Philippines : ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડરીગો દુતેર્તે વેક્સિન ન લેનાર લોકોને કહ્યું, ભારત જાવ

|

Jun 24, 2021 | 1:04 PM

Philippines : ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડ્રિગો (President Rodrigo Duterte) દુતેર્તે તેમના સંબોધનમાં કહ્યું કે, મને ખોટો ન સમજતા આપણો દેશ સંકટનો સામનો કરી રહ્યો છે,  જો તમારે વેક્સિન (Vaccine) લેવી ન હોય તો તમારી ધરપકડ કરવામાં આવશે.

Philippines : ફિલિપાઇન્સના રાષ્ટ્રપતિ રોડરીગો દુતેર્તે વેક્સિન ન લેનાર લોકોને કહ્યું, ભારત જાવ
Philippine President Rodrigo Duterte tells non-vaccinators to go to India

Follow us on

Philippines : ફિલિપાઈન્સના રાષ્ટ્રપતિ રોડરીગો દુતેર્તે (President Rodrigo Duterte) કહ્યું કે, તેઓ એક ગંભીર પગલું ભરવા તૈયાર છે, તેમણે કહ્યું કે, જે લોકો વેક્સિન (Vaccine) લેવા ઈચ્છતા ન હોય તે લોકો ભારત અથવા અમેરિકા જઈ શકે છે

ફિલિપાઇન્સ ( Philippines )ના રાષ્ટ્રપતિ રોડરીગો દુતેર્તે ( President Rodrigo Duterte ) કોરોના વાયરસ ( corona virus )મામલે દેશની જનતા સામે 2 શરત મૂકી છે. રોડરીગોએ કહ્યું કે, જે લોકો વેક્સિન લેવા માંગતા નથી તેમની ધરપકડ કરવામાં આવશે. તેમજ નાગરિકોને કહ્યું તમે ઈચ્છો તો ભારત ( India )અથવા અમેરિકા ( America )જઈ શકો છે.

ફિલિપાઇન્સ કોરોના વાયરસની ( corona virus )મહામારીને લઈ દક્ષિણ પૂર્વ એશિયામાં સૌથી વધુ પ્રભાવિત દેશમાંથી એક છે. જે માટે રાષ્ટ્રપતિ કોઈ પણ લાપરવાહી ઈચ્છતા નથી. રાષ્ટ્રપતિએ તેમના સંબોધનમાં કહ્યું કે, મને ખોટો ન સમજતા આપણો દેશ સંકટનો સામનો કરી રહ્યો છે,  જો તમારે વેક્સિન ( Vaccine ) લેવી ન હોય તો તમારી ધરપકડ કરવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

રાષ્ટ્રપતિ કહ્યું કે, આપણે પહેલાથી જ કોરોનાથી પીડિત છીએ, તમે વેક્સિન (Vaccine) ન લઈ બોજ વધારી રહ્યા છો. સાથે કહ્યું કે, જો કોઈને વેક્સિન લેવી ન હોય તો તે ભારત અથવા અમેરિકા જઈ શકે છે. જ્યાં સુધી તમે અહી છો અને તમે એક માણસ છો જે વાયરસ ફેલાવી શકે છે તો વેક્સિન લગાવો.

ફિલિપાઇન્સ( Philippines )ના સ્વાસ્થ્ય વિભાગે ( Health Department) જણાવ્યું કે, દેશમાં બુધવારના રોજ 4,353 નવા કોરોના કેસ નોંધાયા છે, જ્યારે ફિલિપાઈન્સ( Philippines )માં કુલ કેસની સંખ્યા 1,372,232 છે. જ્યારે દક્ષિણ પૂર્વ એશિયાઈ દેશની વસ્તી અંદાજે 11 કરોડ છે.20 જૂન સુધીમાં ફિલીપાઈન્સના અધિકારીઓએ 2.1 મિલિયન લોકોને વેક્સિન આપી છે.

Next Article