AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Plane Crash in China: ચીનમાં મોટી દુર્ઘટના, વિમાન ક્રેશ 135 મુસાફરો સવાર હતા

ચીનમાં એક મોટો અકસ્માત થયો છે. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, અહીં એક પ્લેન ક્રેશ થયું છે, જેમાં 133 લોકો સવાર હતા.

Plane Crash in China: ચીનમાં મોટી દુર્ઘટના, વિમાન ક્રેશ 135 મુસાફરો સવાર હતા
Plane Crash in China Image Credit source: Social Media
| Updated on: Mar 21, 2022 | 3:20 PM
Share

Crash in China: ચીન(China) માં સોમવારે એક મોટી દુર્ઘટના બની છે. ન્યૂઝ એજન્સી એએફપી અનુસાર, અહીં એક પેસેન્જર પ્લેન ક્રેશ (Plane Crash in China) થયું છે, જેમાં 133 લોકો સવાર હતા. આ ઘટના દેશના દક્ષિણ પશ્ચિમ ભાગમાં બની હતી. આ દુર્ઘટનામાં કેટલા લોકો ઘાયલ થયા છે તેની કોઈ માહિતી સામે આવી નથી. ચીનના સરકારી ટીવી સીસીટીવીએ અહેવાલ આપ્યો છે કે બોઇંગ 737 પ્લેન (Boeing Plane Crash) ગુઆંગસી ક્ષેત્રમાં વુઝોઉ શહેરની નજીકના ગ્રામીણ વિસ્તારમાં ક્રેશ થયું હતું.

ચીનની મીડિયા ચેનલે જણાવ્યું કે બચાવ ટીમને ઘટનાસ્થળે મોકલવામાં આવી છે.

ચીનમાં પ્લેન ક્રેશ થયું

ગુઆંગસી ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “ચાઇના ઇસ્ટન એરલાઇન્સનું 133 લોકોને લઇ જતું બોઇંગ 737 પેસેન્જર પ્લેન વુઝોઉ, ટેંગ કાઉન્ટી, ગુઆંગસીમાં ક્રેશ થતા પહાડોમાં આગ લાગી હતી. મૃતકોની સંખ્યા વિશે કોઈ માહિતી નથી. આ ઘટનાનો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઝાડમાંથી સફેદ ધુમાડો નીકળતો જોવા મળી રહ્યો છે.

વિમાનના મોટા ટુકડાઓ મળ્યાનો દાવો

આવા જ બીજા ઘણા વીડિયો પણ સામે આવ્યા છે, જેમાં આખો વિસ્તાર આગની લપેટમાં જોવા મળે છે. ટ્વિટર પર શેર કરાયેલી તસવીરોમાં સ્થાનિક લોકો દાવો કરી રહ્યા છે કે આ વિસ્તારમાં વિમાનના મોટા ટુકડા મળ્યા છે.ફ્લાઇટ ડેટા દર્શાવે છે કે વિમાન થોડી જ મિનિટોમાં હજારો ફૂટથી જમીન પર ક્રેશ થયું હતું,

આ પણ  વાંચો : મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રકાંત પાટીલે કહ્યું, ‘PM મોદી દિવસમાં માત્ર 2 કલાક ઊંઘે છે, દરરોજ 22 કલાક કામ કરે છે’

આ પણ  વાંચો : મહારાષ્ટ્ર ભાજપના વડા ચંદ્રકાંત પાટીલે કહ્યું, ‘PM મોદી દિવસમાં માત્ર 2 કલાક ઊંઘે છે, દરરોજ 22 કલાક કામ કરે છે’

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">