VIDEO : સાઉદી અરેબિયામાં પાકિસ્તાનના PM શાહબાઝ શરીફનું ઘોર અપમાન, લોકોએ ‘ચોર..ચોર….’ના નારા લગાવ્યા

|

Apr 29, 2022 | 12:38 PM

પાકિસ્તાનના વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ શાહબાઝ શરીફ (PM Shehbaz Sharif) પ્રથમ વખત સાઉદી અરેબિયાની ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે છે.

VIDEO : સાઉદી અરેબિયામાં પાકિસ્તાનના PM શાહબાઝ શરીફનું ઘોર અપમાન, લોકોએ ચોર..ચોર....ના નારા લગાવ્યા
chor chor slogan against Pm Shehbaz Sharif

Follow us on

ઈમરાન ખાન(Imran Khan)  અને તેમના સમર્થકોએ પાકિસ્તાનના (Pakistan)  નવા વડાપ્રધાન શાહબાઝ શરીફ અને તેમની નવી સરકારને શાંતિનો શ્વાસ લેવો પણ મુશ્કેલ બનાવી દીધો છે. આ બધાની વચ્ચે સાઉદી અરેબિયાની ત્રણ દિવસની મુલાકાતે ગયેલા શાહબાઝ શરીફનું મદીનામાં ખૂબ જ અનોખા રીતે સ્વાગત કરવામાં આવ્યું હતું, એટલું જ નહીં મસ્જિદ-એ-નબવીની અંદર શાહબાઝ શરીફને જોઈને લોકોએ ‘ચોર-ચોર’(Chor Chor) ના નારા લગાવવાનું શરૂ કર્યું હતું.

શરીફને જોતા જ લોકોએ ચોર-ચોર…ના નારા લગાવ્યા

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં શાહબાઝ શરીફને જોતા જ લોકો ચોર-ચોર… અને દેશદ્રોહીના નારા લગાવવાનુ શરૂ કરે છે. વીડિયોમાં ઘણા લોકો “ચોર ચોર” ના નારા લગાવતા સાંભળી શકાય છે. રિપોર્ટ અનુસાર, જ્યારે પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફ અને તેમનું પ્રતિનિધિમંડળ મસ્જિદ-એ-નબવીમાં પ્રવેશ્યું… તે સમયે કેટલાક લોકોએ મસ્જિદના પ્રાંગણમાં શાહબાઝ શરીફને જોતા જ ચોર, ચોરના નારા લગાવવા માંડ્યા.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

શાહવાઝ શરીફ સાથે કેટલાક સુરક્ષાકર્મીઓ પણ જોવા મળી રહ્યા છે અને તે સમયે શરીફ કેટલાક અધિકારીઓ સાથે ઈ-રિક્ષામાં બેઠેલા જોવા મળે છે.

જુઓ વીડિયો

શાહબાઝ શરીફ સાઉદીના પ્રવાસ પર

તમને જણાવી દઈએ કે, પાકિસ્તાનના વડાપ્રધાન પદ સંભાળ્યા બાદ શાહબાઝ શરીફ પ્રથમ વખત સાઉદી અરેબિયાની (Saudi Arabia) ત્રણ દિવસીય સત્તાવાર મુલાકાતે છે. પાકિસ્તાનના વડાપ્રધાનની સાઉદી મુલાકાતમાં ડઝનબંધ અધિકારીઓ અને રાજકીય સહયોગીઓ તેમની સાથે છે. આ વીડિયો સોશિયલ મીડિયા(Social Media)  પર વાયરલ થતા જ લોકોની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. એક ટ્વિટર યુઝરે લખ્યું છે કે, ‘પાકિસ્તાનીઓ, ગર્વ કરો ! આ વીડિયો જોઈને ખુશ થાઓ….. કારણ કે સાઉદી અરેબિયામાં પાકિસ્તાન વડાપ્રધાનને કેટલી અદ્ભુત રીતે આવકારવામાં આવ્યા છે.

 

આ પણ વાંચો : ભારતીય વિદેશ મંત્રાલયે પાકિસ્તાનને આડે હાથ લીધુ, કહ્યું ‘સતા પરિવર્તન બાદ પણ સ્થિતિમાં કોઈ ફેરફાર નહીં’

Published On - 12:37 pm, Fri, 29 April 22

Next Article