Pakistan News: શું આરિફ અલ્વી નજરકેદ છે? નકલી સાઈનને લઈને સેના વિરુદ્ધ કર્યું હતું ટ્વિટ
આ મામલો સામે આવ્યા બાદ પાકિસ્તાન આર્મીમાં પણ ભાગલા પડવાના સમાચાર છે. એવા સમાચાર છે કે આર્મી ચીફ અસીમ મુનીર પોતાના જ બોર્ડમાં ઘેરાવા લાગ્યા છે. પાક આર્મીના 9 કમાન્ડરોમાંથી ચારે મુનીર વિરુદ્ધ બળવો કર્યો છે.
પાકિસ્તાનના (Pakistan News) રાજકારણમાં એક નવો ડ્રામા સામે આવ્યો છે. બે મોટા બિલો પર હસ્તાક્ષર કરવાના વિવાદે રાષ્ટ્રપતિ આરિફ અલ્વી (Arif Alvi) અને સેના આમને-સામને લાવી દીધી છે. નકલી હસ્તાક્ષરના વિવાદ બાદ રાષ્ટ્રપતિ અલ્વીએ ભલે પોતાના સેક્રેટરીને કાઢી મૂક્યા હોય, પરંતુ ઈમરાનને જેલમાં ધકેલી દેવાની પાકિસ્તાન સેનાની યોજના બગડતી જણાઈ રહી છે. તેમના ટ્વિટ પછી, પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વી છેલ્લા 48 કલાકથી જાહેરમાં દેખાયા નથી. તેથી એવી અફવા છે કે સેનાએ રાષ્ટ્રપતિ અલ્વીને નજરકેદ કર્યા છે.
સૌથી વધુ ફાયદો ઈમરાન ખાનને થતો જણાય છે
છેલ્લા 3 દિવસથી પાકિસ્તાનની રાજનીતિમાં પાકિસ્તાન ઓફિશિયલ સિક્રેટ એક્ટ અને પાકિસ્તાન આર્મી એમેન્ડમેન્ટ બિલ 2023ને લઈને રાજકીય ડ્રામા રંગ બતાવી રહ્યો છે. રાષ્ટ્રપતિ અલ્વીએ આ બિલો પર હસ્તાક્ષર કર્યા ન હોવાથી તે હવે કાયદો બની શકશે નહીં. તેથી તેની યોજના નિષ્ફળ જવાનો ડર પણ સેનાને સતાવી રહ્યો છે. જો કે, પાકિસ્તાનમાં ચાલી રહેલા નવા ડ્રામાનો સૌથી વધુ ફાયદો ઈમરાન ખાનને થતો જણાય છે. કહેવામાં આવી રહ્યું છે કે અલ્વીએ પોતાના નિર્ણયથી સિફર કેસમાં ફસાયેલા ઈમરાનને બચાવવાનો પૂરો પ્રયાસ કર્યો છે.
એમેન્ડમેન્ટ બિલ 2023 પર હસ્તાક્ષર કર્યા નથી
પાકિસ્તાનના બે એક્ટમાં નકલી સહી કરવાના મામલે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્વીએ ટ્વીટ કરીને કહ્યું હતું કે, અલ્લાહ મારો સાક્ષી છે. મેં ઓફિશિયલ સિક્રેટ્સ એમેન્ડમેન્ટ બિલ 2023 અને પાકિસ્તાન આર્મી એમેન્ડમેન્ટ બિલ 2023 પર હસ્તાક્ષર કર્યા નથી કારણ કે હું આ કાયદાઓ સાથે અસંમત હતો.
મેં મારા સ્ટાફને સહી વગરના બિલોને બિનઅસરકારક બનાવવા માટે નિયત સમયની અંદર તેને પરત કરવા કહ્યું. તેમણે મને આશ્વાસન આપ્યું કે બિલો પરત કરવામાં આવ્યા છે. જોકે, મને આજે ખબર પડી છે કે મારા સ્ટાફે મારી ઈચ્છા અને આદેશનું પાલન કર્યું નથી.
આ પણ વાંચો : Pakistan News: ખુરશી મળતાની સાથે જ લઘુમતીઓને પાકિસ્તાનના નવા વડાપ્રધાન શા માટે વહેંચી રહ્યા છે 20-20 લાખ રૂપિયા?
પાકિસ્તાની સેનામાં ભાગલાના સમાચાર
રાષ્ટ્રપતિ અલ્વીનું નિવેદન ઈમરાન ખાન માટે રાહતના સમાચાર સાબિત થઈ શકે છે અને ઈમરાન સાઈફર કેસમાં બચી શકે છે. આ મામલો સામે આવ્યા બાદ પાકિસ્તાન આર્મીમાં પણ ભાગલા પડવાના સમાચાર છે. એવા સમાચાર છે કે આર્મી ચીફ અસીમ મુનીર પોતાના જ બોર્ડમાં ઘેરાવા લાગ્યા છે. પાક આર્મીના 9 કમાન્ડરોમાંથી ચારે મુનીર વિરુદ્ધ બળવો કર્યો છે.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રપતિ ભવનમાં પાક સૈનિકોની સંખ્યા વધારી દેવામાં આવી છે. પાકિસ્તાનના રાષ્ટ્રપતિ આરિફ અલ્ફી નજરકેદ જેવી સ્થિતિમાં છે. રાષ્ટ્રપતિના સત્તાવાર કામકાજ પર સેનાએ લગભગ નિયંત્રણ મેળવી લીધું છે. કહેવામાં આવી રહ્યું છે કે રાષ્ટ્રપતિના દરેક મોટા નિર્ણય બ્રિગેડિયર રેન્કના અધિકારીઓ લઈ રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો