AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રશિયન સેનાના તાબડતોડ હુમલાથી કિવ સહિત સમગ્ર દેશમાં દહેશત, રશિયા અને યુક્રેને કહ્યું- વિનાશકારી યુદ્ધને રોકવા માટે વાતચીત જરૂરી

યુક્રેનના બીજા સૌથી મોટા શહેર, ખારકીવની મધ્યમાં સ્થિત મુખ્ય ચોક અને કિવના મુખ્ય ટીવી ટાવર પર બોમ્બ વિસ્ફોટને યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકીએ આતંક ગણાવ્યો અને કહ્યું કે, તેને કોઈ ભૂલી શકશે નહીં.

રશિયન સેનાના તાબડતોડ હુમલાથી કિવ સહિત સમગ્ર દેશમાં દહેશત, રશિયા અને યુક્રેને કહ્યું- વિનાશકારી યુદ્ધને રોકવા માટે વાતચીત જરૂરી
Russia Ukraine War
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 02, 2022 | 11:42 PM
Share

રશિયન સેનાએ (Russian Army) બુધવારે યુક્રેનના (Ukraine) બીજા સૌથી મોટા શહેર પર તેના હુમલાને વધુ તીવ્ર બનાવ્યો અને ગીચ વસ્તીવાળા વિસ્તારોમાં ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા. આ દરમિયાન બંને પક્ષોએ કહ્યું કે તેઓ યુરોપમાં વિનાશક યુદ્ધને રોકવાના હેતુથી મંત્રણા ફરી શરૂ કરવા તૈયાર છે. ગીચ વસ્તીવાળા શહેરોમાં હુમલા વધતા પહેલા સોમવારે યુક્રેન અને રશિયા વચ્ચે વાતચીતનો પ્રારંભિક રાઉન્ડ યોજાયો હતો, જેમાં ફરી મળવાનું વચન જ આપી શકાયુ હતું. હજુ એ સ્પષ્ટ નથી કે નવી વાતચીત ક્યારે થશે અથવા તેનું પરિણામ શું આવશે. યુક્રેનના રાષ્ટ્રપતિએ અગાઉ કહ્યું હતું કે રશિયાએ ફરી એકવાર વાતચીત પહેલા બોમ્બમારો રોકવો જોઈએ.

યુક્રેનના બીજા સૌથી મોટા શહેર ખારકીવની મધ્યમાં સ્થિત મુખ્ય ચોક અને કિવના મુખ્ય ટીવી ટાવર પર બોમ્બ વિસ્ફોટને યુક્રેનના રાષ્ટ્રપતિ વાલદિમીર ઝેલેન્સકીએ આતંક ગણાવ્યો અને કહ્યું કે તેને કોઈ ભૂલી શકશે નહીં. આને કોઈ માફ નહીં કરે. બીજી તરફ અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડેને મંગળવારે કહ્યું કે રશિયન નેતા વ્લાદિમીર પુતિનને હુમલાની કિંમત ચૂકવવી પડશે.

બુધવારે યુક્રેનમાં બોમ્બ હુમલા ચાલુ રહ્યા હતા અને યુક્રેનની UNIAN સમાચાર એજન્સીએ ઉત્તરી શહેર ચેર્નિહિવના આરોગ્ય વહીવટી વડા સેરહી પિવોવારને ટાંકીને જણાવ્યું હતું કે ત્યાંની એક હોસ્પિટલમાં બે ક્રુઝ મિસાઈલો છોડવામાં આવી હતી. પિવોવારે જણાવ્યું હતું કે હોસ્પિટલની મુખ્ય ઈમારતને નુકસાન થયું છે અને અધિકારીઓ મૃતકોની સંખ્યા જાણવા માટે કામ કરી રહ્યા છે. હાલમાં અન્ય કોઈ માહિતી ઉપલબ્ધ નથી.

