AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Dubai News: 31 ઓગસ્ટની રાત્રે આકાશમાં દેખાશે દુર્લભ એવો સુપર બ્લુ મૂન, જાણો ક્યારે અને ક્યા જોઈ શકાશે

ઓગસ્ટ 2023માં આ બીજો સુપરમૂન હશે. પહેલો સુપરમૂન 1 ઓગસ્ટના રોજ થયો હતો. NASA ના જણાવ્યા અનુસાર, સુપરમૂન વર્ષમાં ત્રણથી ચાર વખત થાય છે. સંયુક્ત આરબ અમીરાતના રહેવાસીઓને સુપર બ્લુ મૂન તરીકે ઓળખાતી અવકાશી ઘટના જોવાની તક મળશે.

Dubai News: 31 ઓગસ્ટની રાત્રે આકાશમાં દેખાશે દુર્લભ એવો સુપર બ્લુ મૂન, જાણો ક્યારે અને ક્યા જોઈ શકાશે
Super Blue Moon
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 22, 2023 | 1:27 PM
Share

વર્ષ 2023નો સૌથી તેજસ્વી અને સૌથી મોટો સુપરમૂન આ મહિનાના અંતમાં બ્લુ મૂન (Super Blue Moon) દેખાશે. એક દુર્લભ ખગોળીય ઘટના 31 ઓગસ્ટના રોજ રાત્રિના આકાશને પ્રકાશિત કરશે. બ્લુ મૂન ત્યારે થાય છે જ્યારે એક જ કેલેન્ડર મહિનામાં પૃથ્વી પરથી બે પૂર્ણ ચંદ્ર દેખાય છે. જ્યારે ચંદ્ર પૃથ્વીની સૌથી નજીક હોય ત્યારે સુપરમૂન થાય છે. સંયુક્ત આરબ અમીરાતના (UAE) રહેવાસીઓને સુપર બ્લુ મૂન તરીકે ઓળખાતી અવકાશી ઘટના જોવાની તક મળશે.

આ ઘટના કેટલી દુર્લભ છે?

ઓગસ્ટ 2023માં આ બીજો સુપરમૂન હશે. પહેલો સુપરમૂન 1 ઓગસ્ટના રોજ થયો હતો. NASA ના જણાવ્યા અનુસાર, સુપરમૂન વર્ષમાં ત્રણથી ચાર વખત થાય છે. નાસાએ તેની વેબસાઇટ પર જણાવ્યું હતું કે, તમામ પૂર્ણ ચંદ્રમાંથી લગભગ 25 ટકા સુપરમૂન છે, પરંતુ પૂર્ણ ચંદ્રના માત્ર 3 ટકા જ બ્લુ મૂન છે.

સુપર બ્લુ મૂન વચ્ચેનો સમય ઘણો બદલાઈ શકે છે. તેમાં 20 વર્ષ જેટલો સમય લાગી શકે છે, પરંતુ તે સામાન્ય રીતે સરેરાશ દર 10 વર્ષે થાય છે. નાસા કહે છે કે આગામી સુપર બ્લુ મૂન જાન્યુઆરી અને માર્ચ 2037માં જોવા મળશે.

સુપર બ્લુ મૂનને ક્યાં જોવું?

તમે ગમે ત્યાં હોય, ચંદ્ર તેજસ્વી અને મોટો દેખાશે. જો કે, જો તમારી પાસે દૂરબીન હોય, તો તમે રણમાં જવાનું પસંદ કરો, જ્યાં અંધારું હોય છે તો વધુ સારું દૃશ્ય જોવા મળશે. આ ઉપરાંત તમે પ્રવાસ પર જવા માંગો છો તો યુએઈમાં પેઇડ ટુર ઉપલબ્ધ છે. દુબઈ એસ્ટ્રોનોમી ગ્રુપ અલ થુરાયા એસ્ટ્રોનોમી સેન્ટર ખાતે બ્લુ મૂન ઓબ્ઝર્વિંગ ઈવેન્ટનું આયોજન કરી રહ્યું છે. પુખ્ત વયના લોકો માટે ટિકિટની Dh60 થી શરૂ થાય છે.

સુપરમૂન શું છે?

ચંદ્ર આપણા ગ્રહની આસપાસ લંબગોળ ભ્રમણકક્ષામાં ફરે છે, ત્યારે એક બિંદુ છે જ્યાં તે પૃથ્વીની સૌથી નજીક હોય છે. આ બિંદુને અધિકેન્દ્ર કહેવામાં આવે છે. ચંદ્ર જ્યારે આ બિંદુએ પહોંચે છે અને જો તે પૂર્ણ ચંદ્ર હોય, તો તે વધારે મોટો દેખાય છે.

આ પણ વાંચો : London News: લંડનમાં વિસ્તરણ યોજના પહેલા 800 થી વધારે ULez કેમેરા ઇન્સ્ટોલ કરવાના બાકી- રીપોર્ટ

બ્લુ મૂન શું છે?

ચંદ્રનું ચક્ર 29.5 દિવસનું છે, જે એક મહિનાથી થોડું ઓછું છે. આ તફાવત બે કે ત્રણ વર્ષ દરમિયાન એક જ મહિનામાં બે પૂર્ણ ચંદ્ર આવે ત્યાં સુધી વધે છે. DAG અનુસાર, તેના નામથી વિપરીત, ચંદ્ર વાસ્તવમાં વાદળી નથી. નાસા કહે છે કે દુર્લભ પ્રસંગોએ, હવામાંના નાના કણો ખાસ કરીને ધુમાડો અથવા ધૂળ પ્રકાશની લાલ તરંગલંબાઇને વિખેરી શકે છે, જેનાથી ચંદ્ર વાદળી દેખાય છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
g clip-path="url(#clip0_868_265)">