Pakistan : સેના સામે ઝૂક્યા ઈમરાન ખાન ! નદીમ અહેમદ અંજુમ બન્યા ગુપ્તચર એજન્સી ISI ના નવા ચીફ

|

Oct 26, 2021 | 7:49 PM

અંજુમ 20 નવેમ્બરથી ISI ની કમાન સંભાળશે. બીજી બાજુ વર્તમાન ISI ચીફ ફૈઝ હમીદ 19 નવેમ્બર સુધી પોતાના પદ પર રહેશે. મંગળવારે સાંજે પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય તરફથી ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી.

Pakistan : સેના સામે ઝૂક્યા ઈમરાન ખાન ! નદીમ અહેમદ અંજુમ બન્યા ગુપ્તચર એજન્સી ISI ના નવા ચીફ
Nadeem Ahmed Anjum

Follow us on

પાકિસ્તાનના (Pakistan) વડાપ્રધાન ઈમરાન ખાને (Imran Khan) લેફ્ટનન્ટ જનરલ નદીમ અહમદ અંજુમની (Nadeem Ahmed Anjum) ઈન્ટર સર્વિસ ઈન્ટેલિજન્સ (ISI)ના ચીફ તરીકે નિમણૂક કરી છે. અંજુમ 20 નવેમ્બરે પાકિસ્તાનની ગુપ્તચર એજન્સીની કમાન સંભાળશે. નોંધપાત્ર વાત એ છે કે, પાકિસ્તાન સેનાએ 6 ઓક્ટોબરે એક નિવેદન જારી કરીને વર્તમાન ISI ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદના સ્થાને અંજુમની નિમણૂકની જાહેરાત કરી હતી. ત્યારથી એવું માનવામાં આવી રહ્યું હતું કે ઈમરાન ખાને સત્તાવાર રીતે અંજુમના નામ પર મહોર લગાવવી પડશે.

સાથે જ અંજુમ 20 નવેમ્બરથી ISIની કમાન સંભાળશે. બીજી બાજુ વર્તમાન ISI ચીફ ફૈઝ હમીદ 19 નવેમ્બર સુધી પોતાના પદ પર રહેશે. મંગળવારે સાંજે પાકિસ્તાનના વડાપ્રધાન કાર્યાલય તરફથી ઔપચારિક જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ ઓક્ટોબરમાં, પાકિસ્તાન આર્મીની મીડિયા વિંગ ઇન્ટર-સર્વિસ પબ્લિક રિલેશન્સે પાકિસ્તાનની જાસૂસી સંસ્થાના વડા તરીકે લેફ્ટનન્ટ જનરલ અંજુમની નિમણૂકની જાહેરાત કરી હતી. પાકિસ્તાન આર્મી દ્વારા કરવામાં આવેલી જાહેરાત બાદ એવી અટકળો ચાલી રહી હતી કે ઈમરાન ખાનના નેતૃત્વવાળી સરકાર અને પાકિસ્તાની સેના વચ્ચે મતભેદ છે.

ઈમરાન સરકાર પર ખતરો તોળાઈ રહ્યો છે
પાકિસ્તાની સેના વિશે એ વાત કોઈથી છુપી નથી કે તે દેશની સુરક્ષા અને વિદેશ નીતિને લગતા મામલાઓમાં મહત્વપૂર્ણ નિર્ણયો લેતી રહી છે. ઈમરાન ખાનની ઓફિસે સ્વીકાર્યું કે પાકિસ્તાન આર્મી અને ઈમરાન સરકાર વચ્ચે કેટલીક તકનીકી સમસ્યાઓ હતી. તેમણે કહ્યું હતું કે આ મુદ્દાઓ ટૂંક સમયમાં ઉકેલવામાં આવશે. આ અંગે માહિતગાર લોકોએ જાણકારીમાહિતી આપી હતી. અહીં નોંધનીય બાબત એ છે કે જો સેનાએ ઈમરાન સરકાર સાથે સમાધાન ન કરવાનો નિર્ણય લીધો હોત તો તેમની સરકારમાં ઉચ્ચ સ્તર સુધી પરિવર્તન જોવા મળી શક્યું હોત.

આજનું રાશિફળ તારીખ : 05-05-2024
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ

બાજવા અને ઈમરાન વચ્ચે આઈએસઆઈ ચીફને લઈને બેઠક થઈ હતી
ઈસ્લામાબાદમાં વડાપ્રધાન કાર્યાલય દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઈમરાને આઈએસઆઈના ડાયરેક્ટર જનરલ તરીકે અંજુમની નિમણૂકને 20 નવેમ્બરથી મંજૂરી આપી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે વર્તમાન ISI ચીફ લેફ્ટનન્ટ જનરલ ફૈઝ હમીદ 19 નવેમ્બર સુધી તેમના પદ પર રહેશે. વડાપ્રધાન કાર્યાલયે પુષ્ટિ કરી હતી કે વડાપ્રધાન અને આર્મી ચીફ જનરલ કમર જાવેદ બાજવા વચ્ચે અગાઉની બેઠકમાં, ISIમાં કમાન્ડના ફેરફારના સમય અને નવા DG ISIની પસંદગીના સમય પર ચર્ચા કરવામાં આવી હતી.

 

આ પણ વાંચો : તાલિબાન રાજમાં અફઘાનિસ્તાનની અડધી વસ્તી ભૂખે મરી રહી છે! પરિવારે પૈસા માટે વેચી દીધી નવજાત બાળકીને

આ પણ વાંચો : China Locks Down Lanzhou: ચીનમાં કોરોના વાયરસના કારણે સ્થિતિ બની બેકાબૂ, લાન્ઝોઉ શહેરમાં લગાવાયું લોકડાઉન, 40 લાખ લોકો ઘરમાં થયા કેદ

Published On - 7:47 pm, Tue, 26 October 21

Next Article