યુક્રેનની રાજ્ય કટોકટી સેવાએ જણાવ્યું હતું કે ખારકીવમાં બુધવારે પણ હુમલા ચાલુ રહ્યા હતા, જેમાં ચાર માર્યા ગયા હતા અને ઘણા લોકો ઘાયલ થયા હતા. એક વિસ્ફોટમાં પાંચ માળની પોલીસ કાર્યાલયની છત ઉડી ગઈ. એક દિવસ પહેલા ખારકીવના સેન્ટ્રલ સ્ક્વેર પર થયેલા હુમલામાં ઓછામાં ઓછા છ લોકો માર્યા ગયા હતા. રશિયાએ રાજધાની કિવમાં એક ટીવી ટાવર પર પણ હુમલો કર્યો હતો. લગભગ 8,74,000 લોકોએ યુક્રેન છોડી દીધું છે અને યુએન શરણાર્થી એજન્સીએ ચેતવણી આપી છે કે ટૂંક સમયમાં આ સંખ્યા 10 લાખને વટાવી શકે છે. ઘણા લોકોએ ભૂગર્ભ બંકરોમાં આશરો લીધો છે.

યુક્રેનમાં સાત દિવસથી યુદ્ધ ચાલુ છે, પરંતુ માર્યા ગયેલા લોકોની સંખ્યા સ્પષ્ટ નહીં

યુક્રેનમાં સાત દિવસના યુદ્ધમાં માર્યા ગયેલા લોકોની સંખ્યા હજુ સ્પષ્ટ નથી. રશિયા કે યુક્રેને માર્યા ગયેલા સૈનિકોની સંખ્યા જણાવી નથી. યુક્રેનની રાજ્ય કટોકટી સેવા અનુસાર 2,000થી વધુ નાગરિકો માર્યા ગયા છે, જો કે આ દાવાની પુષ્ટિ થઈ શકી નથી. યુએન માનવાધિકાર કાર્યાલયે જણાવ્યું હતું કે તેણે 136 નાગરિકોનું મોત નોંધ્યું છે, પરંતુ વાસ્તવિક મૃત્યુઆંક ઘણી વધારે હોવાનું કહેવાય છે. યુક્રેનની રાજ્ય કટોકટી સેવાએ જણાવ્યું હતું કે ટીવી ટાવર પર થયેલા હુમલામાં પાંચ લોકો માર્યા ગયા હતા અને અન્ય પાંચ ઘાયલ થયા છે.

રશિયાનો હુમલો માનવતાથી પર છે

યુક્રેનના રાષ્ટ્રપતિ વાલાદિમીર ઝેલેન્સકીના કાર્યાલયના વડા એન્ડ્રે યર્માકે ફેસબુક પર જણાવ્યું હતું કે (બાબી) યાર સ્મારક સ્થિત છે તે સ્થળ પર એક શક્તિશાળી મિસાઈલ હુમલો કરવામાં આવી રહ્યો છે. ઝેલેન્સકીએ ફેસબુક પર એક પોસ્ટમાં કહ્યું કે, આ માનવતાથી પર છે. યુક્રેનના રાષ્ટ્રપતિ, જે યહૂદી સમુદાયના છે, તેમણે વિશ્વભરના યહૂદીઓને આ હુમલાઓનો વિરોધ કરવા કહ્યું.

આ દરમિયાન, રશિયન સંસદના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે બુધવારે જણાવ્યું હતું કે એક પ્રતિનિધિમંડળ આજે સાંજ સુધીમાં યુક્રેનના અધિકારીઓને મળવા માટે તૈયાર હશે. યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રો કુલેબાએ પણ કહ્યું હતું કે તેમનો દેશ તૈયાર છે, પરંતુ રશિયાની માંગણીઓ બદલાઈ નથી અને તેઓ કોઈ અલ્ટીમેટમ સ્વીકારશે નહીં. બંને પક્ષોએ એ નથી કહ્યું કે વાતચીત ક્યાં થઈ શકે છે.

આ પણ વાંચો : ભારતપેએ અશનીર ગ્રોવરને તમામ પદ પરથી હટાવ્યા, અમુક હિસ્સેદારી પરત લેવાની પણ તૈયારી

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">