બાલાકોટ પછી ભારતમાં હવાઈ હુમલાનું કાવતરું ઘડનાર પાકિસ્તાની એર માર્શલને મળી સજા
પાકિસ્તાનમાં એર માર્શલને કોર્ટ માર્શલ કરવામાં આવ્યા છે.રિપોર્ટ મુજબ પાકિસ્તાની વાયુસેનામાં વરિષ્ઠ અધિકારીઓના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યા બાદ ભૂતપૂર્વ એર માર્શલ જવાદ સઈદની ગત્ત વર્ષે ધરપકડ કરવામાં આવી હતી. ઇમરાન ખાનની સરકાર દરમિયાન તેમને વાયુસેનાના વડા બનવાના હતા.

પાકિસ્તાનની સેનાએ પોતાના જ એર ચીફ માર્શલનું રિટાયરમેન્ટ પહેલા કોર્ટ માર્શલ કર્યું છે. એર માર્શલ જવાદ સઈદને ગત વર્ષ પાકિસ્તાની એરફોર્સમાં સીનિયર અધિકારીઓના ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યા બાદ ભૂતપૂર્વ એર માર્શલ જવાદ સઈદની ધરપકડ કરવામાં આવી હતી. અને હવે તાજા રિપોર્ટ મુજબ તેનું કોર્ટ માર્શલ કરવામાં આવ્યુ છે. તેમને સેનામાં વિદ્રોહ સહિત અનેક આરોપમાં દોષી ગણવામાં આવ્યા છે. તેમને પાકિસ્તાન વાયુસેનાના મેસમાં અટકાયતમાં લેવામાં આવ્યા છે.
પાકિસ્તાન વાયુસેનાએ આ અંગે ઇસ્લામાબાદ હાઇકોર્ટને જાણ કરી છે. તેમની ધરપકડ બાદ તેમને એર માર્શલના પદ પરથી પણ દૂર કરવામાં આવ્યા હતા. આ તે જ જવાદ સઈદ છે જેણે ભારતના બાલાકોટ હુમલા પછી બદલો લેવા માટે હવાઈ હુમલાનું કાવતરું ઘડ્યું હતું.
કોર્ટ માર્શલ શું છે?
તો ચાલો જાણીએ શું છે માર્શલ કોર્ટ,જ્યારે સૈન્યમાં કોઈ સૈનિક અથવા અધિકારી નિયમોનો ભંગ કરે છે, તો તેને તેના ગુના અનુસાર સજા કરવામાં આવે છે. તેને માર્શલ કોર્ટ કહેવામાં આવે છે. એર માર્શલ જવાદ સઈદની જાન્યુઆરી 2024માં ધરપકડ કરવામાં આવી હતી. લાંબા સમયથી તેની ધરપકડને ગુપ્ત રાખવામાં આવી હતી. ત્યારબાદ તેની પત્નીએ તેમની રિકવરી માટે હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી હતી. તે સમયે, ઇસ્લામાબાદ હાઇકોર્ટના ન્યાયાધીશ ખાદીમ હુસૈન સૂમરોએ અરજી ફગાવી દીધી હતી અને અરજદાર પર 25,000 રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.
કારણ કે, અરફોર્સના અધિકારીઓએ ખુલાસો કર્યો હતો કે, સઈદને કોર્ટ માર્શલ કરવામાં આવ્યા છે અને તેમને ‘ઓફિશિયલ સિક્રેટ્સ એક્ટ’ હેઠળ દોષિત ઠેરવવામાં આવ્યા છે.
ઇસ્લામાબાદ હાઇકોર્ટને જાણ કરી
અરજીમાં કહેવામાં આવ્યું છે કે, ધરપકડ બાદ સઈદનું પેન્શન બંધ કરી દેવામાં આવ્યું હતુ સરકાર દ્વારા કરવામાં આવેલી પારિવારિક સ્વાસ્થ સેવાઓ પણ બંધ કરી દેવામાં આવી હતી. પંરતુ બાદમાં તેની પત્નીની તબીબી સારવાર ફરી શરૂ કરવામાં આવી હતી. પાકિસ્તાન વાયુસેનાના અધિકારીઓએ ઇસ્લામાબાદ હાઇકોર્ટને જાણ કરી છે કે સઇદને જેલના બદલે ઓફિસર્સ મેસમાં રાખવામાં આવ્યો છે.
જ્યાં સેનાના અધિકારી કાનૂન અનુસાર સજા મળ્યા બાદ પોતાની સજા કાપે છે.અરજદારના વકીલ રિટાયર્ડ કર્નલ ઇનામ-ઉર-રહીમે દલીલ કરી હતી કે સઈદને પાકિસ્તાન વાયુસેના દ્વારા ગેરકાયદેસર રીતે અટકાયતમાં રાખવામાં આવી રહ્યો છે અને તેથી, ઇસ્લામાબાદ હાઇકોર્ટ, એક બંધારણીય અદાલત હોવાને કારણે, તેની ગેરકાયદેસર અટકાયત રદ કરે.
ભારત પર કરાવ્યો હતો હવાઈ હુમલો
આદિલ રઝાએ ખુલાસો કર્યો છે કે, જાવદ સઈદ,ભારત વિરુદ્ધ ઓપરેશન સ્વિફ્ચટરિટૉટના કર્તાહર્તા હતા. ભારતના બાલકોટ હુમલા બાદ પાકિસ્તાને હુમલો કર્યો હતો. જવાદ સઈદની સાથે એર માર્શલ અહસાન રફીક,એર માર્શલ તારિક, વિંગ કમાંડર વકાસ અને વિંગ કમાંડર શિરાજી સહિત 10 અન્ય અધિકારીઓ પણ પાકિસ્તાન વાયુસેના પ્રમુખ ઝહીર બાબર સિદ્ધુના ભ્રષ્ટાચારને ઉજાગર કરવા અને આ વિશે શ્વેત પત્ર લખવાના બદલે કોર્ટ માર્શલ કરવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે, પાકિસ્તાનના એક પત્રકારે આ લોકોની ઓળખનો ખુલાસો આઈએસઆઈની સામે કર્યો હતો. ત્યારબાદ આ લોકોએ ઓફિશિયલ સીક્રેટ એકટ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.
