Pakistan News: પાકિસ્તાનમાં શિક્ષિકાને એક વર્ષમાં 3 વખત મળી મેટરનિટી લીવ, શિક્ષણ વિભાગે આપ્યા તપાસના આદેશ
સિંધના શિક્ષણ વિભાગે દક્ષિણ સિંધમાં સ્થિત નૌશેરા ફિરોઝ શહેરની શાળા પાસેથી જવાબ માંગ્યો છે. શિક્ષણ વિભાગ સરકારી શાળામાં પ્રાથમિક વર્ગોમાં ઉર્દૂ ભણાવતી મહિલાના કેસની તપાસ કરી રહ્યું છે. બેનઝીરાબાદ જિલ્લા શિક્ષણ નિર્દેશક નસીર જોગીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે મહિલા શિક્ષક 195 દિવસની રજા પર હતા.
પાકિસ્તાનના (Pakistan) સિંધ પ્રાંતમાં એક સરકારી શાળાના (Government School) શિક્ષકને એક જ વર્ષમાં ત્રણ વખત ડિલિવરી માટે રજા આપવામાં આવી હતી. હવે આ મામલે તપાસ કરવામાં આવી રહી છે. સિંધના શિક્ષણ વિભાગે દક્ષિણ સિંધમાં સ્થિત નૌશેરા ફિરોઝ શહેરની શાળા પાસેથી જવાબ માંગ્યો છે. શિક્ષણ વિભાગ સરકારી શાળામાં પ્રાથમિક વર્ગોમાં ઉર્દૂ ભણાવતી મહિલાના કેસની તપાસ કરી રહ્યું છે.
શિક્ષિકાને એક વર્ષમાં ત્રણ વખત મેટરનિટી લીવ આપવામાં આવી
શિક્ષણ વિભાગ સરકારી શાળામાં પ્રાથમિક વર્ગોમાં ઉર્દૂ ભણાવતી મહિલાના કેસની તપાસ કરી રહ્યું છે. બેનઝીરાબાદ જિલ્લા શિક્ષણ નિર્દેશક નસીર જોગીએ જણાવ્યું હતું કે ગયા વર્ષે મહિલા શિક્ષક 195 દિવસની રજા પર હતા. તેમણે કહ્યું કે, શાળાના શિક્ષિકા અને આચાર્યને 3 દિવસમાં તેમના ખુલાસા સાથે અલગથી બોલાવવામાં આવ્યા છે.
શિક્ષણ વિભાગે આપ્યા છે તપાસના આદેશ
જો આ લોકો સંતોષકારક જવાબો આપી શકશે નહીં તો શિક્ષણ વિભાગ તેમની સામે કડક કાર્યવાહી કરશે. સિંધ પ્રાંતમાં શિક્ષણ ક્ષેત્રે આવી ગડબડ સામાન્ય છે. તાજેતરમાં એક વીડિયો સામે આવ્યો હતો, જેમાં મીરપુર ખાસની એક સરકારી પ્રાથમિક શાળામાં શિક્ષકો અને અન્ય કર્મચારીઓને દર મહિને પગાર આપવામાં આવતો હતો, જેઓ હકિકતમાં ખરેખર ક્યાંય હાજર ન હતા.
આ પણ વાંચો : Pakistan News : પાકિસ્તાનથી આવેલી સિમરન ઈચ્છે છે ભારતની નાગરિકતા, પાકિસ્તાનમાં યુવતીઓ પર થતા અત્યાચારની કહાની વર્ણવી
આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો