Pakistan: આતંકીઓને પાળવાની ‘સજા’ ભોગવી રહ્યું પાકિસ્તાન ! અફઘાન સીમા પર થયેલા હુમલામાં પાંચ સૈનિકોનાં મોત

|

Oct 03, 2021 | 9:01 AM

Terrorist Attack on Pakistan Army: આતંકવાદી હુમલામાં ફ્રન્ટિયર કોર્પ્સના ચાર કર્મચારીઓ અને લેવીઝ ફોર્સના એક ઇન્સ્પેક્ટર માર્યા ગયા છે.

Pakistan: આતંકીઓને પાળવાની સજા ભોગવી રહ્યું પાકિસ્તાન ! અફઘાન સીમા પર થયેલા હુમલામાં પાંચ સૈનિકોનાં મોત
Pakistan Army- File Photo

Follow us on

ફરી એકવાર પાકિસ્તાની સૈનિકો (Pakistani Soldiers) ને પાકિસ્તાનમાં આતંકવાદીઓએ નિશાન બનાવ્યા છે. એક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે શનિવારે આતંકવાદીઓએ અફઘાનિસ્તાન સરહદ (Afghanistan Border) નજીક ઉત્તર વઝિરિસ્તાન (North Waziristan) જિલ્લામાં સૈનિકોના વાહનો પર હુમલો કર્યો હતો (Terrorist Attack on Pakistan Army).

આ હુમલામાં ઓછામાં ઓછા પાંચ પાકિસ્તાની સૈનિકો માર્યા ગયા હતા. આ પહેલા પણ ઉત્તર વઝિરિસ્તાનમાં પાકિસ્તાની સૈનિકો પર હુમલાઓ થયા છે. મોટાભાગના હુમલા પાકિસ્તાની તાલિબાન દ્વારા કરવામાં આવ્યા છે.

સમા ટીવી અનુસાર, પાકિસ્તાનની મીડિયા બાબતોની વિંગ ઇન્ટર-સર્વિસિસ પબ્લિક રિલેશન્સ (ISPR) એ એક નિવેદનમાં જણાવ્યું હતું કે આતંકવાદી હુમલામાં ફ્રન્ટિયર કોર્પ્સના ચાર કર્મચારીઓ અને લેવીઝ ફોર્સ (Levies Force) ના એક ઇન્સ્પેક્ટર માર્યા ગયા છે. તેણે જણાવ્યું કે આ ઘટના ઉત્તર વઝિરિસ્તાનના સ્પિન વામ વિસ્તાર (Spin Wam Area) માં બની હતી.

આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
સાંજના સમય પછી ન ખાવા જોઈએ ફળ, થઈ શકે છે આ સમસ્યા, તો ક્યારે ખાવા જાણો અહીં

અધિકારીઓએ સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે અને વિસ્તારને કોર્ડન કરી લેવામાં આવ્યો છે. આ પહેલા 30 સપ્ટેમ્બરના રોજ, ખૈબર પખ્તુનખ્વા (KP) ટાંકી જિલ્લામાં ગુપ્તચર આધારિત ઓપરેશન દરમિયાન પાકિસ્તાન સેના (Pakistan Army) નો એક કેપ્ટન માર્યો ગયો હતો.

ઓગસ્ટમાં પણ પાકિસ્તાની સૈનિકો આતંકવાદીઓનો શિકાર બન્યા હતા
1 ઓગસ્ટના રોજ, પાકિસ્તાનના દક્ષિણ અને ઉત્તર વઝિરિસ્તાનમાં સુરક્ષા ચેક પોસ્ટ પર અજાણ્યા આતંકવાદીઓએ ગોળીબાર કરતા ઓછામાં ઓછા બે સૈનિકો માર્યા ગયા હતા અને નવ અન્ય ઘાયલ થયા હતા. પહેલી ઘટનામાં આતંકવાદીઓએ અફઘાનિસ્તાન સરહદ નજીક આવેલા ઉત્તર વઝિરિસ્તાન જિલ્લાના શાવાલ વિસ્તારમાં સુરક્ષા દળો પર હુમલો કર્યો હતો.

તેમાં એક સૈનિક શહીદ થયો હતો અને અન્ય બે ઘાયલ થયા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે સુરક્ષા દળો સર્ચ ઓપરેશન ચલાવી રહ્યા હતા ત્યારે આ વિસ્તારમાં IED વિસ્ફોટ થયો હતો. દક્ષિણ વઝિરિસ્તાન જિલ્લાના બે વિસ્તારોમાં પણ સુરક્ષા દળો પર હુમલો કરવામાં આવ્યો હતો, જેમાં એક જવાન શહીદ થયો હતો અને અન્ય સાત ઘાયલ થયા હતા.

આ પણ વાંચો: OMG !! કારની ટાંકી ફુલ કરાવીને છોકરીએ ફેસબુક પર શેર કરી તસવીર, ચોરી થઇ ગયુ પેટ્રોલ

આ પણ વાંચો: OMG!! મહેમાને લગ્નમાં વધુ કેક ખાઇ લીધી તો કપલે માંગી લીધા પૈસા, જમવાનું બીલ બનાવીને ઘરે પણ મોકલ્યુ

Published On - 8:48 am, Sun, 3 October 21

Next Article