AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News: સર્વનાશ નક્કી… ઈરાન પલટવાર કરવા તૈયાર, હવે અમેરિકાના સાથી દેશોના ‘8 ગજાવર પુલ’ના ભુક્કા બોલાવશે

અમેરિકા અને ઈરાન વચ્ચે વધી રહેલા તણાવને કારણે અત્યારે આખી દુનિયાની નજર મધ્ય પૂર્વ (Middle East) પર ટકેલી છે. હાલમાં અમેરિકાએ ઈરાનના સૌથી મોટા પુલને નિશાન બનાવ્યો હતો, જેના જવાબમાં હવે ઈરાને પણ વળતો પ્રહાર કરવાની તૈયારી બતાવી છે.

Breaking News: સર્વનાશ નક્કી... ઈરાન પલટવાર કરવા તૈયાર, હવે અમેરિકાના સાથી દેશોના '8 ગજાવર પુલ'ના ભુક્કા બોલાવશે
| Updated on: Apr 03, 2026 | 4:25 PM
Share

અમેરિકા દ્વારા ઈરાનના સૌથી મોટા પુલને તોડી પાડવામાં આવ્યા બાદ ઈરાને મધ્ય પૂર્વ વિસ્તારના આઠ મુખ્ય પુલની યાદી જાહેર કરી છે. આને અમેરિકા-ઈઝરાયેલના હુમલા બાદ ‘જેવા સાથે તેવા’ જવાબી કાર્યવાહીનો સંકેત માનવામાં આવી રહ્યો છે. ઈરાનની એક ન્યૂઝ એજન્સીએ આ યાદી બહાર પાડતા જણાવ્યું હતું કે, ગુરુવારે ઈરાનના સૌથી ઊંચા ‘B1’ પુલ પર થયેલા બે હુમલા બાદ ખાડી દેશો અને જોર્ડનના ઘણા મુખ્ય પુલો ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના સંભવિત નિશાના પર હોઈ શકે છે.

ઈરાનની હિટ લિસ્ટમાં કયા પુલો છે?

અનાદોલુના અહેવાલ મુજબ, ઈરાની યાદીમાં ખાડીના આઠ પુલ છે. આમાં કુવૈતનો શેખ જાબેર અલ-અહમદ અલ-સબાહ મરીન બ્રિજ, સંયુક્ત આરબ અમીરાત (UAE) ના શેખ જાયદ બ્રિજ, અલ મકતા બ્રિજ અને શેખ ખલીફા બ્રિજ, સાઉદી અરેબિયાને બહેરીન સાથે જોડતો કિંગ ફહદ કોઝવે તેમજ જોર્ડનનો કિંગ હુસૈન બ્રિજ, દામિયા બ્રિજ અને અબ્દૌન બ્રિજનો સમાવેશ થાય છે.

અમેરિકાએ ઈરાનના સૌથી ઊંચા પુલ પર કર્યો હુમલો

ગુરુવારે થયેલા અમેરિકન-ઈઝરાયેલ હુમલામાં મધ્ય પૂર્વનો સૌથી ઊંચો પુલ આંશિક રીતે ક્ષતિગ્રસ્ત થયો હતો અને આ હુમલામાં ઘણા લોકો ઘાયલ થયા હતા. આ હુમલો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ઈરાનને બોમ્બમારો કરીને “પાષણ યુગમાં પાછા મોકલી દેવાની” ચેતવણી બાદ થયો છે.

136 મીટર ઊંચો B1 પુલ હજુ નિર્માણાધીન હતો અને તે તેહરાનને પશ્ચિમ શહેર કરાજ સાથે જોડવાનો હતો. અલ્બોર્ઝ પ્રાંતના નાયબ રાજ્યપાલ ઘોદ્રતોલ્લાહ સૈફ, જ્યાં B1 પુલ આવેલો છે. તેમણે રાજ્ય ટીવીને જણાવ્યું હતું કે, આ હુમલામાં આઠ લોકોના મોત થયા છે અને 95 લોકો ઘાયલ થયા છે.

ટ્રમ્પે વીડિયો જાહેર કર્યો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં હુમલા બાદ પુલના મોટા હિસ્સા ધરાશાયી થતા જોઈ શકાય છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ તેહરાનથી 35 કિલોમીટર દક્ષિણ-પશ્ચિમમાં આવેલા B1 પુલ પરથી ધુમાડા નીકળતા હોવાના ફૂટેજ પોસ્ટ કર્યા હતા અને ચેતવણી આપી હતી કે, જો ઈરાન પાંચ અઠવાડિયાથી ચાલી રહેલા યુદ્ધને સમાપ્ત કરવા માટે વાતચીતના ટેબલ પર નહીં આવે તો વધુ તબાહી થશે. ટ્રમ્પે કહ્યું કે, “ઈરાનનો સૌથી મોટો પુલ તૂટી પડ્યો છે. હવે તેનો ફરીથી ઉપયોગ કરી શકાશે નહીં, આગળ હજુ ઘણું બધું થવાનું છે. ઈરાન માટે સમજૂતી કરવાનો સમય આવી ગયો છે, તે પહેલાં કે બહુ મોડું થઈ જાય!”

ઈરાનના વિદેશ મંત્રીનું નિવેદન

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચીએ એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, “અધૂરા પુલો સહિતના નાગરિક માળખાઓ પર હુમલો કરવાથી ઈરાનીઓ આત્મસમર્પણ કરવા મજબૂર નહીં થાય. આ તો માત્ર વેરવિખેર થયેલા દુશ્મનની હાર અને મનોબળના પતનને દર્શાવે છે.”

Breaking News: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે લીધો ખૂબ મોટો નિર્ણય,આ દવાઓ પર લગાવી દીધો 100% ટેરિફ

Follow Us
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
કંપનીના કર્મચારીઓને મારી નાખવાની ધમકી આપી ખંડણી માગી
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
બોયઝ હોસ્ટેલમાં ધોરણ-9ના વિદ્યાર્થી સાથે રેગિંગ! સિનિયરે કર્યો ટોર્ચર
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
લઠ્ઠાકાંડ પર નીતિન પટેલનું નિવેદન, કહ્યું- ‘સરકાર,પોલીસની સતત કાળજી'
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
અમદાવાદ એરપોર્ટ પર ₹84 લાખના સોનાની દાણચોરી ઝડપાઈ
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
શાળાના બાળકે 1 રૂપિયો ખર્ચ્યા વગર બાળ મેળામાં કરી 'અદ્ભુત કમાણી'
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
Breaking News : મહેસાણામાં કેમિકલ ઢોળાતા ટેન્કમાં બે કર્મીઓ બેભાન
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
જખૌ દરિયાકાંઠે રહસ્યમય વસ્તુઓ મળી
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video
નકલી દૂધ પર ગુજરાતના કાલાવડમાં રાજકોટ રેન્જ પોલીસના દરોડા, જુઓ Video
સુરતમાં આરોગ્ય વિભાગના ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર 'દરોડા'
સુરતમાં આરોગ્ય વિભાગના ઓનલાઇન ફૂડ ડિલિવરી ગોડાઉન પર 'દરોડા'
ધોળકાના ભેટાવાડા ગામે 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા
ધોળકાના ભેટાવાડા ગામે 15 વર્ષથી દૂષિત પાણીની સમસ્યા
g clip-path="url(#clip0_868_265)">