Pakistan News: અફઘાનિસ્તાન સુધી BRI નો વિસ્તાર કરશે ચીન અને પાકિસ્તાન, જાણો ભારત પર શું થશે અસર
ભારતે અનેક વખત CPEC પ્રોજેક્ટમાં ત્રીજા દેશોની ભાગીદારીની યોજના સામે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમ છતાં ચીન અને પાકિસ્તાન તેનો વિસ્તાર કરવા માંગે છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે, આવી કોઈપણ યોજના ભારતની સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડિતતાનું ઉલ્લંઘન કરે છે.
ચીન-પાકિસ્તાન ઈકોનોમિક કોરિડોરનો (CPEC) અફઘાનિસ્તાન સુધી વિસ્તાર કરવામાં આવશે. પાકિસ્તાન (Pakistan) અને ચીન આ પ્રોજેક્ટમાં અન્ય પક્ષોને સામેલ કરવા માટે સંમત થયા છે. એક ઉચ્ચ પાકિસ્તાની રાજદ્વારી દ્વારા આ અંગે માહિતી આપવામાં આવી હતી. CPEC ચીનનો મહત્વાકાંક્ષી બેલ્ટ એન્ડ રોડ (BRI)પ્રોજેક્ટનો એક મહત્વનો ભાગ છે. ભારત તેનો સતત વિરોધ કરી રહ્યું છે.
પ્રોજેક્ટનું કુલ બજેટ 60 અબજ ડોલર
CPEC ચીનના શિનજિયાંગને પાકિસ્તાનના બલૂચિસ્તાન સ્થિત ગ્વાદર પોર્ટ સાથે જોડશે, જે PoKમાંથી પસાર થાય છે. આ પ્રોજેક્ટનું કુલ બજેટ 60 અબજ ડોલર છે. BRI પ્રોજેક્ટ દ્વારા ચીન દુનિયામાં પોતાનો પ્રભાવ વધારવા માંગે છે.
CPEC પાકિસ્તાનના આર્થિક વિકાસ માટે ગેમ ચેન્જર
પાકિસ્તાનના સરકારી એસોસિએટેડ પ્રેસ ઓફ પાકિસ્તાન મૂજબ ચીનમાં પાકિસ્તાની રાજદૂત મોઇનુલ હકે રવિવારે કહ્યું હતું કે, CPEC પાકિસ્તાનના આર્થિક વિકાસ માટે ગેમ ચેન્જર છે અને ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો છે. તેમણે કહ્યું કે, અમે હવે આ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે અન્ય પક્ષકારોને આમંત્રિત કરવા સહમત થયા છીએ. હવે અમે તેને અફઘાનિસ્તાન સુધી લંબાવીશું.
CPEC હેઠળ પાકિસ્તાનને 8000 મેગાવોટ ઊર્જા મળી
મોઇનુલ હકે ચીનના વખાણ પણ કર્યા હતા. તેમણે કહ્યું કે, AI, ઈ-કોમર્સ અને ગ્રીન ટેક્નોલોજી સહિતની ઘણી ટેકનોલોજીમાં વૈશ્વિક લીડર છે. મોઇનુલ હકે કહ્યું કે CPEC હેઠળ પાકિસ્તાનને 8000 મેગાવોટ ઊર્જા મળી રહી છે, જેનાથી ઉદ્યોગોની જરૂરિયાતો પૂરી કરવામાં મદદ મળી છે.
આ પણ વાંચો : Pakistan News: પાકિસ્તાનમાં અફઘાન શરણાર્થીઓનું જીવન બન્યું નર્ક, પાક સરકારની જાહેરાત બાદ મુશ્કેલીમાં થયો વધારો
આવી પ્રવૃત્તિઓ ગેરકાયદેસર અને અસ્વીકાર્ય
ભારતે અનેક વખત CPEC પ્રોજેક્ટમાં ત્રીજા દેશોની ભાગીદારીની યોજના સામે વિરોધ વ્યક્ત કર્યો છે. તેમ છતાં ચીન અને પાકિસ્તાન તેનો વિસ્તાર કરવા માંગે છે. વિદેશ મંત્રાલયે સ્પષ્ટપણે કહ્યું છે કે, આવી કોઈપણ યોજના ભારતની સાર્વભૌમત્વ અને ક્ષેત્રીય અખંડિતતાનું ઉલ્લંઘન કરે છે. આવી પ્રવૃત્તિઓ ગેરકાયદેસર અને અસ્વીકાર્ય છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો