પાકિસ્તાન બની રહ્યુ છે કંગાળ, ઈમરાનખાનના રાજમાં 1 ડૉલરની કિંમત 177 રૂપિયા પર પહોંચી

|

Dec 28, 2021 | 7:48 PM

પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની (Imran Khan) વર્તમાન સરકારના રાજમાં છેલ્લા ત્રણ વર્ષ અને ચાર મહિનામાં અમેરિકી ડોલર સામે પાકિસ્તાની રૂપિયામાં 30.5 ટકાનો ઘટાડો થયો છે.

પાકિસ્તાન બની રહ્યુ છે કંગાળ, ઈમરાનખાનના રાજમાં 1 ડૉલરની કિંમત 177 રૂપિયા પર પહોંચી
Pakistani rupee, US dollar

Follow us on

પાકિસ્તાની રૂપિયાની (Pakistani rupee) હાલત ખરાબ છે. વર્ષ 2021માં પાકિસ્તાની રૂપિયો વિશ્વની સૌથી ખરાબ પ્રદર્શન કરનારા ચલણમાં (currency) સામેલ થયો છે. પાકિસ્તાની રૂપિયામાં 2021ની શરૂઆતથી 12 ટકાથી વધુનો ઘટાડો જોવા મળ્યો છે અને મેના મધ્યમાં 152.50ની નીચી સપાટીએથી 17 ટકા વધુનો ઘટાડો થયો છે. અમેરિકાના એક ડોલરની (dollar) સામે પાકિસ્તાનના 177 રૂપિયે કિંમત પહોચી ગઈ છે. જે પાકિસ્તાનની અતિ ખરાબ અર્થવ્યવસ્થા સાબિત કરે છે. 

પાકિસ્તાની મીડિયા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે કે 2021ના અંત સુધીમાં પાકિસ્તાન સરકારને અર્થવ્યવસ્થાને સ્થિર કરવા માટે ફરી એકવાર ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ ( International Monetary Fund – IMF) તરફ વળવું પડશે. પાકિસ્તાનના અગ્રણી અખબારના અહેવાલ મુજબ, સ્ટેટ બેંક ઑફ પાકિસ્તાને રૂપિયાને સ્થિર કરવા માટે ઘણા આર્થિક પગલાં લીધા છે. ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (FIA) યુએસ ચલણના પ્રવાહને મર્યાદિત કરવા અને તેની માંગ ઘટાડવા માટે સંગ્રહખોરો અને દાણચોરો પર સતત કાર્યવાહી કરી રહી છે.

ઈમરાન સરકારના કાર્યકાળમાં અત્યાર સુધી 30.5 ટકાનો ઘટાડો થયો છે
પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની (Imran Khan) વર્તમાન સરકાર હેઠળ છેલ્લા ત્રણ વર્ષ અને ચાર મહિનામાં અમેરિકી ડોલર સામે પાકિસ્તાની રૂપિયામાં 30.5 ટકાનો ઘટાડો થયો છે. પાકિસ્તાની રૂપિયાનું મૂલ્ય ઓગસ્ટ 2018માં ડૉલર સામે 123 રૂપિયાથી ઘટીને ડિસેમ્બર 2021માં 177 રૂપિયા થઈ ગયું છે. છેલ્લા 40 મહિનામાં પાકિસ્તાનના રૂપિયાના આંતરરાષ્ટ્રીય મુલ્યમાં 30.5 % નો ઘટાડો છે. આ પાકિસ્તાન દેશના ઇતિહાસમાં ચલણના અવમૂલ્યનમાં સૌથી વધુ છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

આ પહેલા, લગભગ 50 વર્ષ પહેલા જ્યારે પશ્ચિમ પાકિસ્તાન સ્વતંત્ર બાંગ્લાદેશ બન્યું ત્યારે પાકિસ્તાનના ચલણનું આજે ટકાવારીની દ્રષ્ટિએ જેટલુ અવમૂલ્યન થયુ છે એટલુ અવમૂલ્યન ત્યારે થયું હતું. તે સમયે, પાકિસ્તાની રૂપિયો અમેરિકી ડોલર સામે રૂ. 4.6 થી રૂ. 11.1 પર એટલે કે 58 ટકા ઘટ્યો હતો.

પાકિસ્તાનના ચલણની કથળતી સ્થિતિ અંગે પાકિસ્તાનના ભૂતપૂર્વ આર્થિક સલાહકાર ડૉ. અશફાક હસન ખાને કહ્યું છે કે, દેશનું નાણાકીય વર્ષ ભૌતિક નીતિ અને વિનિમય દર નીતિઓને આધિન બની ગયું હોવાથી આર્થિક નીતિ નિર્માણ સંપૂર્ણપણે પડી ભાંગ્યું છે. તેમણે વધુમાં કહ્યું છે કે જાહેર દેવા સહિતના કારણે પાકિસ્તાનની આર્થિક સ્થિતિ વધુ ખરાબ થઈ છે.

આ પણ વાંચોઃ

કોરોના વિરોધી રસીના વધારાના ડોઝ માટે ડોક્ટરનું પ્રમાણપત્ર જરૂરી નથી, 60 વર્ષથી વધુ ઉંમરના લોકો માટે સરકારનું નિવેદન

આ પણ વાંચોઃ

19 વર્ષીય ભારતીય યુવક પહોંચ્યો ક્વિન એલિઝાબેથની હત્યા કરવા, જલિયાવાલા બાગનો બદલો લેવા માંગતો હતો

Next Article