Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan Politics: ઈમરાન ખાનને પડતા પર પાટુ, એક તરફ ખુરશી પર લટકતી તલવાર વચ્ચે હવે ચૂંટણી પંચે ફટકાર્યો મોટો દંડ

સરકારે 2017ના ચૂંટણી અધિનિયમમાં સંશોધન કરી ગયા મહિને એક વિવાદાસ્પદ રાષ્ટ્રપતિ વટહુકમ દ્વારા જાહેર હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના પ્રચાર અને મતવિસ્તારની મુલાકાત લેવા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો.

Pakistan Politics: ઈમરાન ખાનને પડતા પર પાટુ, એક તરફ ખુરશી પર લટકતી તલવાર વચ્ચે હવે ચૂંટણી પંચે ફટકાર્યો મોટો દંડ
PM Imran Khan (File Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 22, 2022 | 11:23 AM

પાકિસ્તાનમાં રાજકીય સંકટ (pakistan political crisis) વધુ ચર્ચિત થઈ રહ્યું છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન (PM Imran Khan)ને કોઈપણ પરવાનગી વગર જાહેરસભા યોજવા બદલ દંડ ફટકારવામાં આવ્યો છે. પાકિસ્તાન (Pakistan)ના ચૂંટણી પંચ (ECP)એ ચૂંટણી આચારસંહિતાના ઉલ્લંઘનમાં જાહેર સભાને સંબોધિત કરવા બદલ વડાપ્રધાન ઈમરાન ખાન અને અન્ય પાંચ લોકોને 50,000 રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ઈમરાનની ખુરશી પર સંકટ છે કારણ કે તેઓ સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ (no-confidence motion)નો સામનો કરી રહ્યા છે.

પાકિસ્તાન વેબસાઈટ ધ ડોને જણાવ્યું કે પાકિસ્તાનના ચૂંટણી પંચના પ્રવક્તા હારૂન શિનવારી મુજબ સ્વાતના જિલ્લા સર્વેલન્સ ઓફિસરે વડાપ્રધાનની સાથે સાથે કેટલાક સંઘીય અને પ્રાંતીય મંત્રીઓ દ્વારા 16 માર્ચે સ્વાત ઘાટીમાં એક સાર્વજનિક સભામાં પંચ દ્વારા ચેતવણી છતાં જનસભા કરવા પર દંડ લગાવ્યો. જે અન્ય લોકો પર દંડ લગાવવામાં આવ્યો છે તેમાં વિદેશ મંત્રી શાહ મહેમૂદ કુરેશી, ખૈબર પખ્તુનખ્વાના મુખ્યમંત્રી મહેમૂદ ખાન, મુરાદ સઈદ, MNAમાં સંચાર અને પ્રદેશોના પ્રાંતીય મંત્રી ડૉ. અમજદ અલી અને મોહિબુલ્લાહ સામેલ છે.

ચૂંટણી પંચની આવું ના કરવાની નોટિસ છતાં વડાપ્રધાન ઈમરાન ખાને રેલીને સંબોધિત કરી હતી. સરકારે 2017ના ચૂંટણી અધિનિયમમાં સંશોધન કરી ગયા મહિને એક વિવાદાસ્પદ રાષ્ટ્રપતિ વટહુકમ દ્વારા જાહેર હોદ્દેદારો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના પ્રચાર અને મતવિસ્તારની મુલાકાત લેવા પરનો પ્રતિબંધ ઉઠાવી લેવામાં આવ્યો હતો.

10 રૂપિયાની વસ્તુ વેચતી કંપની પાસેથી IPLમાં સૌથી વધુ કમાણી કરે છે BCCI
Tea Shelf Life : ચા કેટલા સમય પછી બગડી જાય ? નથી રહેતી પીવાલાયક
બોલીવુડનો એ જમાઈ, જેની સાસુની ઉંમર તેનાથી નાની છે, જુઓ તસવીર
Condom in Space : સ્પેસમાં કોન્ડોમ પહેરીને કેમ જાય છે અવકાશયાત્રીઓ ?
ફ્લાઈટમાં ટેકઓફ અને લેન્ડિંગ વખતે એર હોસ્ટેસ સીટ સીધી કરવાનુ કેમ કહે છે ?
47 મેચમાં ફક્ત 1 એવોર્ડ, હવે 8 મેચમાં 4 જીતી લીધા

ઈસીપી નોટિસને સુપ્રીમ કોર્ટમાં પડકાર

ઈમરાન ખાન સરકારે પહેલા જ ઈસીપી નોટિસને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપ્યો છે. તેની વચ્ચે માનસેહરામાં ઈસીપીના જિલ્લા સર્વેલન્સ અધિકારીએ સોમવારે વડાપ્રધાન ઈમરાન ખાનને નોટિસ મોકલીને 25 માર્ચે માનસેહરામાં એક જનસભાને સંબોધિત ના કરવા માટે કહ્યું હતું. સ્વાત સિવાય વડાપ્રધાને આચારસંહિતાનું ઉલ્લંઘન કરતા મલકંદમાં પણ એક જનસભાને સંબોધિત કરી હતી.

ઓગસ્ટ 2018માં સત્તામાં આવ્યા બાદ વડાપ્રધાન ઈમરાન ખાનની સામે અત્યાર સુધીનો આ સૌથી મોટો પડકાર માનવામાં આવી રહ્યો છે. વિપક્ષે ઈમરાન ખાનને દેશની અર્થવ્યવસ્થામાં સુધારો કરવામાં તેમની કથિત નિષ્ફળતાને લઈ પદ છોડવાની માંગ કરી છે.

પાકિસ્તાનના મુખ્ય વિપક્ષી દળોએ આ મહિનાની શરૂઆતમાં ઈમરાન ખાન માટે અવિશ્વાસ મત શરૂ કર્યો હતો. નેશનલ એસેમ્બલીના સ્પીકર અસદ કેસરે થોડા દિવસ પહેલા એક વિશેષ સત્ર બોલાવી આ વિચાર-વિમર્શ કર્યો કે શું ઈમરાન ખાનની પાસે હાલમાં પણ ગૃહમાં બહુમતનું સમર્થન છે. બંધારણ હેઠળ સંસદની પાસે વિચાર-વિમર્શ કરવા માટે 3 દિવસનો સમય હોય છે, ત્યારબાદ સાંસદ કરશે.

આ પણ વાંચો:  Parliament LIVE: TMC સાંસદે રાજ્યસભામાં કેરોસીન અને LPG ના ભાવ વધારા પર ચર્ચાની માગ કરી

આ પણ વાંચો: IND vs BAN, Women’s World Cup 2022: ભારતે 7 વિકેટ ગુમાવી બાંગ્લાદેશ સામે 229 રન કર્યા, યાસ્તિકાની અડધી સદી

g clip-path="url(#clip0_868_265)">