19 વર્ષીય ભારતીય યુવક પહોંચ્યો ક્વિન એલિઝાબેથની હત્યા કરવા, જલિયાવાલા બાગનો બદલો લેવા માંગતો હતો

19 વર્ષીય ભારતીય યુવક પહોંચ્યો ક્વિન એલિઝાબેથની હત્યા કરવા, જલિયાવાલા બાગનો બદલો લેવા માંગતો હતો
Sikh youth allegedly wanting to kill Queen Elizabeth to avenge Jallianwala Bagh, nabbed

જલિયાવાલા બાગ હત્યાકાંડનો બદલો લેવા માટે રાણી એલિઝાબેથ દ્વિતીયને હત્યાની ધમકી આપતા એક શીખ યુવકની ધરપકડ કરવામાં આવી છે.

TV9 GUJARATI

| Edited By: Bhavyata Gadkari

Dec 28, 2021 | 5:06 PM

મહારાની એલિઝાબેથ દ્વિતીયની (Queen Elizabeth II) હત્યા કરવા માંગતા એક ભારતીય શીખ યુવકની ધરપકડ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર આ યુવક ક્વિનની હત્યા કરીને 1919 માં થયેલા જલિયાંવાલા બાગ (Jallianwala Bagh) હત્યાકાંડનો બદલો લેવા માંગતો હતો. હાલમાં આ વ્યક્તિ પર માનસિક સ્વાસ્થ્ય કાયદાઓની ધારાઓ લગાડવામાં આવી છે અને યુવકને ચિકિત્સકોની દેખરેખ હેઠળ રાખવામાં આવ્યો છે.

તીર-કમાન સાથે કરાઇ ધરપકડ

પોતાની જાતને જસવંત સિંહ ચૈલ જણાવતો આ યુવક ક્રિસમસના દિવસે વિંડસલ મહેલમાં તીર-કમાન લઇને ક્વિનને મારવા પહોંચ્યો હતો. જો કે સ્કૉટલેન્ડ યાર્ડની પોલીસે આ યુવકની ધરપકડ કરી હતી.

વીડિયો બનાવી કર્યો હતો વાયરલ

સ્નેપશોટ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં એક માસ્ક પહેરેલો ભારતીય શીખ વ્યક્તિ જસવંત સિંહ ચૈલ તરીકે પોતાની ઓળખ આપી રહ્યો છે. વીડિયોમાં તે કહી રહ્યો છે, ‘હું દુઃખી છું, મેં જે કર્યું છે અને હું જે કરીશ એના માટે, હું શાહી પરિવારની રાણી એલિઝાબેથની હત્યા કરવાનો પ્રયાસ કરીશ.

1919ના જલિયાવાલા બાગ હત્યાકાંડમાં માર્યા ગયેલા લોકો માટે આ બદલો હશે. આ એ લોકો માટે બદલો હશે જેઓ તેમની જાતિના કારણે માર્યા ગયા, અપમાનિત થયા અથવા તેમની સાથે ભેદભાવ કરવામાં આવ્યા છે. હું ભારતીય શીખ છું. મારું નામ જસવંત સિંહ ચૈલ છે, મારું નામ ડાર્થ જોન્સ છે.

હજારો નિર્દોષોની હત્યા કરવામાં આવી હતી

આ હત્યાકાંડ 13 એપ્રિલ 1919 માં અમૃતસરના જલિયાવાલા બાગમાં થયો હતો, જનરલ ડાયરના આદેશ પર, બ્રિટિશ સૈનિકોએ શાંતિપૂર્ણ સ્વતંત્રતા માટે પ્રદર્શન કરનાર પ્રદર્શનકારીઓ પર ગોળીબાર કર્યો હતો, જેમાં મોટી સંખ્યામાં લોકોના મોત થયા હતા. સૈનિકોએ ગોળીઓ ચલાવીને નિશસ્ત્ર, શાંત એવાં અબાલ-વૃદ્ધ અને બાળકો સહીત સેંકડો લોકો પર ગોળીઓ ચલાવી હતી.

આ ગોળીબારમાં ઘણાં લોકો માર્યા ગયા હતા અને હજારો લોકો ઘાયલ પણ થયા હતા. જો કોઈ એક ઘટનાએ ભારતીય સ્વતંત્રતા સંગ્રામમાં સૌથી વધારે પ્રભાવ પાડયો હતો, તો તે ઘટના આ જઘન્ય અને નિર્મમ હત્યાકાંડ છે. આજે પણ કોઈ સત્તાના દમનકારી વલણની ઘટના કે હત્યાકાંડ થાય છે, તો તેને જલિયાંવાલા હત્યાકાંડ સાથે સરખાવી દેવામાં આવે છે.

આ પણ વાંચો –

દેશમાં નશાખોરીને ડામવા ગૃહમંત્રી અમિત શાહે બોલાવી બેઠક, ડ્રોન-સેટેલાઇટના ઉપયોગ સહિત અનેક મહત્વના નિર્ણયો લેવાયા

આ પણ વાંચો –

GANDHINAGAR : 15થી 18 વર્ષના કિશોરો માટે રસીનો પર્યાપ્ત જથ્થો, બાળકોને કોવેક્સિન અપાશેઃ મનોજ અગ્રવાલ

આ પણ વાંચો –

Surat : કાપડ ઉધોગમાં 12 ટકા જીએસટીનો વેપારીઓનો વિરોધ પાણીમાં જાય તેવી શક્યતા, સરકાર હજી સુધી નિર્ણય પર અડગ

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati