PM Modi અમેરિકાથી પોતાની સાથે 157 પ્રાચીન કલાકૃતિઓ અને પૌરાણિક વસ્તુઓ લઈને આવશે

અમેરિકાએ વડાપ્રધાન મોદીને આ કલાકૃતિઓ અને વસ્તુઓ ભેટ સ્વરૂપે રજૂ કરી છે, જે બદલ વડાપ્રધાને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો.

PM Modi અમેરિકાથી પોતાની સાથે 157 પ્રાચીન કલાકૃતિઓ અને પૌરાણિક વસ્તુઓ લઈને આવશે
PM Modi is bringing 157 ancient artifacts and mythological objects from America
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 11:48 PM

DELHI : વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમનો અમેરિકા પ્રવાસ પૂરો કરીને ન્યૂયોર્કના જ્હોન એફ કેનેડી ઇન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી જવા રવાના થયા છે, પીએમ મોદી રવિવારે ભારત આવશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 157 પ્રાચીન કલાકૃતિઓ અને વસ્તુઓ પોતાની સાથે લાવશે. અમેરિકાએ વડાપ્રધાન મોદીને આ કલાકૃતિઓ અને વસ્તુઓ ભેટ સ્વરૂપે રજૂ કરી છે, જે બદલ વડાપ્રધાને તેમનો આભાર વ્યક્ત કર્યો હતો. અમેરિકા દ્વારા ભારતને સોંપવામાં આવેલી કલાકૃતિઓમાં સાંસ્કૃતિક પ્રાચીન વસ્તુઓ, હિન્દુ ધર્મ, બૌદ્ધ ધર્મ, જૈન ધર્મ સંબંધિત શિલ્પોનો સમાવેશ થાય છે.

મોટાભાગની કલાકૃતિઓ 11મીથી 14 મી સદીની વડાપ્રધાન કાર્યાલય – PMOએ એક નિવેદનમાં કહ્યું કે આમાંની મોટાભાગની કલાકૃતિઓ અને વસ્તુઓ 11મીથી 14 મી સદીની છે. PMO એ કહ્યું કે વડાપ્રધાન મોદીએ આ કલાકૃતિઓ પરત કરવા માટે અમેરિકાનો આભાર માન્યો. તેમના મતે, વડાપ્રધાન અને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન ચોરી, ગેરકાયદે વેપાર અને સાંસ્કૃતિક ચીજોની દાણચોરી રોકવાના પ્રયાસોને મજબૂત કરવા પ્રતિબદ્ધ છે. આ 157 કલાકૃતિઓ અને વસ્તુઓમાં 10 મી સદીની રેતીના પથ્થરમાંથી કોતરવામાં આવેલી મૂર્તિ છે અને 12 મી સદીની ઉત્કૃષ્ટ નટરાજની 8.5 સેમીની કાંસાની મૂર્તિ છે.

રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?

મોટાભાગની વસ્તુઓ પ્રાચીન અને ઐતિહાસિક PMO કહ્યું કે આમાંની મોટાભાગની વસ્તુઓ 11 મીથી 14 મી સદીની છે અને તમામ ઐતિહાસિક પણ છે. તેમાંથી 2000 પૂર્વેની એન્થ્રોપોમોર્ફિક કોપર ઓબ્જેક્ટ્સ અથવા બીજી સદીની ટેરાકોટા ફૂલદાની છે. લગભગ 71 પ્રાચીન સાંસ્કૃતિક કલાકૃતિઓ છે, જ્યારે બાકીના હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મથી સંબંધિત નાના શિલ્પો છે.

આ તમામ ધાતુ, પથ્થર અને ટેરાકોટાથી બનેલા છે. કાંસાની વસ્તુઓમાં લક્ષ્મી નારાયણ, બુદ્ધ, વિષ્ણુ, શિવ-પાર્વતી અને 24 જૈન તીર્થંકરોનો સમાવેશ થાય છે. ઓછી લોકપ્રિય કનકલામૂર્તિ, બ્રાહ્મી અને નંદીકેસા સહિત અન્ય ઘણી કલાકૃતિઓ પણ છે. PMO એ કહ્યું કે આ કેન્દ્ર સરકારના વિશ્વના વિવિધ ભાગોમાંથી દેશની પ્રાચીન કલાકૃતિઓ અને વસ્તુઓ પરત લાવવાના પ્રયાસોનો એક ભાગ છે.

આ પણ વાંચો : PM Modi UNGA: પાકિસ્તાનનું નામ લીધા વિના નિશાન સાધ્યું, અફઘાનિસ્તાન પર પણ બોલ્યા, જાણો UNમાં વડાપ્રધાન મોદીના સંબોધનની 10 મોટી વાતો

આ પણ વાંચો : છેલ્લા 7 વર્ષથી ગુમ માંગરોળનો યુવાન મુંબઈથી મળી આવ્યો, જાણો મુંબઈમાં કોની સાથે રહેતો હતો

Latest News Updates

કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
સી આર પાટીલે જલાલપોર અને નવસારીના 22 ગામોમાં ઝંઝાવાતી પ્રચાર શરૂ કર્યો
g clip-path="url(#clip0_868_265)">