Pakistan News : અંજુ આવતા મહિને પાકિસ્તાનથી ભારત પરત ફરશે, પતિ નસરુલ્લાએ ભારત જવાનું કારણ જણાવ્યું

અંજુના પહેલા લગ્ન રાજસ્થાનના રહેવાસી અરવિંદ સાથે થયા હતા. તેમને 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર છે. નસરુલ્લાએ કહ્યું કે તે નથી ઈચ્છતો કે અંજુનું માનસિક સ્વાસ્થ્ય બગડે. એમ પણ કહ્યું કે અંજુ માટે તેના બાળકોને મળવા તેના દેશમાં જવું વધુ સારું રહેશે. તે પાકિસ્તાનમાં ભારત જવા માટેની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ભારત જશે.

Pakistan News : અંજુ આવતા મહિને પાકિસ્તાનથી ભારત પરત ફરશે, પતિ નસરુલ્લાએ ભારત જવાનું કારણ જણાવ્યું
Pakistan News
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 17, 2023 | 11:47 PM

Pakistan News : પ્રેમ માટે સરહદ પાર કરનાર અંજુ આવતા મહિને પાકિસ્તાનથી (Pakistan) ભારત પરત ફરશે. આ દાવો અંજુના પતિ નસરુલ્લાએ કર્યો છે. તેણે કહ્યું કે અંજુ આવતા મહિને અંજુ ભારત જશે. તે માનસિક રીતે ઠીક ન હોવાને કારણે તે પરેશાન છે અને તેના બે બાળકોને બહુ જ મિસ કરી રહી છે. રાજસ્થાનના અલવરની રહેવાસી અંજુએ ઈસ્લામ ધર્મ કબૂલ કર્યો હતો. અંજુની નવી ઓળખ ફાતિમાના રૂપમાં છે. તેણે 25 જુલાઈએ તેના 29 વર્ષીય બોયફ્રેન્ડ નસરુલ્લા સાથે લગ્ન કર્યા હતા. નસરુલ્લાનું ઘર ખૈબર પખ્તુનખ્વાના અપર દીર જિલ્લામાં છે. બંને 2019માં ફેસબુક પર મિત્રો બન્યા હતા.

આ પણ વાંચો  Pakistan News : પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં 500 પેટ્રોલ પંપ બંધ કરાયા, ગેરકાયદેસર ઈરાની ઈંધણ વેચવા સામે સરકારની કાર્યવાહી

મીડિયા રિપોર્ટ અનુસાર, નસરુલ્લાએ કહ્યું કે છે કે ફાતિમા (અંજુ) આવતા મહિને ભારત પરત ફરી રહી છે. નસરુલ્લાએ કહ્યું કે તે માનસિક રીતે અસ્વસ્થ છે અને તેના બાળકોને ખૂબ જ યાદ કરી રહી છે અને તેમની પાસે જવા માંગે છે. તમને જણાવી દઈએ કે અંજુના પહેલા લગ્ન રાજસ્થાનના રહેવાસી અરવિંદ સાથે થયા હતા. તેમને 15 વર્ષની પુત્રી અને 6 વર્ષનો પુત્ર છે. નસરુલ્લાએ કહ્યું કે તે નથી ઈચ્છતો કે અંજુનું માનસિક સ્વાસ્થ્ય બગડે. એમ પણ કહ્યું કે અંજુ માટે તેના બાળકોને મળવા તેના દેશમાં જવું વધુ સારું રહેશે. તે પાકિસ્તાનમાં ભારત જવા માટેની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ ભારત જશે.

નસરુલ્લાએ કહ્યું કે તેમાં થોડો સમય લાગશે અને તેથી અંજુ આવતા મહિને ભારત જશે. જો નસરુલ્લાને વિઝા મળશે તો તે પણ ભારત આવશે. અંજુ અને નસરુલ્લા ગયા મહિને એટલે કે ઓગસ્ટમાં તેમના લગ્ન પછી પહેલીવાર પેશાવર ગયા હતા. તેણે પેશાવરમાં દિવંગત દિલીપ કુમાર અને શાહરૂખ ખાન જેવા દિગ્ગજ ભારતીય ફિલ્મ કલાકારોના પૈતૃક ઘરો જોયા હતા. અંજુએ કહ્યું કે મેં કેટલાક પશ્તો શબ્દો શીખ્યા છે. પાકિસ્તાન આવતા પહેલા મને ખબર નહોતી કે હું અહીં આટલી પ્રખ્યાત થઈ જઈશ.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સુરેન્દ્રનગરની હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8075 રહ્યા
સુરેન્દ્રનગરની હળવદ APMCમાં મગફળીના મહત્તમ ભાવ રૂપિયા 8075 રહ્યા
નાંદેડ: નારાજ શિવસેના સાંસદે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું, જુઓ Video
નાંદેડ: નારાજ શિવસેના સાંસદે ડીન પાસે શૌચાલય સાફ કરાવ્યું, જુઓ Video
Vadodara :ગોત્રીમાં અસામાજિકતત્વોએ હથિયારો સાથે વેપારી પર કર્યો હુમલો
Vadodara :ગોત્રીમાં અસામાજિકતત્વોએ હથિયારો સાથે વેપારી પર કર્યો હુમલો
Weather :આજથી ગુજરાતમાંબપોરે ગરમી અને સાંજે-સવારે ઠંડક રહે તેવીસંભાવના
Weather :આજથી ગુજરાતમાંબપોરે ગરમી અને સાંજે-સવારે ઠંડક રહે તેવીસંભાવના
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
Narmada : શિક્ષકો વચ્ચે થયેલી મારામારીમાં એક શિક્ષકને કરાયો ફરજ મોકૂફ
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
આ રાશિ જાતકોને આજે કાર્યસ્થળે લાભ થશે
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
દાહોદની ગાંધી હોસ્પિટલ વિવાદમાં, ત્રણ દિવસના બાળકના મોત બાદ હોબાળો
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
કામરેજ આરોગ્યકેન્દ્રમાં શ્વાને જમાવ્યો અડીંગો- જુઓ Video
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
ધોરાજી બન્યુ ગંદકીનું શહેર, ઠેર ઠેર કચરો, ઉભરાતી ગટરોથી લોકો પરેશાન
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ
સાવરકુ઼ંડલાના મેવાસા વડલી મંદિર સિંહબાળની લટાર કેમેરામાં કેદ