પહેલા મહિલાઓનું અપહરણ, હવે કુવામાંથી ગોળીઓથી વિંધેલી 3 લાશ મળી, બલૂચિસ્તાનમાં લોકો ભયના ઓથાર હેઠળ

|

Feb 22, 2023 | 12:52 PM

પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના બરખાન જિલ્લામાં એક કૂવામાંથી ત્રણ ગોળીઓથી છિન્નભિન્ન મૃતદેહ મળી આવ્યા છે. પોલીસે જણાવ્યું કે ત્રણેય મૃતદેહો બોરીઓમાં બંધ કરવામાં આવ્યા હતા.

પહેલા મહિલાઓનું અપહરણ, હવે કુવામાંથી ગોળીઓથી વિંધેલી 3 લાશ મળી, બલૂચિસ્તાનમાં લોકો ભયના ઓથાર હેઠળ

Follow us on

લોકોને માર મારવો, બળજબરીથી ઘરમાં ઘૂસી જવું, મહિલાઓનું અપહરણ કરવું અને હવે તેમના પર ગોળીબાર કરવો. પાડોશી દેશ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના લોકો ભયના છાયામાં જીવવા મજબૂર છે. પાકિસ્તાન સરકાર અને તેની સેનાએ બલૂચિસ્તાનના લોકો સાથે ક્રૂરતાની તમામ હદો પાર કરી દીધી છે. તાજેતરનો મામલો બરખાન જિલ્લાનો છે, જ્યાં એક મહિલા અને તેના બે પુત્રોના કુવામાંથી ગોળીઓથી છિન્નભિન્ન મૃતદેહ મળી આવ્યા છે. બલૂચિસ્તાનના બાંધકામ અને સંચાર મંત્રી સરદાર અબ્દુલ રહેમાન ખેતાન પર આ નિર્દય હત્યાઓનો આરોપ છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

લોકોનો આરોપ છે કે જે કૂવામાંથી મહિલા અને તેના બે પુત્રોના મૃતદેહ મળી આવ્યા હતા તે કૂવો સરદાર અબ્દુલ રહેમાનના ઘર પાસે છે. તે જ રીતે, મંત્રી પર તેમની પોતાની ખાનગી જેલ હોવાનો પણ આરોપ છે, જ્યાં તેઓ બળજબરીથી લોકોનું અપહરણ કરે છે અને તેમને ત્રાસ આપે છે. બલૂચિસ્તાનના લોકો હવે બરખાન જિલ્લામાં આ તોડફોડ માટે ન્યાયની માંગણી સાથે રસ્તા પર ઉતરી આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 19-09-2024
5,000 રૂપિયાની SIP, 1 કરોડ રૂપિયા બનાવતા કેટલો સમય લાગે ?
સીડી વગર સીલિંગ ફેન પરથી ધૂળ કેવી રીતે સાફ કરવી ?
કોહલી દ્રવિડની કરશે બરાબરી, જાડેજા પાસે કપિલ દેવને પાછળ છોડવાની તક
Vastu shastra : આ 2 ઘરોમાં તુલસીનો છોડ લગાવવો અશુભ, તમે જીવનભર રહેશો ગરીબ
મધમાં પાણી ઘોળીને પીવાના ફાયદા

 


ત્રણેય મૃતદેહો બોરીઓમાં બંધ કરવામાં આવ્યા હતા

ડોન અનુસાર, પીડિતોની ઓળખ એક મહિલા અને બે યુવકો તરીકે થઈ છે. પોલીસે મહિલાનું નામ ગીરાન નાઝ તરીકે રાખ્યું છે, જે લગભગ 45 વર્ષની હતી. જ્યારે તેમના મોટા પુત્રનું નામ મોહમ્મદ નવાઝ હતું, જે લગભગ 25 વર્ષનો હતો. નાના પુત્રનું નામ અબ્દુલ કાદિર હતું જે લગભગ 18 વર્ષનો હતો. પોલીસે જણાવ્યું હતું કે ત્રણેય મૃતદેહો બારદાનની કોથળીઓમાં બંધ હતા અને સોમવારે રાત્રે લગભગ 8 વાગ્યે મળી આવ્યા હતા.

મારા પરિવારને ટોર્ચર કરીને મારી નાખ્યો – મહિલાના પતિ

આ પછી મૃતદેહને કૂવામાંથી બહાર કાઢી સિવિલ હોસ્પિટલ લઈ જવાયો હતો. તેની ઓળખ અબ્દુલ કયૂમ બિજરાની રામીએ કરી હતી, જેને પોલીસે વારસદાર તરીકે ઓળખાવ્યો હતો. મૃતક મહિલાના પતિ ખાન મુહમ્મદે આરોપ લગાવ્યો છે કે વર્ષ 2019માં ખેતાન અને તેના પુત્ર સરદાર ઇનામ ખેતાન વચ્ચેના સંઘર્ષના કેસમાં જુબાની ન આપવા બદલ ખેતાને મારી પત્ની અને સાત બાળકોને તેની ખાનગી જેલમાં કેદ કર્યા હતા. પરંતુ હવે મારા પરિવારને ત્રાસ આપીને મારી નાખવામાં આવ્યો હતો.

(ઇનપુટ-ભાષાંતર)

Published On - 12:51 pm, Wed, 22 February 23

Next Article