Pakistan News: પાકિસ્તાનમાં અફઘાન શરણાર્થીઓનું જીવન બન્યું નર્ક, પાક સરકારની જાહેરાત બાદ મુશ્કેલીમાં થયો વધારો
થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનની સરકારે જાહેરાત કરી હતી કે, ઓક્ટોબરના અંત સુધીમાં અંદાજે 17 લાખ જેટલા ગેરકાયદેસર રીતે રહેતા અફઘાની શરણાર્થીઓને તેમના દેશ પરત મોકલવામાં આવશે. પાક સરકારે કરેલી આ જાહેરાત બાદ અફઘાન શરણાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
પાકિસ્તાનના (Pakistan) સૌથી મોટા શહેર કરાચીમાં (Karachi) વસવાટ કરતા અફઘાનિસ્તાનના (Afghanistan) અનેક શરણાર્થીઓ અને ગેરકાયદેસર રહેતા લોકો હાલમાં ભય સાથે જીવવા માટે મજબૂર બન્યા છે. થોડા દિવસ પહેલા જ પાકિસ્તાનની સરકારે જાહેરાત કરી હતી કે, ઓક્ટોબરના અંત સુધીમાં અંદાજે 17 લાખ જેટલા ગેરકાયદેસર રીતે રહેતા અફઘાની શરણાર્થીઓને તેમના દેશ પરત મોકલવામાં આવશે. પાક સરકારે કરેલી આ જાહેરાત બાદ અફઘાન શરણાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે.
પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી
કરાચીમાં આવેલી હિજરા કોલોની અને અફઘાન બસ્તીમાં રહેતા મોટાભાગના અફઘાન પુરૂષો, મહિલાઓ અને બાળકો માટે પાકિસ્તાન સરકારની જાહેરાત બાદથી જીવન નર્ક બન્યું છે. આ વિસ્તારોમાં રહેતા અફઘાન શરણાર્થીઓનું કહેવું છે કે, પોલીસે તેઓ વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. પાકિસ્તાને કોઈ ડોક્યુમેન્ટ વગર ગેરકાયદે રહેતા અફઘાનિસ્તાનો માટે સ્વેચ્છાએ દેશ છોડવા માટે 1 નવેમ્બરની તારીખ નક્કી કરી છે.
પોલીસ કરાચીમાં શરણાર્થીઓને બનાવી રહી છે નિશાન
સમય મર્યાદા પૂર્ણ થયા બાદ આવા લોકોની ધરપકડ કરવામાં આવશે. અફઘાન વસાહતના સમુદાયના વડા હાજી અબ્દુલ્લાએ જણાવ્યું હતું કે, અમારામાંથી જેમની પાસે કાનૂની શરણાર્થી દરજ્જો અથવા તો કાર્ડ છે, તેવા લોકોને પણ પોલીસ બક્ષી રહી નથી. પોલીસ સમગ્ર કરાચીમાં અમારા લોકોને નિશાન બનાવી અને પરેશાન કરી રહી છે.
આ પણ વાંચો : Ankit Avasthi Video: Pakistan ના ન્યુક્લિયર બેઝ પાસે બ્લાસ્ટના સમાચાર! જો પાકિસ્તાનના પરમાણુ બોમ્બ ફૂટે તો શું થાય?
પાકિસ્તાનમાં 1.3 મિલિયન અફઘાન શરણાર્થીઓ
એક અંદાજ મુજબ, કરાચીમાં લગભગ 3 લાખ અફઘાનીઓ રહે છે, જેમાંથી ઘણા તાલિબાન શાસન દરમિયાન અફઘાનિસ્તાનથી પાકિસ્તાન આવ્યા હતા. UN દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મૂજબ લગભગ 1.3 મિલિયન અફઘાન પાકિસ્તાનમાં રજીસ્ટર્ડ શરણાર્થીઓ છે. આ ઉપરાંત અન્ય 880,000 લોકો પાસે પાકિસ્તાનમાં રહેવા માટે કાનૂની દરજ્જો છે. અફઘાન સમુદાયના બિઝનેસમેન હાજી રહીમે જણાવ્યું હતું કે, પોલીસ દ્વારા ધરપકડ થવાના ડરથી યુવાનો ઘરમાં જ રહે છે અને કામ કરવા માટે બહાર જઈ રહ્યા નથી.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો