AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News: ખુરશી મળતાની સાથે જ લઘુમતીઓને પાકિસ્તાનના નવા વડાપ્રધાન શા માટે વહેંચી રહ્યા છે 20-20 લાખ રૂપિયા?

તમને જણાવી દઈએ કે ગત અઠવાડિયે ઈસ્લામિક કટ્ટરપંથીઓના ટોળાએ 20 થી વધુ ચર્ચ અને ઈસાઈઓના ઘણા ઘરોને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ પાકિસ્તાનના પીએમ કાકરે સોમવારે પંજાબના હિંસા પ્રભાવિત શહેર જરાંવાલાની મુલાકાત લીધી હતી.

Pakistan News: ખુરશી મળતાની સાથે જ લઘુમતીઓને પાકિસ્તાનના નવા વડાપ્રધાન શા માટે વહેંચી રહ્યા છે 20-20 લાખ રૂપિયા?
Anwar ul Haq Kakar
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2023 | 3:12 PM
Share

શાહબાઝ શરીફની વિદાય બાદ અનવર ઉલ હકને પાકિસ્તાનના (Pakistan) નવા રખેવાળ વડાપ્રધાન બનાવવામાં આવ્યા છે. તે લઘુમતીઓ પ્રત્યે થોડા વધાર મહેરબાન લાગે છે. સોમવારે તેણે ખ્રિસ્તી લઘુમતી પરિવારોને 20-20 લાખ પાકિસ્તાની રૂપિયાની વહેચણી કરી છે. આ સાથે તેમણે કહ્યું કે, તેમની સરકાર લઘુમતીઓના રક્ષણ માટે પ્રતિબદ્ધ છે.

100 ખ્રિસ્તી પરિવારોને 20 લાખ પાકિસ્તાની રૂપિયાનું વળતર

તમને જણાવી દઈએ કે ગત અઠવાડિયે ઈસ્લામિક કટ્ટરપંથીઓના ટોળાએ 20 થી વધુ ચર્ચ અને ઈસાઈઓના ઘણા ઘરોને આગ ચાંપી દીધી હતી. ત્યારબાદ પાકિસ્તાનના કેરટેકર પીએમ કાકરે સોમવારે પંજાબના હિંસા પ્રભાવિત શહેર જરાનવાલાની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેણે લગભગ 100 ખ્રિસ્તી પરિવારોને 20 લાખ પાકિસ્તાની રૂપિયાનું વળતર આપ્યું હતું.

હિંસા પર પીએમએ શું કહ્યું?

આ દરમિયાન પીએમએ ટોળા દ્વારા નાશ પામેલા ચર્ચ અને અન્ય માળખાઓના સમારકામ અને પુનર્વસનના કામોની સમીક્ષા કરી હતી. આ સાથે, તેમણે દેશના તમામ લઘુમતી સમુદાયોને ખાતરી આપી કે, પાકિસ્તાન સરકાર તેમની સુરક્ષા કરશે અને તે તેના માટે પ્રતિબદ્ધ છે. પીએમે કહ્યું કે, જો કોઈ લઘુમતીઓને નુકસાન પહોંચાડશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

હિંસામાં 200 ઘર બરબાદ થયા

જરાંવાલામાં બુધવારે ફાટી નીકળેલી હિંસામાં ઓછામાં ઓછા 200 ઘરો ધરાશાયી થયા હતા. 20 ચર્ચ અને ખ્રિસ્તીઓના 86 ઘરોને બાળી નાખવામાં આવ્યા હતા. આ કેસમાં 2 ખ્રિસ્તીઓ સહિત 145 શકમંદોની ધરપકડ કરવામાં આવી છે. જરાંવાલા હિંસા બાદ પંજાબના મુખ્યમંત્રી વિરુદ્ધ વિરોધ પ્રદર્શન શરૂ થયા હતા. તોડફોડ, આગચંપી ઉપરાંત કિંમતી સામાનની લૂંટ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો : Dubai News: 31 ઓગસ્ટની રાત્રે આકાશમાં દેખાશે દુર્લભ એવો સુપર બ્લુ મૂન, જાણો ક્યારે અને ક્યા જોઈ શકાશે

પાકિસ્તાનમાં ઈશનિંદા એક ગંભીર મુદ્દો

જણાવી દઈએ કે પાકિસ્તાનમાં ઈસાઈ અને હિંદુઓ સહિત લઘુમતીઓ પર ઘણી વખત ઈશનિંદાનો આરોપ લાગેલો છે. ઇશનિંદા પાકિસ્તાનમાં એક સંવેદનશીલ મુદ્દો છે. સેન્ટર ફોર સોશ્યલ જસ્ટિસ (CSJ) અનુસાર, આ વર્ષે 16 ઓગસ્ટ સુધીમાં લગભગ 198 લોકો પર આરોપ મૂકવામાં આવ્યો છે, જેમાંથી 85% મુસ્લિમ, 8% અહમદી અને 4.4% ખ્રિસ્તી છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
ઠાકોર સમાજના બંધારણના ધજાગરા ઉડાડતો વીડિયો આવ્યો સામે- જુઓ Video
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
સુરેન્દ્રનગર: ઠાકોર સમાજના સંમેલનમાં એકસૂરે ઉઠી PIની બદલીની માગ
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : પરષોત્તમ સોલંકીનું સીમર ગામે કોળી સમાજને દબંગ નિવેદન
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : અમદાવાદનો શાસ્ત્રી બ્રિજ 11 મહિના રહેશે બંધ
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
Breaking News : સંબંધો કરતાં જમીન મોટી, રાજોડનું હૃદય હચમચાવતું સત્ય
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
રાજકોટમાં ‘હું નથુરામ ગોડસે’ નાટકના શો પર કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
Breaking News :AMCમાં હોર્ડિંગ્સ કૌભાંડ, નિયમોને તોડીને કરોડોની રમત
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોંગ્રેસ દ્વારા હું નથુરામ ગોડ્સેનો વિરોધ, હેમુ ગઢવી હોલ પર પ્રદર્શન
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
કોળી સમાજના યુવક પર હુમલાના કેસમાં આરોપી જયરાજ આહીરના જામીન મંજૂર
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
DJ પ્રતિબંધને લઈને દિનેશ ઠાકોરે વિક્રમ ઠાકોરનો લીધો ઉધડો- જુઓ Video
g clip-path="url(#clip0_868_265)">