AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Pakistan News: પાકિસ્તાનનો ચહેરો ફરી થયો બેનકાબ…ખાલિસ્તાની આતંકવાદીઓને કરી રહ્યું છે ફંડિંગ, ISI લિંક પર ખુલાસો

હકીકતમાં, એક મીડિયા અહેવાલના માહિતીમાં જાણવા મળ્યું છે કે આ ફંડિંગનો ઉપયોગ લોકોને વિરોધના સ્થળ પર લઈ જવા, પોસ્ટર, બેનરો બનાવવા અને યુવાનોને ભારત વિરુદ્ધ ભડકાવવા માટે કરવામાં આવી રહ્યો છે. ભારતથી કેનેડામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ખાલિસ્તાની કાવતરામાં સામેલ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં લાલ કિલ્લા પર હિંસક પ્રદર્શન પણ કેનેડાના ખાલિસ્તાનીઓએ કર્યું હતું.

Pakistan News: પાકિસ્તાનનો ચહેરો ફરી થયો બેનકાબ...ખાલિસ્તાની આતંકવાદીઓને કરી રહ્યું છે ફંડિંગ, ISI લિંક પર ખુલાસો
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 20, 2023 | 11:55 PM
Share

ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં કડવાશ આવ્યા બાદ ભારત સરકારે તેના નાગરિકો માટે એડવાઈઝરી જાહેર કરી છે. આ એડવાઈઝરીમાં ભારતે કેનેડામાં રહેતા પોતાના નાગરિકોને ખાસ કરીને વિદ્યાર્થીઓને સતર્ક રહેવા જણાવ્યું છે. આ દરમિયાન પાકિસ્તાન અને કેનેડામાં ખાલિસ્તાન લિંકને લઈને મોટો ખુલાસો થયો છે. પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI કેનેડામાં ખાલિસ્તાની ગતિવિધિઓને વધુ તીવ્ર બનાવવા માટે ફંડિંગ કરી રહી છે. એટલું જ નહીં છેલ્લા કેટલાક મહિનામાં કેનેડામાં રહેતા ખાલિસ્તાનીઓના મોટી સંખ્યામાં વડાઓને ફંડિંગ મળ્યું છે.

આ પણ વાંચો: Sydney News: ઓસ્ટ્રેલિયા સિડનીમાં સપ્ટેમ્બરની આક્રમક ગરમીને કારણે 65 જગ્યાએ આગના બનાવ, તંત્ર થયું દોડતું

ફંડિંગ દ્વારા ભડકાવવાનો પ્રયાસ

હકીકતમાં, એક મીડિયા અહેવાલના માહિતીમાં જાણવા મળ્યું છે કે આ ફંડિંગનો ઉપયોગ લોકોને વિરોધના સ્થળ પર લઈ જવા, પોસ્ટર, બેનરો બનાવવા અને યુવાનોને ભારત વિરુદ્ધ ભડકાવવા માટે કરવામાં આવી રહ્યો છે. ભારતથી કેનેડામાં અભ્યાસ કરવા આવતા વિદ્યાર્થીઓને ખાલિસ્તાની કાવતરામાં સામેલ કરવામાં આવી રહ્યા છે. એટલું જ નહીં લાલ કિલ્લા પર હિંસક પ્રદર્શન પણ કેનેડાના ખાલિસ્તાનીઓએ કર્યું હતું. આ ખુલાસાથી પાકિસ્તાનનો ચહેરો ખુલ્લો પડી ગયો છે અને ISIની રણનીતિ સામે આવી છે. આ અંગે વધુ અપડેટ ટૂંક સમયમાં બહાર આવી શકે છે.

ઝેર ઓકવાનો કોઈ મોકો નથી છોડતા

આ બધાની વચ્ચે ભારત વિરુદ્ધ ઝેર ઓકવાની કોઈ તક ના ગુમાવનાર પાકિસ્તાનને કેનેડાના પીએમ જસ્ટિસ ટ્રુડોના આરોપોને કારણે ફરી એકવાર તક મળી છે. પાકિસ્તાનના વિદેશ સચિવ સાયરસ કાઝીએ કહ્યું છે કે તેઓ આ ઘટસ્ફોટથી આશ્ચર્યચકિત નથી, ટ્રુડોએ જે કહ્યું છે તેમાં ચોક્કસ સત્ય છે. કાઝી, જેઓ 78માં યુએનજીએ સત્રમાં ભાગ લેવા માટે કાર્યકારી વડાપ્રધાન અનવર-ઉલ-હક કક્કર સાથે યુએસની પાંચ દિવસની મુલાકાતે છે, તેણે બુધવારે યુએનમાં પાકિસ્તાન મિશનમાં મીડિયા બ્રીફિંગ દરમિયાન આ વાત કહી.

પાકિસ્તાન માટે કોઈ આશ્ચર્ય નથી!

તેમણે કહ્યું કે કેનેડામાં ભારતીય આતંકવાદ પાકિસ્તાન માટે આશ્ચર્યજનક નથી. વિદેશ સચિવે કહ્યું કે કેનેડિયન પીએમના આરોપોમાં પાકિસ્તાનને કંઈપણ અસામાન્ય લાગ્યું નથી કારણ કે પાકિસ્તાને માર્ચ 2016માં બલૂચિસ્તાનમાંથી ભારતીય રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ (RAW)ના સેવા આપતા ભારતીય નૌકાદળના અધિકારીની ધરપકડ કરી હતી. હાલમાં ભારત અને કેનેડા વચ્ચેના સંબંધો સૌથી ખરાબ છે.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">