AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Omicron Variant: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે- ઓમિક્રોન વેરિયન્ટ ચિંતાનું કારણ છે ગભરાવવાનું નહીં

સોમવારે વ્હાઇટ હાઉસમાં બોલતા અમેરિકી પ્રમુખ જો બાઇડને જણાવ્યું હતું કે, દેશ પાસે અમેરિકનોને બચાવવા માટે જરૂરી ઉપકરણો છે, ખાસ કરીને માન્ય રસીઓ અને બૂસ્ટર ડોઝ પણ છે.

Omicron Variant: અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઇડને કહ્યું કે- ઓમિક્રોન વેરિયન્ટ ચિંતાનું કારણ છે ગભરાવવાનું નહીં
Joe Biden ( PS :AFP)
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 30, 2021 | 6:26 AM
Share

દુનિયાભરમાં(World) કોરોનાના(Corona)  નવા વેરિયન્ટને લઈને અલગ માહોલ જોવા મળી રહ્યો છે. આ વચ્ચે કોરોનાવાયરસના નવા પ્રકાર ઓમિક્રોન (Omicron) વિશે અમેરિકી પ્રમુખ જો બાઇડને (Joe Biden) સોમવારે કહ્યું કે આ વેરિયન્ટ ઓમિક્રોન ચિંતાનું કારણ છે, ગભરાવાનું કારણ નથી.

આ સાથે જ કહ્યું હતું કે હું એક વિગતવાર વ્યૂહરચના રજૂ કરીશ. જેમાં કહેવામાં આવ્યું છે કે આપણે આ શિયાળામાં કોરોના સામે કેવી રીતે લડીશું. શટડાઉન અને લોકડાઉન સાથે નહીં પરંતુ વધુ વ્યાપક રસીકરણ, બૂસ્ટર, ટેસ્ટ અને ઘણું બધા સાથે કોરોનાને મ્હાત આપીશું.

જો બાઇડને અમેરિકનોને બૂસ્ટર ડોઝ  (Booster dose) સહિત સંપૂર્ણ રસીકરણ ( Fully vaccination) કરવા વિનંતી કરી હતી. સોમવારે વ્હાઇટ હાઉસમાં બોલતા જો બાઇડને કહ્યું કે દેશ પાસે અમેરિકનોને સુરક્ષિત રાખવા માટે જરૂરી સાધનો છે, ખાસ કરીને માન્ય રસીઓ અને બૂસ્ટર શોટ્સ. બાઇડને કહ્યું હતું કે, અમેરિકા પહેલાની જેમ આ નવા ખતરાનો સામનો કરશે.

ઓમિક્રોન વેરિયન્ટથી વૈશ્વિક ખતરો ખૂબ જ વધારે છે – WHO

આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (World Health Organization) કહે છે કે પ્રારંભિક પુરાવાના આધારે કોરોનાવાયરસના ઓમિક્રોન વેરિયન્ટથી વૈશ્વિક ખતરો ખૂબ જ વધારે છે અને તેના ગંભીર પરિણામો આવી શકે છે. યુએન હેલ્થ એજન્સીએ સભ્ય દેશોને આપેલા ટેકનિકલ મેમોરેન્ડમમાં જણાવ્યું હતું કે નવા પ્રકારો વિશે ઘણી અનિશ્ચિતતા છે. કોવિડ-19નું નવું સ્વરૂપ દક્ષિણ આફ્રિકામાં પ્રથમ વખત જોવા મળ્યું હતું. ડબ્લ્યુએચઓએ કહ્યું કે વિશ્વભરમાં તેના વધુ ફેલાવાની સંભાવના છે.

દક્ષિણ આફ્રિકાના ડૉક્ટરે શું કહ્યું?

દક્ષિણ આફ્રિકામાં (South African)  ઓમિક્રોન વિશે સૌપ્રથમ ચેતવણી આપનાર ડોક્ટર એન્જેલિક કોએત્ઝીએ (Angelique Coetzee) જણાવ્યું હતું કે તેણે છેલ્લા 10 દિવસમાં તેનાથી સંક્રમિત 30 લોકોની સારવાર કરી છે. સાઉથ આફ્રિકન મેડિકલ એસોસિએશનના પ્રમુખ અને 30 વર્ષથી પ્રેક્ટિસ કરતા કોએત્ઝીએ કહ્યું કે ઓમિક્રોન વેરિયન્ટના લક્ષણો એકદમ વિચિત્ર અને હળવા છે. તેણે જે દર્દીઓની સારવાર કરી તે તમામ સાજા થઈ ગયા છે.

આ પણ વાંચો : આ ફિલ્મના એક સીનના કારણે તારા સુતારિયાને મળી ‘તડપ’, અભિનેત્રીએ કર્યો ખુલાસો

આ પણ વાંચો : Jammu-Kashmir: છેલ્લા બે વર્ષની તુલનામાં આ વર્ષે આતંકી હુમલાઓમાં આવ્યો ઘટાડો, રાજ્ય રક્ષા મંત્રી અજય ભટ્ટે જણાવ્યા આંકડા

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">