અમેરિકાના ફ્લોરિડામાં પ્લેન ક્રેશ, પાયલોટ સહિત ત્રણ લોકોના મોત, જુઓ વીડિયો

|

Feb 03, 2024 | 8:27 AM

અમેરિકાના ફ્લોરિડામાં એક નાનું પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં પાયલોટ સહિત ત્રણ લોકોના મોત થયા છે. અકસ્માત અંગે માહિતી આપતાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ જણાવ્યું હતું કે વિમાન ક્રેશ થયાના થોડા સમય પહેલા જ પાયલટે એન્જિનમાં ખરાબીની ખરાબીની જાણ કરી હતી.

અમેરિકાના ફ્લોરિડામાં પ્લેન ક્રેશ, પાયલોટ સહિત ત્રણ લોકોના મોત, જુઓ વીડિયો

Follow us on

અમેરિકાના ફ્લોરિડામાં એક નાનું પ્લેન ક્રેશ થયું છે. આ ઘટનામાં પાયલોટ સહિત ત્રણ લોકોના મોત થયા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તે એક નાનું પ્લેન હતું. તેમાં વધારે લોકો ન હતા. આ પ્લેન મોબાઈલ ઘર સાથે અથડાઈને અકસ્માતનો શિકાર બન્યું હતું. વિમાન દુર્ઘટનામાં પાયલટ અને ઘરની અંદર બે અન્ય લોકોના મોત થયા હતા. આ ઘટના ફ્લોરિડાના ક્લિયરવોટર ટેલર પાર્કમાં બની હતી.

અકસ્માત પહેલા એન્જિનમાં ખરાબીની માહિતી આપી હતી

ફ્લોરિડાના ટેલર પાર્કમાં જે પ્લેન ક્રેશ થયું તે સિંગલ એન્જિન બીકક્રાફ્ટ બોનાન્ઝા V35 હતું. અકસ્માત અંગે માહિતી આપતાં ફેડરલ એવિએશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ જણાવ્યું હતું કે વિમાન ક્રેશ થયાના થોડા સમય પહેલા જ પાયલટે એન્જિનમાં ફેલ થયાની જાણ કરી હતી.

Over Calorie Burn : વધારે કેલરી બર્ન કરવાથી શરીરમાં શું ફેરફાર થાય છે?
રોહિત શર્માની માતાની એક પોસ્ટે સોશિયલ મીડિયા પર બધાના દિલ જીતી લીધા
શું તમને પણ વારંવાર થઈ જાય છે એસિડિટી? તો ઘરેબેઠા જ કરો ઠીક
Travel Tips : ચોમાસામાં હિલ સ્ટેશન પર ફરવા જઈ રહ્યા છો તો, આ વાતોનું ધ્યાન રાખજો
જાણો Shelf Life અને Expiry Date વચ્ચે શું છે તફાવત
આજનું રાશિફળ તારીખ : 02-07-2024

આકાશમાં ધુમાડા જોવા મળ્યા હતા

એર ટ્રાફિક કંટ્રોલએ જણાવ્યું હતું કે સેન્ટ પીટ-ક્લિયરવોટર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર રનવેથી લગભગ ત્રણ માઇલ ઉત્તરમાં રડારથી ગાયબ થતાં પહેલાં પાઇલટે ઇમરજન્સીની જાહેરાત કરી હતી. પ્લેન ક્રેશનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવ્યો છે.

 

 

આ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે દુર્ઘટના બાદ પ્લેન જોરદાર રીતે સળગી રહ્યું હતું. આકાશમાં ધુમાડાના વાદળો ફેલાવા લાગ્યા હતા. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે.

ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી

એર ટ્રાફિક કંટ્રોલે પાઇલટને ગાયબ થતા પહેલા મે ડેની જાહેરાત કરતા સાંભળ્યા હતા. એરક્રાફ્ટ ફાયર બ્રિગેડના અધિકારીઓએ જણાવ્યું કે વિમાનમાં આગના સમાચાર મળતા જ તેઓ તુરંત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. કોઈ રીતે આગ પર કાબુ મેળવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું કે પ્લેન ક્રેશની આ ઘટના ગુરુવારે સ્થાનિક સમય અનુસાર 19:08 વાગ્યે બની હતી.

મહત્વનું છે કે, આ ઘટના બાદ પ્લેનમાં આગ લાગી ગઈ હતી અને પ્લેનમાં સવાર પાયલટ સહિત ત્રણેય લોકોના મોત થયા છે.

આ પણ વાંચો: યુક્રેનિયન કેદીઓને લઈ જતું રશિયન લશ્કરી વિમાન ક્રેશ, 65 માર્યા ગયા

Published On - 8:27 am, Sat, 3 February 24

Next Article