AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News : શાહબાઝ સરકાર ઈમરાન ખાનને પાઠ ભણાવશે, ખાનને સજા અપાવવા માટે કાયદો બદલ્યો

Pakistan News : ઈમરાન ખાન જ્યારથી વડાપ્રધાન પદેથી રાજીનામું આપ્યું છે, ત્યારથી તેઓ સેના પર સતત હુમલા કરતા હતા. તો વળી ખાને અમેરિકા પર તેમની સરકારને તોડી પાડવાનો આરોપ લગાવ્યો છે.

Pakistan News : શાહબાઝ સરકાર ઈમરાન ખાનને પાઠ ભણાવશે, ખાનને સજા અપાવવા માટે કાયદો બદલ્યો
ઇમરાન ખાનImage Credit source: ફાઇલ
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 28, 2023 | 12:55 PM
Share

પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાનની મુસીબતો હજુ સમાપ્ત થઈ નથી. ચૂંટણીની સંભાવનાઓ વચ્ચે, તેમના પર ગેરલાયક ઠરવાની તલવાર પહેલેથી જ લટકી રહી હતી કે હવે શહેબાઝ શરીફ સરકારે ઈમરાનને ડામવા માટે વધુ એક પેંતરો શરૂ કર્યો છે. પાકિસ્તાની સંસદના ઉપલા ગૃહે ગુરુવારે આર્મી એક્ટ 1952માં સુધારો કરવાનો નિર્ણય લીધો છે. આ સુધારા હેઠળ પાકિસ્તાનની સુરક્ષા અને સૈન્ય સાથે જોડાયેલી અનધિકૃત માહિતી જાહેર કરનારને પાંચ વર્ષની સખત કેદની સજા થઈ શકે છે, અને તેમાં સામેલ વ્યક્તિની રાજકીય ગતિવિધિઓ પર પણ બે વર્ષ માટે પ્રતિબંધ લગાવી શકાય છે.

આર્મી એક્ટમાં આ સુધારો એવા સમયે કરવામાં આવ્યો છે, જ્યારે પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન ઈમરાન ખાન સિફર કેસમાં ફસાયા છે. પાકિસ્તાનની ફેડરલ ઇન્વેસ્ટિગેશન એજન્સી (એફઆઇએ) રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકતા ઇમરાન પર સત્તાવાર ગુપ્ત માહિતીનો પર્દાફાશ કરવાના મામલાની તપાસ કરી રહી છે. આ કેસને સામાન્ય રીતે પાકિસ્તાનના કોરિડોરમાં ‘સાઇફર કેસ’ તરીકે ઓળખવામાં આવે છે.

ઈમરાને પત્રો સાર્વજનિક કર્યા હતા

ઈમરાન ખાન સતત તેમની સરકારના પતન પાછળ અમેરિકન ષડયંત્રનો ઉલ્લેખ કરી રહ્યા છે. આ માટે તેણે અમેરિકા અને પાકિસ્તાની રાજદ્વારી વચ્ચેના ગુપ્તચર પત્રવ્યવહારને સાર્વજનિક કર્યો હતો. તેને પાકિસ્તાનની સુરક્ષા સાથે સમજૂતી ગણાવવામાં આવી હતી અને સિફર કેસ શબ્દ પાકિસ્તાનના સામાન્ય લોકો સુધી પહોંચ્યો હતો. હવે આ સાઇફર કેસ સેહબાઝ સરકારનો આર્મી એક્ટમાં કરાયેલા ફેરફારો દ્વારા ઈમરાન પર કાર્યવાહી કરવાનો નવો પેંતરો બની શકે છે.

તાજેતરમાં જ પાકિસ્તાનના ગૃહમંત્રી રાણા સનાઉલ્લાહે કહ્યું હતું કે ઈમરાન ખાનને સિક્રેટ એક્ટ હેઠળ કાર્યવાહીનો સામનો કરવો પડશે. સનાઉલ્લાહે કહ્યું હતું કે ઈમરાન ખાનના પૂર્વ પ્રિન્સિપલ સેક્રેટરીએ કબૂલાત કરી છે કે ઈમરાને ગયા વર્ષે પોતાના રાજકીય હિત માટે ખોટી વાર્તા બનાવવા માટે ગુપ્તચર દસ્તાવેજો લીક કર્યા હતા. હવે ઈમરાન ખાન 1 ઓગસ્ટના રોજ FIA સમક્ષ હાજર થાય તે પહેલા આર્મી એક્ટમાં ફેરફાર તેમના માટે સ્વાભાવિક રીતે જ આંચકો સાબિત થઈ શકે છે.

ઈમરાને સેના વિરુદ્ધ મોરચો ખોલ્યો હતો

આર્મી એક્ટ 1952માં સુધારાનો પ્રસ્તાવ રક્ષા મંત્રી ખ્વાજા મોહમ્મદે રજૂ કર્યો હતો. આ બિલ અનુસાર, જો કોઈ વ્યક્તિ પાકિસ્તાનની સુરક્ષા અને સૈન્ય સાથે સંબંધિત ગુપ્ત માહિતી જાહેર કરે છે અથવા તેનું કારણ બને છે અને તે દોષી સાબિત થાય છે, તો તેને પાંચ વર્ષ સુધીની સખ્ત કેદની સજા થઈ શકે છે. જો કે, જો તે આર્મી ચીફ અથવા અન્ય કોઈ સત્તાવાર લશ્કરી અધિકારીની પરવાનગી પછી આવું કરે છે, તો તે આ ગુનાની શ્રેણીમાં આવશે નહીં.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">