પાકિસ્તાનની અવળચંડાઈ આવી સામે, અફઘાનિસ્તાનને ઘઉં અને દવા મોકલવા પર કહી દીધું કંઈક આવું

ભારત ઈચ્છે છે કે તેના દ્વારા મોકલવામાં આવેલ સામગ્રી અફઘાનિસ્તાન કોઈ તકલીફ વગર પહોંચે અને પાકિસ્તાન પણ વાઘા બોર્ડર પર જ યુએનની સહાય ટીમને ભારતીય સહાય સામગ્રી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે.

પાકિસ્તાનની અવળચંડાઈ આવી સામે, અફઘાનિસ્તાનને ઘઉં અને દવા મોકલવા પર કહી દીધું કંઈક આવું
Imran Khan (File Photo)

તાલિબાને (Taliban) અફઘાનિસ્તાન(afghanistan) પર ઓગસ્ટમાં કબ્જો કરી લીધો હતો. આ બાદ દેશની સ્થિતિ કથળી રહી છે. અફઘાનિસ્તાનમાં હાલ ભૂખમરાની સ્થિતિ જોવા મળી રહી છે. લોકો તેના બાળકો વેચવા માટે મજબુર થયા છે. આ વચ્ચે ભારતે અફઘાનિસ્તાનને મદદ કરવાનું નક્કી કર્યું છે. 

ભારતએ (India) અફઘાનિસ્તાનને (Afghanistan) સહાય તરીકે પાંચ લાખ ક્વિન્ટલ ઘઉં (Wheat) અને જીવનરક્ષક દવાઓ (medicine) મોકલવા માટે મજબૂરીમાં રસ્તો આપવાનું જાહેર કરનાર પાકિસ્તાન (pakistan) હવે સપ્લાયમાં અવરોધ ઊભો કરી રહ્યું છે. વડા પ્રધાન ઈમરાન ખાને રૂટની જાહેરાત કર્યા બાદ અને ભારત સરકારને જાણ કર્યા પછી પાકિસ્તાન સરકારે એવી શરત મૂકી છે કે પાકિસ્તાનની સરહદથી અફઘાનિસ્તાન તરફ વાઘા સરહદી માર્ગથી પાકિસ્તાની ટ્રકોમાં જશે.

અફઘાનિસ્તાનમાં ભારત માટે સકારાત્મક માહોલ નથી

ભારત ઈચ્છે છે કે તેના દ્વારા મોકલવામાં આવેલ સામગ્રી અફઘાનિસ્તાનમાં અવિરત પહોંચે અને ત્યાં કોઈ આંતરરાષ્ટ્રીય એજન્સી તેને સામાન્ય લોકોમાં વહેંચે. પાકિસ્તાન વાઘા બોર્ડર પર જ યુએનની સહાય ટીમને ભારતીય સહાય સામગ્રી પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યું છે અને ત્યાંથી તેઓ અફઘાનિસ્તાનના લોકોને ઘઉં અને દવાઓનું વિતરણ કરે છે.

તેનાથી અફઘાનિસ્તાનમાં ભારત વિશે સકારાત્મક વાતાવરણ નહીં બને. નોંધનીય છે કે ભારતથી જમીનથી ઘેરાયેલા અફઘાનિસ્તાન માટે કોઈ સીધો માર્ગ માર્ગ નથી. રોડ મારફતે અફઘાનિસ્તાન જવા માટે પાકિસ્તાનની જમીનનો ઉપયોગ કરવો પડે છે.

માનવતાવાદી સહાય મોકલવામાં કોઈ શરત ન હોવી જોઈએ – વિદેશ મંત્રાલય

પાંચ લાખ ક્વિન્ટલ ઘઉંનો જંગી જથ્થો માત્ર રોડ માર્ગે જ અફઘાનિસ્તાન જઈ શકે છે. સંયુક્ત રાષ્ટ્ર અને અફઘાનિસ્તાનની તાલિબાન સરકારના કહેવા પર પાકિસ્તાને ભારતીય માલસામાન માટે રસ્તો આપવાની જાહેરાત કરી છે, પરંતુ હવે શરતો મૂકીને તેમાં અવરોધ ઊભો કરી રહ્યો છે.

વિદેશ મંત્રાલય (MEA) ના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું છે કે માનવતાવાદી સહાય મોકલવા પર શરતો લાદવી જોઈએ નહીં. શક્ય તેટલી વહેલી તકે જરૂરિયાતમંદો સુધી મદદ પહોંચે તેવા પ્રયાસો કરવા જોઈએ. ઉલ્લેખનીય છે કે ઓગસ્ટમાં તાલિબાને અફઘાનિસ્તાનમાં સંપૂર્ણ રીતે સત્તા પર કબજો કરી લીધો હતો. ત્યારથી ત્યાંની સ્થિતિ સારી નથી.

આ પણ વાંચો : Omicron Variant: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે- ઓમિક્રોન વેરિયન્ટ ચિંતાનું કારણ છે ગભરાવવાનું નહીં

આ પણ વાંચો : શેરશાહના એક્ટરનું છલકાઈ ઉઠયું દર્દ, કહ્યું કે- મેં મારી પહેલી ફિલ્મ બાદ ઘણા ઉતાર-ચડાવ જોયા

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati