Pakistan : પૂરને કારણે પાકિસ્તાનની સ્થિતિ વણસી,અત્યાર સુધીમાં 1300 લોકોએ જીવ ગુમાવ્યો

|

Sep 05, 2022 | 11:09 AM

પાકિસ્તાનમાં (Pakistan) પૂરના કારણે દેશનો ત્રીજો ભાગ પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

Pakistan : પૂરને કારણે પાકિસ્તાનની સ્થિતિ વણસી,અત્યાર સુધીમાં 1300  લોકોએ જીવ ગુમાવ્યો
Pakistan Flood

Follow us on

પાકિસ્તાનમાં (Pakistan) ચોમાસાનો રેકોર્ડ વરસાદ અને ગ્લેશિયર પીગળવાને કારણે અભૂતપૂર્વ પૂરને (Flood) કારણે અત્યાર સુધીમાં લગભગ 1,300 લોકોએ જીવ ગુમાવ્યો છે. પૂર બાદ હવે ઝાડા-ઉલટી અને મેલેરિયા જેવા રોગોનું જોખમ પણ વધી ગયું છે, જેને રોકવા માટે સરકાર (pakistan govt)  તમામ પ્રયાસો કરી રહી છે.  પૂરના કારણે  પાકિસ્તાન દેશનો ત્રીજો ભાગ પાણીમાં ડૂબી ગયો છે, જેના કારણે લોકોએ સ્થળાંતર કરવાની ફરજ પડી છે. પૂરના કારણે પાકિસ્તાનની પહેલાથી જ કથળી રહેલી અર્થવ્યવસ્થાને (pakistan financial condition) પૂરના કારણે 12.5 બિલિયન ડોલરનું આર્થિક નુકસાન થયું છે.

સંઘીય સરકારે પાકિસ્તાનની મદદ કરવા હાકલ કરી

નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી (NDMA) અનુસાર છેલ્લા 24 કલાકમાં ઓછામાં ઓછા 26 લોકોના મોત થયા છે,રવિવારે મૃત્યુઆંક 1,290 પર પહોંચ્યો હતો, જ્યારે 12,588થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે. NDMAએ જણાવ્યું કે સિંધમાં 492, ખૈબર-પખ્તુનખ્વા પ્રાંતમાં 286, બલૂચિસ્તાનમાં 259, પંજાબમાં 188, કાશ્મીરમાં 42, ગિલગિટ-બાલ્ટિસ્તાનમાં 22 અને ઈસ્લામાબાદમાં એક મૃત્યુ થયુ છે. મીડિયા અહેવાલ મુજબ નેશનલ ફ્લડ રિસ્પોન્સ એન્ડ કોઓર્ડિનેશન સેન્ટર દ્વારા આયોજિત પ્રેસ કોન્ફરન્સમાં (Press Conference) આયોજન મંત્રી અહેસાન ઈકબાલે કહ્યું કે સંઘીય સરકારે આંતરરાષ્ટ્રીય સમુદાયને પાકિસ્તાનની મદદ કરવા હાકલ કરી છે.

બલૂચિસ્તાનની સૌથી ખરાબ હાલત

અહેવાલ મુજબ, આંતરિક વિસ્થાપનને કારણે બલૂચિસ્તાન, (Balochistan)ખૈબર પખ્તુનખ્વા, સિંધ અને પંજાબ પ્રાંતમાં હાલમાં 5,00,000 થી વધુ લોકો રાહત શિબિરોમાં આશ્રય લઈ રહ્યા છે. મંત્રીએ કહ્યું કે, પાકિસ્તાનમાં 30 વર્ષની સરેરાશ કરતા 500 ટકા વધુ વરસાદ થયો છે.વધુમાં તેમણે કહ્યું કે લગભગ 5,000 કિલોમીટરના રસ્તાઓને નુકસાન થયું છે અને બલૂચિસ્તાન પ્રાંતમાં સ્થિતિ સૌથી ખરાબ છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

એન્ટોનિયો ગુટેરેસ પાકિસ્તાન જશે

પાકિસ્તાનમાં આકાશી આફતના કારણે ખેડૂતોનો (Farmer)  મોટાભાગનો પાક નષ્ઠ થઈ ગયો છે. પૂરના કારણે દેશનો એક તૃતિયાંશ ભાગ ડૂબી ગયો છે. આ દરમિયાન યુએનના વડા એન્ટોનિયો ગુટેરેસ 9 સપ્ટેમ્બરે પાકિસ્તાન પહોંચશે અને પૂર પ્રભાવિત વિસ્તારોની સમીક્ષા કરશે.

PM શાહબાઝે બલૂચિસ્તાનની કરી મુલાકાત

વડા પ્રધાન શાહબાઝ શરીફે એક દિવસની મુલાકાતે બલૂચિસ્તાન પ્રાંતના કાચી વિસ્તારોની મુલાકાત લીધી હતી, જ્યાં તેમણે પરિસ્થિતિની સમીક્ષા કરી.સાથે જ વડા પ્રધાને (PM Shehbaz Sharif)સ્થળાંતર પ્રક્રિયામાં મદદ કરતા કામદારો માટે PKR 50 લાખ અને ગેસ પાઇપલાઇનના પુનઃસ્થાપન માટે કામ કરતા કામદારો માટે PKR 10 લાખની જાહેરાત પણ કરી હતી.

Published On - 11:08 am, Mon, 5 September 22

Next Article