Pakistan latest News: એક પછી એક આતંકવાદીઓને કોણ ઠેકાણે પાડી કહ્યું છે? હવે હાફિઝ સઈદનો બનેવી અબ્દુલ રહેમાન મક્કી ગાયબ
તાજેતરમાં સામે આવેલા સમાચાર મુજબ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર-એ-તૈયબાના નાયબ વડા અબ્દુલ રહેમાન મક્કીનું અપહરણ કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રે પણ જેને આતંકવાદી જાહેર કર્યો છે તેનું પાકિસ્તાનથી અપહરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે પાકિસ્તાનના કરાચી શહેરમાં આતંકવાદી મુફ્તી કૈસર ફારૂકીની હત્યા કરવામાં આવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આજકાલ ભારતના દુશ્મનો અને વિદેશમાં બેસીને ભારતને નુક્શાન પહોંચાડવાની ફિરાકમાં રહેતા આતંકવાદીઓ એક પછી એક અલ્લાહને પ્યારા થવા લાગ્યા છે. ખાસ કરીને પાકિસ્તાનમાં બેસીને ભારત વિરૂદ્ધ આતંકવાદી પ્રવૃતિઓને અંજામ આપનારા અને ભૂતકાળમાં જેમની સંડોવણી હતી તે પૈકી એક બાદ એક મોતને ભેટી રહ્યા છે.
હવે આ મોતને લઈ કોઈ ખાસ ખુલાસાની તો માહિતિ સામે નથી આવી રહી પરંતુ એટલું જરૂર માની શકાય છે કે ભારત વિરૂદ્ધ આતંકવાદનું ઝેર ઓકનારા ક્યાંતો પોતે ઝેર ખાઈ રહ્યા છે અથવા તો કોઈ ગોળી મારી રહ્યું છે. સરવાળે આવા તત્વો મોતને ભેટી રહ્યા છે, ત્યારે સવાર એ થાય છે કે આ આતંકવાદીઓને ઠેકાણે કોણ લગાડી રહ્યું છે ?
તાજેતરમાં સામે આવેલા સમાચાર મુજબ મુંબઈ હુમલાના માસ્ટરમાઈન્ડ અને લશ્કર-એ-તૈયબાના નાયબ વડા અબ્દુલ રહેમાન મક્કીનું અપહરણ કરવામાં આવ્યું છે. સંયુક્ત રાષ્ટ્રે પણ જેને આતંકવાદી જાહેર કર્યો છે તેનું પાકિસ્તાનથી અપહરણ કરવામાં આવ્યું છે. ગઈકાલે પાકિસ્તાનના કરાચી શહેરમાં આતંકવાદી મુફ્તી કૈસર ફારૂકીની હત્યા કરવામાં આવી હતી, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
હજુ તો લશ્કર-એ-તૈયબાના વડા હાફિઝ સઈદના પુત્રના ગુમ થવાના સમાચારની શાહી નથી સુકાઈ ત્યાં મક્કીના અપહરણની ખબરને લઈ આતંકવાદની દુકાન ચલાવનારાઆમાં સન્નાટો ફેલાઈ ગયો છે. અબ્દુલ રહેમાન મક્કીના અપહરણની ખબરો સોશિયલ મિડિયા પર વહેતી થતા જ પાકિસ્તાને આ સમાચારને લઈ રદિયો આપવા માંડ્યો હતો.
અબ્દુલ રહેમાન મક્કી લશ્કર-એ-તૈયબાનો નાયબ ચીફ છે. તે 2008માં મુંબઈમાં થયેલા સૌથી મોટા આતંકવાદી હુમલા સહિત જમ્મુ-કાશ્મીરમાં અનેક આતંકવાદી ઘટનાઓમાં મુખ્ય ભેજાબાજ તરીકે તેનુ નામ સામે આવ્યું હતું.
જમ્મુ અને કાશ્મીર પોલીસના પૂર્વ ડીજીપી એસપી વૈદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વિશે લખ્યું છે મક્કી, જમાત-ઉદ-દાવા (JuD)નો સેકન્ડ-ઇન-કમાન્ડ, જમ્મુ અને કાશ્મીરમાં અનેક હુમલાઓ અને મુંબઈ હુમલા માટે જવાબદાર હતો.
આખરે આતંકવાદીઓને કોણ ઠેકાણે લગાડી રહ્યું છે?
ઝહૂર મિસ્ત્રી – IC-814 હાઇજેકર (કરાંચીમાં ગોળી મારીને હત્યા) રિપુદમન સિંહ મલિક, 1985 એર ઈન્ડિયા બોમ્બ ધડાકા (સરેમાં ગોળી મારીને હત્યા) મોહમ્મદ લાલ, ISI ઓપરેટર (19 સપ્ટેમ્બર 2022ના રોજ નેપાળમાં ગોળી મારીને હત્યા) હરવિંદર સિંહ સંધુ, 2021માં પંજાબ પોલીસ હેડક્વાર્ટર પર આરપીજી હુમલો (લાહોરની હોસ્પિટલમાં ડ્રગના ઓવરડોઝથી મૃત્યુ થયું) બશીર અહેમદ પીર, હિઝબુલ કમાન્ડર (રાવલપિંડીમાં ગોળી મારીને હત્યા) સૈયદ ખાલિદ રઝા, અલ બદર કમાન્ડર (કરાંચીમાં માર્યો ગયો)
ઈમ્તિયાઝ આલમ- (રાવલપિંડીમાં હિઝબુલ કમાન્ડર માર્યો ગયો) ઇજાઝ અહેમદ અહંગર – (ISJK, અફઘાનિસ્તાનમાં ગોળી મારીને હત્યા) સૈયદ નૂર શાલોબર (બારા ખૈબર, પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા) પરમજીત સિંહ પંજવાર, ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના વડા (6 મે 2023ના રોજ લાહોરમાં ગોળી મારીને હત્યા) અવતાર સિંહ ખાંડા, (16 જૂન 2023 ના રોજ બર્મિંગહામ, યુકેમાં શંકાસ્પદ ઝેરને કારણે મોત) હરદીપ સિંહ નિજ્જર, (19 જૂન 2023ના રોજ કેનેડાના બ્રિટિશ કોલંબિયામાં ગુરુદ્વારાની બહાર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી) સરદાર હુસૈન અરૈન, (1 ઓગસ્ટ, 2023ના રોજ સિંધના નવાબ શાહમાં ગોળીથી ઘાયલ) રિયાઝ ઉર્ફે અબુ કાસિમ કાશ્મીરી સ/ઓ મુહમ્મદ આઝમ (લશ્કર કમાન્ડર, 8 સપ્ટેમ્બર, 2023 ના રોજ પીઓકેમાં રાવલકોટ મસ્જિદની અંદર ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી) સુખદુલ સિંહ ઉર્ફે સુખા દુનેકે, (20 સપ્ટેમ્બર 2023 ના રોજ વિનીપેગ, કેનેડામાં ગોળી મારીને હત્યા) ઝિયાઉર રહેમાન (29 સપ્ટેમ્બર 2023ના રોજ કરાચીમાં હિઝબુલ મુજાહિદ્દીનના નેતાની ગોળી મારીને હત્યા) મુફ્તી કૈસર ફારૂક, લશ્કરના સ્થાપક સભ્ય (30 સપ્ટેમ્બરે સોહરાબ ગોથ, કરાચી, પાકિસ્તાનમાં ગોળી મારીને હત્યા)