પરંતુ, તે સ્વાગત માત્ર મારું ન હતું, તે સ્વાગત 140 કરોડ ભારતીયોનું હતું. તે આતિથ્ય UAEમાં રહેતા દરેક ભારતીયો સુધી પહોંચાડવામાં આવ્યું હતું.

શું તમે જાણો છો કે મોરના બચ્ચાંનો જન્મ કેટલા દિવસે થાય છે?
આજનું રાશિફળ તારીખ : 05-03-2024
જોની બેયરસ્ટોએ તેની 100મી ટેસ્ટ માતાને સમર્પિત કરી
બોલિવુડના 7 મોટા સ્ટાર્સ, જે અંબાણીની પ્રી-વેડિંગ ઇવેંટમાં નહીં પહોંચ્યા
મોનાલિસાએ વ્હાઈટ સાડીમાં મચાવી ધૂમ, જુઓ ફોટો
'બાબા વેંગા'ની આ 5 ભવિષ્યવાણી અત્યાર સુધી સાચી પડી છે

જે જમીન પર આંગળી ચીંધશો તે હું આપી દઈશ

યુએઈના રાષ્ટ્રપતિ તમારા પ્રત્યે કેટલા જાગૃત છે તે કોવિડ દરમિયાન જોવા મળ્યું હતું. મેં તેમને ભારતીયોને લાવવા કહ્યું હતું, પછી તેમણે મને ખાતરી આપી કે અહીં ભારતીયોનું રસીકરણ થશે. હું દરેક ક્ષણે તમારા બધા માટે તેમનો અપાર પ્રેમ અનુભવું છું. 2015માં જ્યારે તમારા બધા વતી તેમને મંદિર બનાવવાનો પ્રસ્તાવ આવ્યો ત્યારે તેમણે એક ક્ષણ પણ બગાડ્યા વિના તરત જ હા પાડી દીધી. તેમણે તો એમ પણ કહ્યું હતું કે, તમે જે જમીન પર આંગળી ચીંધશો તે જમીન હું આપી દઈશ અને હવે અબુધાબીમાં ભવ્ય મંદિરના ઉદ્ઘાટનનો ઐતિહાસિક સમય આવી ગયો છે.

આ પણ વાંચો ભારત-UAEના સંબંધોથી લઈને યુએઈમાં UPI શરૂ થવા સુધી…જાણો અબુધાબીમાં PM મોદીના ભાષણની 10 મોટી વાતો

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">