AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કોરોનાના નિયમો તોડવા પર 10 લાખ સુધીનો દંડ અને 10 વર્ષની સજા, જાણો કઈ જગ્યા પર છે આ આકરા નિયમ?

બ્રિટેને કોરોના નિયમનો ભંગ કરનારા લોકો પર 10,000 પાઉન્ડ (લગભગ 10 લાખ રૂપિયા) સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની જેલની સજાની દરખાસ્ત કરી છે

કોરોનાના નિયમો તોડવા પર 10 લાખ સુધીનો દંડ અને 10 વર્ષની સજા, જાણો કઈ જગ્યા પર છે આ આકરા નિયમ?
કોરોના નિયમો તોડવા પર 10 લાખ સુધીનો દંડ અને 10 વર્ષની જેલ
Rahul Vegda
| Edited By: | Updated on: Feb 10, 2021 | 4:06 PM
Share

બ્રિટેને Corona ના નિયમનો ભંગ કરનારા લોકો પર 10,000 પાઉન્ડ (લગભગ 10 લાખ રૂપિયા) સુધીનો દંડ અને 10 વર્ષ સુધીની જેલની સજાની દરખાસ્ત કરી છે, જ્યાં કોરોના વાયરસ ખતરનાક સ્વરૂપ ફેલાવાની  શક્યતા છે ત્યાં આવા કડક નિયમો લાગુ કર્યા છે. સંસદના નીચલા ગૃહ, House of commansમાં આરોગ્ય પ્રધાન મેટ હેનકોકે નવા નિયમો વિશે માહિતી આપી હતી, જે આવતા સોમવારથી લાગુ થશે.

uk new rules

કોરોનાના નિયમો તોડવા પર 10 લાખ સુધીનો દંડ અને 10 વર્ષની સજા

આ નિયમોમાં બહારથી આવતા લોકો માટે એક 1750 પાઉન્ડનું  પેકેજ પણ શામેલ છે જેમનું બુકિંગ પહેલા જ કરાવવું પડે છે. જેમાં હોટેલમાં રહેવાનું, આવવા-જવાનું અને ફરજિયાત બે RTPCR Testનો  ખર્ચ શામેલ છે. હેનકોકે જણાવ્યું કે બહારથી આવતા લોકોએ દસ દિવસ સુધી Quarantine રહેવું પડશે તેમજ Quarantineના બીજા અને આઠમાં દિવસે RTPCR TEST પણ ફરજિયાત કરાવવું પડશે. અને જો રિપોર્ટ તેમ પોઝિટવ આવ્યો હોય તેમણે ફરજિયાત પણે 10 દિવસ સુધી કવોરનટાઈન થવું પડશે. અને બ્રિટેનમાં પ્રવેશ મેળવતા પહેલા કોરોના ટેસ્ટ નેગેટિવ આવવો જરૂરી છે.

Follow Us
g clip-path="url(#clip0_868_265)">